Heart Attack: વલસાડના પારનેરાના 15 વર્ષીય વિદ્યાર્થીનું હાર્ટએટેકથી મોત, ધો.10માં ભણતો હતો
Latest Valsad News: આયુષ રાઠોડે છેલ્લા ત્રણ દિવસથી પગમાં દુખાવાની ફરિયાદ માતાને કરી હતી. જેથી તે ત્રણ દિવસથી શાળામાં રજા પાડી ઘરે આરામ કરતો હતો
Valsad News: રાજ્યમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. કોરોના બાદ હાર્ટ એટેક આવવાના બનાવો ચોંકાવનારી રીતે વધી રહ્યા છે. જો કે મેડિકલ સાયન્સ કે આરોગ્ય વિભાગ હાર્ટ એટેક વધવાને અને કોરોના સાથે સાંકળતું નથી તેમ છતાં એ હકિકત છે કે કોરોના કાળ પછી હૃદય સંબંધી બીમારીઓ પણ વધી છે. વલસાડના પારનેરા ગામના બારચાલી ફળિયામાં રહેતા ધો.10 માં ભણતા 15 વર્ષીય વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત નીપજતા ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
3 દિવસથી પગમાં દુખાવાની કરી હતી ફરિયાદ
વલસાડ તાલુકાના પારનેરા ગામના બારચાલી ફળિયામાં આયુષ સુરેશભાઈ રાઠોડ ઉંમર વર્ષ 15 રહે છે. આયુષ રાઠોડ વલસાડના જુજવા ગાંધી શાળાના ધોરણ 10માં અભ્યાસ કરે છે. આયુષ રાઠોડે છેલ્લા ત્રણ દિવસથી પગમાં દુખાવાની ફરિયાદ માતાને કરી હતી. જેથી તે ત્રણ દિવસથી શાળામાં રજા પાડી ઘરે આરામ કરતો હતો . રાત્રે ઊંઘ નહી આવતા વહેલી સવારે 4:30 કલાકે તેની માતાએ નાહવા માટે જણાવ્યા બાદ સુઈ ગયો હતો. જોકે તેને ઊંઘ નહીં આવતા પરિવાર વહેલી સવારે 6:00 કલાકે આયુષની તબિયત સારી ન હોવાથી નજીકમાં રહેતા પરિવારના સભ્યોને બોલાવ્યા હતા. જોકે તબિયત વધુ લથડી પડતા વલસાડની 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં 108 ના પાયલોટ બીપીન પટેલ અને ઇ.એમ.ટી. ભાવેશ પટેલ ઘટના સ્થળે દોડી જઈ જોયુંતો આયુષ રાઠોડ ને હાર્ટ એટેક આવવાથી તેનું મોત હોવાનું પ્રાથમિક તારણ કાઢ્યું હતું. અચાનક આયુષ રાઠોડનું મોત થતાં પારનેરા ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
વલસાડ શહેરમાં રવિવારે એક કલાકમાં બે હાર્ટ એટેકની ઘટનાથી લોકોમાં તર્ક વિતર્ક શરૂ થયા હતા. વલસાડના તિથલ રૉડ પર વાત કરી રહેલા એક યુવકને હાર્ટ એટેક આવતા અચાનક ત્યાં જ મોતને ભેટ્યો હતો, આ ઘટનામાં 30 વર્ષીય જીમિત રાવલ નામનો યુવાન વાત કરતાં કરતાં અચાનક ઢળી પડ્યો હતો. હૉસ્પીટલ ખસેડતાં તબીબોએ મૃત જાહેર કર્યો હતો. આ ઘટના અગાઉ એક કલાક પહેલા શહેરના તિથલ રૉડ પર જ રસ્તે ચાલતા રાહદારીને આવ્યો હાર્ટ અટેક આવ્યો હતો. સેગવીના રાજેસિંઘે નામના વ્યક્તિને રસ્તે ચાલતી વળતે હાર્ટ એટેક આવ્યો અને તે ઢળી પડ્યો હતો. તિથલ રૉડ પર 500 મીટરના અંતરે હાર્ટ અટેકથી બે ના મોતથી ચકચાર મચી હતી.