શોધખોળ કરો

Heat Wave: સખત ગરમીના કારણે લોકોમાં વકરી આ પાંચ પ્રકારની બિમારીઓ, જાણો છેલ્લા 6 દિવસમાં ક્યાં કેટલા કેસ નોંધાયા

Heat Wave And Diseases: રાજ્યમાં અત્યારે ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત છે. અમદાવાદથી લઇને રાજકોટ, વડોદરા અને સુરત શહેર જેવા મોટા ભાગના વિસ્તારોમાં ગરમીના કારણે લોકો હેરાન પરેશાન થઇ રહ્યાં છે

Heat Wave And Diseases: રાજ્યમાં અત્યારે ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત છે. અમદાવાદથી લઇને રાજકોટ, વડોદરા અને સુરત શહેર જેવા મોટા ભાગના વિસ્તારોમાં ગરમીના કારણે લોકો હેરાન પરેશાન થઇ રહ્યાં છે, અને હવે તાજા અપડેટ પ્રમાણે, બિમારીઓ પણ વધી રહી હોવાનું સામે આવ્યુ છે. રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી માથાના દુઃખાવાથી લઇને ચક્કર આવવા, ઝાડા ઉલ્ટી, પેટના દુઃખાવાના દર્દી, ઝાડા ઉલ્ટીના કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે.

રાજ્યમાં મે મહિનાની આકરી ગરમી પડી રહી છે. આકરા તાપથી ગરમીને લગતા બિમારીના કેસમાં સતત વધારો નોંધાયો છે. તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં રોજ 75થી વધુ લોકો કાળઝાળ ગરમીથી બિમારની ઝપેટમાં આવી રહ્યાં છે, માથામાં દુઃખાવો, ચક્કર આવવા સહિતના કેટલાક પ્રકારના કેસો વધ્યા છે. છેલ્લા 6 દિવસમાં ગરમીને લગતી ઈમરજન્સીના કુલ 432 કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદમાં સૌથી વધુ 73 કેસો, સુરેન્દ્રનગરમાં 40 કેસો, નવસારીમાં 34, છોટા ઉદેપુરમાં 27 કેસો નોંધાયા છે. આ ઉપરાંત સખત તાવના સૌથી વધુ 375ના કેસો અને પેટમાં દુઃખાવો, ઝાડા-ઉલ્ટીના 41 કેસો નોંધાયા છે. 

26 મે સુધી રાજ્યમાં આકરી ગરમી પડશે, રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે પડશે વરસાદઃ અંબાલાલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (weather analysit Ambalal Patel) 26 મે સુધી રાજ્યમાં આકરી ગરમી (heat wave) પડવાની અને 26 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં (rohin nakshatra) ગાજવીજ સાથે વરસાદ (lighting with ran) પડવાની આગાહી કરી છે. અંબાલાલના કહેવા મુજબ, 26 મે થી 4 જૂન વચ્ચે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાશે. જેની ઝડપ 120 કિલોમીટર રહેવાની શક્યતા છે.

જૂનની શરૂઆતમાં અરબસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા

પશ્ચિમ બંગાળ અને પૂર્વીય ભારતના ભાગોમાં ચક્રવાતની અસરથી પૂર આવવાની શક્યતા છે. 24 મે સુધીમાં અંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસાની શરૂઆત થશે. જૂનની શરૂઆતમાં અરબસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે. ચક્રવાત ઓમાન તરફ નહીં ફંટાઈ તો દેશના પશ્ચિમ કિનારાના ભાગો, દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અસર થઈ શકે છે. 26 મે થી પવનની ગતિમાં વધારો થશે અને રાજ્યમાં 40 થી 45 કિલોમીટર ની ઝડપે પવન ફુંકાઈ શકે છે. ગુજરાતમાં નિયમિત ચોમાસાની શરૂઆત 14 થી 28 જૂન વચ્ચે થશે.

ચોમાસાના આગમન પહેલા વાવાઝોડાનું તોળાઈ રહ્યું છે સંકટ

ચોમાસાના આગમન પહેલા વધુ એક વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. પાંચ દિવસ બાદ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટોર્મની શક્યતા છે. જેની ગુજરાતને પણ આંશિક રીતે અસર થવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર દક્ષિણ પશ્વિમ બંગાળની ખાડીમાં 22 મે આસપાસ લો પ્રેસર સર્જાશે અને 24 મેની આસપાસ બંગાળની ખાડીની મધ્યમાં તે ડીપ્રેશનમાં ફરેવાય તેવી શક્યતા છે. જો આ વાવાઝોડું શક્તિશાળી બને અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં 27 મે આસપાસ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો કે હજુ સુધી આ માટે કોઈ સ્પષ્ટ આગાહી મૌસમ વિભાગે કરી નથી. જો કે બીજી તરફ હવામાન વિભાગે 24 કલાકમાં બંગાળની ખાડીમાં તથા આંદામાન, નિકોબાર ટાપુઓમાં નૈઋત્યનું ચોમાસું આગળ વધવાની આગાહી કરવામાં આવી છે.

ચોમાસાના આગમન પહેલા, બંગાળની ખાડી પર એક લો પ્રેશર વિસ્તાર બનતો જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ 22 મેની આસપાસ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર તેની આગાહી કરી છે. તે જ સમયે, કેટલાક ફ્રીલાન્સ હવામાન આગાહી કરનારાઓનું કહેવું છે કે તેના કારણે ગંભીર ચક્રવાતની પણ સંભાવના છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mehsana News: કડીમાં કચરાગાડી બની શબવાહિની, કેનાલમાંથી મળેલા મૃતદેહને ટિપ્પરવાનમાં PMમાં ખસેડાઈRajkot Accident CCTV : ધ્રોલ હાઈવે પર વળાંક લેવા જતી ઇકોને બસે મારી ટક્કર, બાળકીનું મોતAhmedabad Accident : અમદાવાદમાં અજાણ્યા વાહનની ટક્કરે 9 વર્ષીય બાળકીનું મોતRajkot Murder Case : યુવકની હત્યાના ઘેરા પ્રત્યાઘાત, વીંછીયા સજ્જડ બંધ, લાશ સ્વીકારવા ઇનકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
BSNL ની ન્યૂ યર 2025 ધમાકા ઓફર, 120 GB ડેટા સાથે મળશે આ લાભ, જાણો
BSNL ની ન્યૂ યર 2025 ધમાકા ઓફર, 120 GB ડેટા સાથે મળશે આ લાભ, જાણો
INDvsAUS: સિડની ટેસ્ટ જીતીને પણ WTC ફાઈનલ નહીં રમી શકે ટીમ ઈન્ડિયા, જાણો શું છે ગણિત 
INDvsAUS: સિડની ટેસ્ટ જીતીને પણ WTC ફાઈનલ નહીં રમી શકે ટીમ ઈન્ડિયા, જાણો શું છે ગણિત 
તમારા બિઝનેસમાં સફળતા માટે દર મંગળવારે કરો લીંબુના આ ઉપાય, થશે આ લાભ
તમારા બિઝનેસમાં સફળતા માટે દર મંગળવારે કરો લીંબુના આ ઉપાય, થશે આ લાભ
Gold Rate Today: વર્ષના અંતિમ દિવસે સોનાની કિંમતમાં મોટો ઉલટફેર, ખરીદી પહેલા જાણી લો 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: વર્ષના અંતિમ દિવસે સોનાની કિંમતમાં મોટો ઉલટફેર, ખરીદી પહેલા જાણી લો 10 ગ્રામનો ભાવ 
Embed widget