Heart Attack: મહીસાગર જિલ્લાના યુવાનનું અમદાવાદમાં હાર્ટ અટેકથી મોત, પરિવારમાં શોકનો માહોલ
Heart Attack: રાજ્યમાં નાની વયે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે.

Mahisagar News: રાજ્યમાં નાની વયના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. કોરોના બાદ હાર્ટ એટેક આવવાના બનાવો ચોંકાવનારી રીતે વધી રહ્યા છે. જો કે મેડિકલ સાયન્સ કે આરોગ્ય વિભાગ હાર્ટ એટેક વધવાને અને કોરોના સાથે સાંકળતું નથી તેમ છતાં એ હકિકત છે કે કોરોના કાળ પછી હૃદય સંબંધી બીમારીઓ પણ વધી છે.
મહિસાગર જિલ્લાના આશાસ્પદ યુવાનનું અમદાવાદમાં હાર્ટ એટેકથી મોત થયું છે. 31 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકના કારણે મોત નિપજતાં પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતા. લુણાવાડા તાલુકાના ઉચરપી ગામના 31 વર્ષીય દીપકભાઈ નામના યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું હતું.
રાજકોટમાં 4 લોકોના હાર્ટ એટેકથી મોત
રાજકોટમાં ચાર લોકોના હાર્ટ એટેકને કારણે મોત થયા છે. જેમાં એક વ્યક્તિની ઉંમર 40 વર્ષથી નીચે છે તો એકની ઉંમર 50 વર્ષની નીચે અને બેની ઉંમર 50 વર્ષથી ઉપર છે. જે ચાર લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે તેમાં 36 વર્ષીય કારૂલાલ મેઘવાળ ડ્રાઈવર સાથે ક્લીનર તરીકે એમપીથી ફ્રૂટની ડિલિવરી કરવા આવ્યો હતો ત્યારે હાર્ટ એટેકને કારણે મોત થયું હતું. બીજું નામ 55 વર્ષીય કારખાનેદાર રમેશ ભાઈ અમિપરાનું છે જે પોતાના કારખાને હતા ત્યારે જ હાર્ટઅટૅક આવ્યો હતો અને તેમનું મોત થયુ હતું. ત્રીજું નામ 45 વર્ષીય મધુભાઈ સાબડનું છે જે રીક્ષામાં માર્કેટ યાર્ડથી શાકભાજી ભરીને જતા હતા ત્યારે રસ્તામાં હાર્ટ એટેક આવ્યો અને જીવ ગુમાવ્યો હતો. ચોથું નામ રૈયાધાર વિસ્તારમાં રહેતા 54 વર્ષીય રઘુભાઈનું છે જેમને પોતાના ઘરે જ હાર્ટ એટેક આવતા મોત થયુ હતું.
ત્રણ દિવસ પહેલા વડોદરામાં 24 કલાકમાં હાર્ટ એટેકથી બે યુવાનોના મોત થયા હતા. દેણા ગામે ક્રિકેટ રમતા રમતા યુવક ઢળી પડયો હતો, જ્યારે નોકરી જવા માટે તૈયાર થયેલા રેલવે કર્મચારીને એટેક આવતા મોત થયું હતું. શહેર નજીકના દેણા ગામે ક્રિકેટ રમતા રમતા 36 વર્ષના યુવકની તબિયત બગડતા તે ગ્રાઉન્ડ પર જ સૂઇ ગયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો. પરંતુ, ડોક્ટરે તેનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. હાર્ટ એટેકના કારણે જ તેનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે રેલવેના યુવાન કર્મચારીને પણ એટેક આવતા મોત થયું હતું. મૂળ મહારાષ્ટ્રના લાતુર ગામના નારાયણ નગરનો 36 વર્ષનો સમ્યક હનુમંતરાવ ગાયકવાડ હાલ છાણી કેનાલ રોડ પર એલેમ્બિક વેદામાં રહે છે. નંદેસરી વિસ્તારની એક ખાનગી કંપનીમાં તે આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતો હતો. ગત તા.29 મી તારીખે રાત્રે 10 વાગ્યે પોતાની કંપનીમાં નોકરી કરતા મિત્રો સાથે દેણા ગામે ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા માટે ગયા હતા. તે ક્રિકેટ રમતા હતો ત્યારે અચાનક તેની તબિયત બગડતા તે જમીન પર સૂઈ ગયા હતા. તેની સાથે ક્રિકેટ રમતા તેના મિત્રો દોડી આવ્યા હતા. તેઓ સમ્યકને સમા સાવલી રોડની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ, તેનું મોત નિપજ્યું હતું. તેના મૃતદેહને પી.એમ.માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
