શોધખોળ કરો

Heatwave : રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ, મોટાભાગના શહેરોમાં તાપમાન 43 ડિગ્રીને પાર

Heatwave : રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 43 ડિગ્રીને પાર જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 43 ડિગ્રી પાર.
  • સુરેન્દ્રનગર 45.5, કંડલા 45.4 ડિગ્રી નોંધાયું.
  • 12 જિલ્લાઓમાં હીટવેવની ચેતવણી, રાહત દૂર.
  • અમદાવાદમાં 44.3 ડિગ્રી, 3 દિવસ ઓરેન્જ એલર્ટ.

Heatwave :  રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 43 ડિગ્રીને પાર જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 45.5 અને કંડલામાં 45.4 ડિગ્રી સુધી પહોંચતા લોકો તોબા પોકારી ઉઠ્યા હતા. ઉપરાંત અમરેલીમાં 44.3 ડિગ્રી, ગાંધીનગરમાં 44 ડિગ્રી, ડીસામાં 43.5 ડિગ્રી, રાજકોટમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

ગરમીમાંથી રાહત મળવાના હાલ કોઈ સંકેત નથી

બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર રાજ્યમાં સુકુ હવામાન પ્રવર્તી રહ્યું છે. જેના કારણે કાળઝાળ ગરમીમાંથી રાહત મળવાના હાલ કોઈ સંકેત નથી. હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે કાળઝાળ ગરમી પડી રહી છે. 

12 જિલ્લામાં હીટવેવની ચેતવણી

રાજ્યના 12 જિલ્લામાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, આણંદ, વડોદરા, સુરત અને વડોદરામાં હીટવેવની સ્થિતિ યથાવત રહેશે. જ્યારે રાજકોટ, અમરેલી, દ્વારકા, અને બોટાદમાં પણ ગરમી ભૂક્કા બોલાવશે. આગ ઝરતી ગરમીના કારણે લોકો બપોરે કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જેના કારણે ભરચક રહેતા વિસ્તારોમાં પણ ટ્રાફિક નહિવત હતો.

આ પણ વાંચોઃ Ambalal Patel forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આકરી ગરમીની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં કેટલું રહેશે તાપમાન? 

અમદાવાદ કાળઝાળ ગરમીમાં શેકાયું હતું. સોમવારે 44.3 ડિગ્રી સાથે  અમદાવાદમાં સીઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો છે. હજુ આગામી 3 દિવસ માટે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સોમવારે 44.3 ડિગ્રી સાથે અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા 2.7 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. છેલ્લા 15 દિવસમાં અમદાવાદમાં મે મહિનામાં સરેરાશ મહત્તમ તાપમાન 44ને પાર થયું હોય તેવું અગાઉ 2013, 2026, 2019, 2020, 2022, 2023, 2024ના વર્ષમાં બન્યું હતું. જેમાં 20 મે 2016એ તો 48 ડિગ્રી સાથે ઓલટાઈમ હાઈએસ્ટ તાપમાન નોંધાયું હતું.  હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ અમદાવાદનું તાપમાન 45 ડિગ્રીની આસપાસ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ગઈકાલે રાત્રે 30 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતા 2.9 ડિગ્રીનો વધારો થયો હતો. જેના કારણે રાત્રિના પણ ઉકળાટ અનુભવાઈ હતી.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે હાલ ગરમીમાંથી રાહત મળવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. વડોદરા અને જામનગર જેવા શહેરોમાં પણ તાપમાન 40 ડિગ્રીની ઉપર રહેતા લોકો ભારે ઉકળાટ અને ગરમીનો સામનો કરી રહ્યા છે. આકરા તડકા અને ગરમ પવનને કારણે આંખો માટે જોખમ હોવાથી નાગરિકોને બપોરના સમયે કામ વગર ઘરની બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે.

Frequently Asked Questions

રાજ્યમાં અત્યારે કયા વિસ્તારોમાં સૌથી વધુ ગરમી પડી રહી છે?

સુરેન્દ્રનગરમાં 45.5 ડિગ્રી, કંડલામાં 45.4 ડિગ્રી, અમરેલીમાં 44.3 ડિગ્રી, ગાંધીનગરમાં 44 ડિગ્રી અને ડીસામાં 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

શું ગુજરાતમાં કાળઝાળ ગરમીમાંથી રાહત મળવાના સંકેત છે?

હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે કાળઝાળ ગરમી પડી રહી છે. રાહત મળવાના હાલ કોઈ સંકેત નથી.

કયા જિલ્લાઓમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે?

રાજ્યના 12 જિલ્લાઓ, જેમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, આણંદ, વડોદરા, સુરત, રાજકોટ, અમરેલી, દ્વારકા અને બોટાદનો સમાવેશ થાય છે, ત્યાં હીટવેવની ચેતવણી છે.

અમદાવાદમાં આ દિવસોમાં તાપમાન કેટલું રહ્યું છે?

અમદાવાદમાં સોમવારે 44.3 ડિગ્રી સાથે સીઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો છે. આગામી 3 દિવસ માટે તાપમાન 45 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
Advertisement

વિડિઓઝ

MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?

Embed widget