Heat Wave: રાજ્યમાં કાળઝાળ ગરમીથી લૂ અને બેભાન થવાના કેસો વધ્યા, જાણો કેટલે પહોંચ્યો આંકડો
Gujarat Heat Wave: આગામી દિવસોમાં રાજ્યમાં તાપમાનનો પારો 45 ડિગ્રીથી પણ વધુ ઉપર રહેવાની સંભાવનના દર્શાવવામાં આવી છે. આકરા તાપથી રાજ્યની હૉસ્પીટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે
Heat Wave: ગુજરાતમાં વૈશાખ મહિનાની આકરી ગરમી વરસી રહરી છે, રાજ્યમાં મોટા ભાગના શહેરોમાં હીટવેવ શરૂ થઇ ગઇ છે, અને આ કારણે લોકો જુદીજુદી બિમારીઓનો પણ ભોગ બની રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી છે કે, આગામી દિવસોમાં હજુપણ સખત હીટવેવનો સામનો કરવા માટે લોકોએ તૈયાર રહેવુ પડશે. આગામી દિવસોમાં રાજ્યમાં તાપમાનનો પારો 45 ડિગ્રીથી પણ વધુ ઉપર રહેવાની સંભાવનના દર્શાવવામાં આવી છે. આકરા તાપથી રાજ્યની હૉસ્પીટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે, જાણો અહીં લૂ લાગવાથી લઇને લોકોને કઇ કઇ બિમારીઓ લાગુ પડી રહી છે.
તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં હીટવેવનો વધી છે, અને મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીથી વધી રહ્યો છે, આ કારણે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતના કેટલાક શહેરમાં લોકોને લૂ લાગવાના અને બેભાન થવા કેસો વધ્યા છે. આંકડાઓ જોઇએ તો, અમદાવાદમાં છેલ્લા 15 દિવસમાં 3,800થી વધુ કેસો આવી આકરી ગરમીના કારણે નોંધાયા છે. આ ઉપરાંત પેટના દુઃખાવાને લગતા 2,524 કેસો, હાઈફિવરના 464 કેસો, તો સર્વાઈલ હેડેકના 109 કેસો સામે આવ્યા છે. આ બધાની વચ્ચે 771 જેટલા કેસો લોકોના બેભાન થવાના સામે આવ્યા છે.
રાજ્યમાં અગનવર્ષા
સુરેન્દ્રનગરમાં 44.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ડીસામાં 44.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
અમદાવાદમાં 44.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ગાંધીનગરમાં 44.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ભૂજમાં 43.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
રાજકોટમાં 43.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
અમરેલીમાં 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
વલ્લભ વિદ્યાનગરમાં 43.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
વડોદરામાં 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
કેશોદમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
મહુવામાં 41.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ભાવનગરમાં 39.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
વડોદરામાં હિટવેવથી પ્રૌઢનું મોત, 2 લોકો થયા બેભાન
હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. વડોદરામાં હિટવેવને પગલે પ્રૌઢનું મોત થયું હતું, જ્યારે 2 લોકોને ચક્કર આવતા અને ગભરામણ થતા એસ.એસ.જી હોસ્પિટલ ખસેડાયા હતા. મકરપુરા માં રહેતા 56 વર્ષીય મનોજ સોલંકીનું ગરમીને કારણે ગભરામણ થતાં મોત થયું હતું. અલકાપુરીમાં રહેતા 49 વર્ષીય અવિનાશ યાદવને ચક્કર આવતા બેભાન થયા હતા. જ્યારે ગોરવામાં રહેતા 51 વર્ષીય સાકીર શેખને સાયકલ ચલાવતી વખતે ચક્કર આવતા બેભાન થયા હતા. આ બંને બંને દર્દીઓ ને એસ.એસ.જી હોસ્પિટલ ખસેડાયા હતા.
ગોરવા ત્રિમૂર્તિ સોસાયટીમાં રહેતા 51 વર્ષના સાકીરમીંયા રહીમમીંયા શેખ શુક્રવારે સવારે પોણા અગિયાર વાગ્યે સાઇકલ લઇને પોલિટેકનિક કોલેજના ગેટ પાસેથી પસાર થતા હતા. તે સમયે અચાનક તેઓને ચક્કર આવતા તેઓ સાઇકલ પરથી નીચે પટકાતા માથામાં ઇજા પહોંચી હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મકરપુરા એરફોર્સ પાસે નિલકંઠ રેસિડેન્સીમાં રહેતા 56 વર્ષના મનોજકુમાર મંગળભાઇ સોલંકી ઓ ઘરે હતા તે દરમિયાન અચાનક તેઓને ગરમીના કારણે ગભરામણ થતા પરિવારજનો સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. પરંતુ, તેઓનું મોત થયું હતું.તેઓને હાર્ટનો પણ પ્રોબ્લેમ હતો.