શોધખોળ કરો
Advertisement
PM મોદીનો ડ્રિમ પ્રોજેકટ ઘોઘાથી હજીરા રો પેક્સ સર્વિસ ટ્રાયલના સમયે મધ દરિયે બંધ પડ્યું
8મી નવેમ્બરના રોજ લોકાર્પણ પામનારુ રો-રો ફેરી જહાજ શરૂ થતા પૂર્વે ટ્રાયલ રનમાં જ મધદરિયે બંધ પડ્યું છે.
અમદાવાદ : પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ હજીરાથી ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી ટ્રાયલ સમયે બંધ પડ્યું છે. 8મી નવેમ્બરના રોજ લોકાર્પણ પામનારુ રો-રો ફેરી જહાજ શરૂ થતા પૂર્વે ટ્રાયલ રનમાં જ મધદરિયે બંધ પડ્યું છે. એન્જિન અને સ્ટીયરિંગમાં ખામીના લીધે બંધ થયું હોવાનું કહેવાય છે. આઠમી નવેમ્બરે થનારા લોકાર્પણ પર પણ સવાલ ઉઠ્યો છે. જો ટ્રાયલ રનમાં જ આ સ્થિતિ હોય તો શરૂ થયા પછી કેટલી તકલીફ પડી શકે.
આગામી તારીખ 8મી નવેમ્બરથી પ્રધાનમંત્રી મોદીના ડ્રીમ પ્રોજેક્ટ હજીરા-ઘોઘા રો પેકસ ફેરી સર્વિસની શુરુઆત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રો-પેકસ ફેરીનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરશે. જોકે, તે પહેલા આજે રો-પેકસ ફેરીની ટ્રાયલ રાખવામાં આવી હતી.
આ પહેલા પત્રકાર પરિષદમાં મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, હજીરાથી ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરીથી સામાન્ય રીતે ૧૦-૧૨ કલાકના મુસાફરી માર્ગનું અંતર ૪ કલાકમાં પૂરું કરી શકાશે. રો-પેક્સથી રોડ પરનું ભારણ ઘટશે, ટ્રાફિક સમસ્યા હળવી બનશે, મુસાફરી સસ્તી થશે અને પર્યાવરણની જાળવણી થશે.
રો-પેક્સ સર્વિસ દિવસમાં ત્રણ રાઉન્ડ ટ્રીપ કરશે. જે મુજબ વર્ષમાં અંદાજે 5 લાખ મુસાફરો, 80 હજાર પેસેન્જર વાહનો, 50 હજાર ટુ-વ્હીલર અને 30 હજાર ટ્રકની અવરજવર શક્ય બનશે. ઘોઘા-હજીરા વચ્ચેનું માર્ગ અંતર લગભગ 370 કિમી છે જે ઘટીને સમુદ્ર રસ્તે માત્ર 90 કિમી જેટલું રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
દુનિયા
Advertisement