શોધખોળ કરો
Advertisement
ગુજરાતના કયા શહેરમાં કેટલા ડિગ્રી છે ગરમીનો પારો? હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો
સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો ધીરે ધીરે વધતો જઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં સૌથી વધુ ગરમી અમદાવાદમાં સોમવારે 42.5 ડિગ્રી સાથે પડી હતી.
સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો ધીરે ધીરે વધતો જઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં સૌથી વધુ ગરમી અમદાવાદમાં સોમવારે 42.5 ડિગ્રી સાથે પડી હતી. મહત્વની વાત એ છે કે, આગામી બુધવારથી રવિવાર દરમિયાન અમદાવાદમાં તાપમાન ૪૩ ડિગ્રીની આસપાસ રહી શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ ઉત્તર-પશ્ચિમ દિશાનો પવન ફૂંકાઈ રહ્યો છે. જ્યારે આગામી ૩ દિવસમાં ગરમીમાં હજુ વધારો થાય તેની કોઈ શક્યતા નથી. અમદાવાદમાં 42.5 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.3 ડિગ્રીનો વધારો થયો હતો.
અમદાવાદમાં છેલ્લા પાંચ વર્ષથી મે માસમાં પડતી ગરમીના આંકડા પર નજર કરવામાં આવે તો સરેરાશ મહત્તમ તાપમાન ઓછામાં ઓછું એકવાર 44 ડિગ્રીને પાર ગયું છે. જેમાં ગત વર્ષે 28 મેના 44.8 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. જોકે આજે અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, કંડલામાં પણ 41 ડિગ્રીથી વધુ ગરમી નોંધાઈ હતી.
અમદાવાદ - 42.5, કંડલા - 42.2, ગાંધીનગર - 41.5, અમરેલી - 41.4, રાજકોટ - 41.2, સુરેન્દ્રનગર - 41, વડોદરા - 40.4, ભૂજ - 39.2, ભાવનગર - 39 અને સુરતમાં 38 ડિગ્રી ગરમી નોંધાઈ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion