શોધખોળ કરો

ગુજરાતમાં કાળઝાળ ગરમીઃ રાજ્યમાં પ્રથમ વખત પારો 43 ડગ્રીને પાર, જાણો ક્યું શહેર રહ્યું 'હોટેસ્ટ સિટી'

રવિવારે, સતત તાપમાન વધવાના કારણે હિટ સ્ટ્રોકના કિસ્સા પણ વધ્યા હતા. હવામાન વિભાગે જણાવ્યું છે કે, હજુ આગામી દિવસમાં ગરમીનો પારો ઉંચો જશે.

રાજ્યમાં ગરમીના પ્રભુત્વમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે અને અમદાવાદ શહેરમાં સિઝનમાં પ્રથમવાર મહત્તમ તાપમાનનો પારો ૪૩ ડિગ્રીને પાર ગયો છે. રવિવારે ૪૩.૧ ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું 'હોટેસ્ટ સિટી' રહ્યું છે. અમદાવાદ સહિત ૮ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને પાર થયો છે.

અમદાવાદમાં મે મહિનામાં એકવાર મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રીએ પાર જવાનો ક્રમ આ વર્ષે પણ યથાવત્ રહ્યો છે. હવામાન વિભાગના મતે આગામી ૩ દિવસ દરમિયાન અમદાવાદમાં ૪૩ ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાનનો પારો રહી શકે છે. રાજ્યના અન્ય જિલ્લાઓની વાત કરીએ તો 41 ડિગ્રીથી વધુ સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું તેમાં સુરેન્દ્રનગર ૪૨.૩, અમરેલી ૪૨.૨, વલ્લભ વિદ્યાનગર ૪૨, ગાંધીનગર અને રાજકોટ ૪૧.૮, વડોદરા ૪૧.૪, ડીસા ૪૧.૨નો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે, હવામાન વિભાગની આગાહી અનુસાર સોમવારે વલસાડ, તાપી અને ડાંગ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારમાં માવઠું પડવાની વકી છે. મંગળવાર બાદ આકાશ સ્વચ્છ થઇ જશે. મધ્યપ્રદેશ અને અરબ સાગરમાં સર્જાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશનને પગલે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આ સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસર સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના તાપી અને ડાંગ જિલ્લામાં પણ જોવા મળી હતી. રવિવારે તાપી જિલ્લાના કુકરમુંડા અને નિઝરમાં બપોર બાદ ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડયો હતો.

રવિવારે, સતત તાપમાન વધવાના કારણે હિટ સ્ટ્રોકના કિસ્સા પણ વધ્યા હતા. હવામાન વિભાગે જણાવ્યું છે કે, હજુ આગામી દિવસમાં ગરમીનો પારો ઉંચો જશે. ત્યારે કાળઝાળ ગરમીમાં વધુ પ્રમાણમાં પ્રવાહી પીવાની અને બપોરના સમયે કામ વગર બહાર ન નિકળવાની સલાહ તબીબો આપી રહ્યાં છે.

હાલ મહામારીના સમયમાં whoથી માંડીને હેલ્થ એક્સપર્ટ માને છે કે, જેમનો ઇમ્યુનિટી પાવર વધુ હશે, તેવા લોકો આ મહામારી સામે લડી શકશે. પાઇનેપલ ગરમીની સિઝનમાં માઇન્ડને ઠંડુ અને શરીરને ફ્રેશ રાખે છે. દરરોજ આ ફળનું સેવન કરવાથી સિઝનલ બીમારી કોસો દૂર રહે છે. આ વિટામીન સીથી ભરપૂર છે. જે પોષણ આપવાની સાથે વાયરસના સંક્રમણને આપનાથી દૂર રાખે છે.

ગરમીની સિઝનનું ખાસ ફળ કેરી છે. કેરીમાં વિટામીન-સીની સાથે બીજા પણ અન્ય એવા પોષક તત્વો છે. જે શરીરને પોષકતત્વો પૂરા પાડીને રોગપ્રતિકારકક્ષમતામાં વઘારો કરે છે. તો ગરમીની સિઝનમાં કેરીનું અવશ્ય સેવન કરો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget