પાટણ જિલ્લામાં સતત બે દિવસ થી મૂશળધાર વરસાદ, એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ બેટ માં ફેરવાયો
બિપરઝોડ વાવાઝોડુ પસાર થઇ ગયું પરંતુ તોફાન બાદ તેની અસર હજુ પણ રાજ્યમાં જોવા મળે છે. ઉત્તર ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે.
પાટણ:બિપરઝોડ વાવાઝોડુ પસાર થઇ ગયું પરંતુ તોફાન બાદ તેની અસર હજુ પણ રાજ્યમાં જોવા મળે છે. ઉત્તર ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે.
પાટલ જિલ્લામાં પણ પવન સાથે વરસતાં વરસાદે અનેક વિસ્તારને પાણી પાણી કરી દીધા છે.અહીં 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ વરસાદ રાઘનપુર શહેરમાં વરસ્યો છે. રાત્રિ દરમ્યાન ભારે પવન સાથે અત્યાર સુધીમાં અહીં 4 ઈંચ થી વધુ વરસાદ ખાબક્યો છે. 4 ઇંચ થી વધુ વરસાદ વરસતા નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. જલારામ સોસાયટી બાહારના રોડ ઉપર પાણી ભરાઇ જતાં રસ્તા જળમગ્ન થઇ ગયા છે. ઉપરાંત અનેક જગ્યાએ વીજ વાયરો તૂટી જતાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે.
સાંતલપુર,રાધનપુર તાલુકામાં ધોધમાર વરસાદને કારણે એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ બેટ માં ફેરવાયો છે.સાંતલપુરના ચારણકા ગામે આવેલ સોલાર પ્લાન્ટ માં ઢીંચણ સમાં પાણી ભરાયાં છે. ઢીંચણ સમાં પાણી ભરાતાં તાં સોલાર પ્લાન્ટ માં કરોડો રૂપિયાનીનું નુકસાન થયું છે.પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલ ફાંગલી પ્રાથમિક શાળામાં વાવાઝોડાંએ વિનાશ વેર્યો છે અહીં શાળામાં આવેલ તમામ વૃક્ષ ધરાશાયી થયા છે.
બનાસાકાંઠમાં જળપ્રલયની સ્થિતિ
વાવાઝોડા બાદના વરસાદે બનાસકાંઠામાં તબાહી સર્જી છે.24 કલાકના વરસાદથી બનાસકાંઠામાં જળપ્રલયની સ્થિતિ સર્જાઇ છે. 24 કલાકમાં બનાસકાંઠા બેથી પાંચ ઈંચનો વરસાદ ખાબક્યો છે. અહીંવાવ, થરાદ, પાલનપુર, ધાનેરામાં જળબંબાકારની સ્થિતિ છે. અમીરગઢ,વાવ,દાંતા,કાંકરેજમાં પણ વરસાદ આફતરૂપ બન્યો છે. બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી ભરાયા છે.ધાનેરા સહિતના તાલુકાઓમાં અનેક મકાનોના ઉડ્યા છાપરા ઉડ્યાં છે. અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થતા વાહનવ્યવહાર પ્રભાવિત થયાં છે. બજારો, રેફરલ હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં રાણી ભરાયા છે.ધાનેરાના મોટા ભાગના બજારોમાં પાણી ભરાયા છે. શોપિંગ કોમ્પ્લેક્સોના પાર્કિંગમાં પાણી ભરાતા વેપારી અને ગ્રાહકોની હાલાકી વધી છે. ધાનેરાના હાઈવે પર પણ ઢીંચણ સમા પાણી જોવા મળી રહ્યાં છે. ધાનેરા APMC વિસ્તાર પણ જળમગ્ન છે. દિયોદરના અનેક વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થઇ ગ.યા છે. ધાનેરાની આસપાસના તમામ ગામડામાં પવનના કારણે છાપરા ઉડ્યાં હતા. ભારે પવન સાથે વરસાદ વરસતા આ વિસ્તારનો વાહનવ્યહાર પણ પ્રભાવિત થયો છે. છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદે બનાસકાંઠામાં જળપ્રલયની સ્થિતિ સર્જી દીધી છે.