શોધખોળ કરો

Unseasonal Rain: આગામી 24 કલાકમાં અમદાવાદમાં ભારે વરસાદની આગાહી, રાજ્યના 18 આ જિલ્લામાં ધોધમાર વરસ્યો

Unseasonal Rain: હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 24 કલાક અમદાવામાં ભારે વરસાદ વરસી શકે છે. ભારે પવન સાથે વરસાદનો અનુમાન વ્યકત કર્યો છે.

Ahemdabad Rain:હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં પણ સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અહીં ઠંડા પવન  સાથે વરસાદ વરસી રહ્યો છે. ઘનઘોર વાદળોના કારણે વિઝિબિલિટી પણ ઘટી છે. વિઝિબિલિટી ઘટતા અને ભારે વરસાદના કારણે અમદાવાદના હાઇવે પર ટ્રાફિક જામ દ્રશ્યો સર્જાયા છે. વિઝિબિલિટી ઘટતા દિવસે હેડ લાઇટ કરવાની ફરજ પડી છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 24 કલાક અમદાવામાં ભારે વરસાદ વરસી શકે છે. ભારે પવન સાથે વરસાદનો અનુમાન વ્યકત કર્યો છે. વરસાદની શક્યતાને લઇને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.

 સવારથી અમદાવાદથઈ ગાંધીનગર સુધીના વિસ્તારમાં કાળા ડિંબાગ વાદળો વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના મોટાભાગના જિલ્લામાં કમોસમમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારા છે. રાજ્યના 18  જિલ્લાના  60 તાલુકામાં કમોસમી વરસાદે ચોસામા જેવો માહોલ સર્જોયો છે.  અમદાવાદમાં એસજી હાઇવે પર ભારે પવન સાથે ધોધમાર વરસાદ વસરતા, છોડ સાથે કૂડા ધરાશાયી થયા હતા.તો ઇસ્કોન ચાર રસ્તા પાસે હોર્ડિગ્સ પણ ધરાશાયી થયું હતું. શહેરના સોલા રોડ નારણપુરા વિસ્તારમાં કમોસમી વરસાદે લગ્નપ્રસંગમાં પણ ભંગ પાડ્યો, અહીં કમોસમી વરસાદથી લગ્ન મંડપ સહિતની સાજ સજાવટ ભીજાય જતાં લોકો ચિંતામાં મૂકાયા હતા. હજુ પણ આગામી 24 કલાક અમદાવાદમાં ભારે વરસાદનો અનુમાન છે.અમદાવાદના બાવળા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. કમોસમી વરસાદથી ખેડૂતોને નુકશાનની ભીતિ  સેવાઇ રહી છે. ખાસ કરીને જીરૂ, મગફળી, કપાસના પાકને નુકસાન થાય તેવી સ્થિતિ સર્જાઇ છે.  

જુનાગઢના વંથલી અને કેશોદમાં કમોસમી વરસાદ પડ્યો છે. જુનાગઢ જિલ્લાના કેટલાક ભાગમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો. ગડુ નજીક ખોરાસા ગામ અને આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જૂનાગઢ નજીકના વડાલ અને કાથરોટા ગામમાં પણ વરસાદ છે.

તાલાલા ગીર માં એક થી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. રાત્રે ત્રણ વાગ્યે ધોધમાર વરસાદ ખાબક્યા બાદ ફરી સવારે 6 કલાકે વરસાદ ખાબક્યો છે. ગીર સોમનાથના તાલાલાના ધાવા ગામે મકાન પર વીજળી પડી હતી. જોકે કોઈ જાનહાનિ થઈ નથી, મકાનનો થોડો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો. તાલાલા અને ગ્રામ્ય વિસ્તારો માં એક થી દોઢ ઇંચ વરસાદ પડ્યો છે.

રાજકોટ જીલ્લાના ધોરાજીમાં કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદને પગલે ધરતીપુત્રોમાં ચિંતા વધી છે. ધાણા, કપાસ, જેવા રવિ પાકોને નુકસાન થવાની ભીતિ  છે. ધોરાજીમાં કમોસમી વરસાદને લઈને શહેરના માર્ગો  ભીના થયા છે.

ભુજ-નખત્રાણા તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા છે. મોડી રાત્રે 3 વાગે વરસાદી ઝાપટા પડયા હતા. કમોસમી વરસાદના પગલે અનેક જગ્યાએ વીજપુરવઠો ખોરવાયો હતો. ગીર સોમનાથમાં પણ માવઠું થયું છે. ધોકડવા અને આસપાસના ગામમાં કમોસમી વરસાદ પડ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

DevBhumi Dwarka: ખંભાળિયામાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ
DevBhumi Dwarka: ખંભાળિયામાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ
Gujarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી
IND W vs SA W 3rd ODI: અંતિમ વનડેમાં ભારતે સાઉથ આફ્રિકાને 6 વિકેટે હરાવ્યું, સીરીઝમાં 3-0થી કર્યું ક્લીન સ્વીપ
IND W vs SA W 3rd ODI: અંતિમ વનડેમાં ભારતે સાઉથ આફ્રિકાને 6 વિકેટે હરાવ્યું, સીરીઝમાં 3-0થી કર્યું ક્લીન સ્વીપ
Rajkot Rain: રાજકોટ જિલ્લાના જસદણમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
Rajkot Rain: રાજકોટ જિલ્લાના જસદણમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
Advertisement
metaverse

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | અમેરિકાથી ઈન્ડિયાનું ડ્રગ્સ કનેક્શનHu to Bolish | હું તો બોલીશ | પરીક્ષાની સિસ્ટમ લીક!Shaktisinh Gohil: દેશમાં સૌથી વધારે ડ્રગ્સ ગુજરાતમાં પકડાય છે, ભાજપના મળતીયાઓ હપ્તા લે છેRushikesh Patel: જવાહરભાઇ નારાજ હશે તો તેની નારાજગી દૂર કરવામાં આવશે: ઋષિકેશ પટેલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
DevBhumi Dwarka: ખંભાળિયામાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ
DevBhumi Dwarka: ખંભાળિયામાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ
Gujarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી
IND W vs SA W 3rd ODI: અંતિમ વનડેમાં ભારતે સાઉથ આફ્રિકાને 6 વિકેટે હરાવ્યું, સીરીઝમાં 3-0થી કર્યું ક્લીન સ્વીપ
IND W vs SA W 3rd ODI: અંતિમ વનડેમાં ભારતે સાઉથ આફ્રિકાને 6 વિકેટે હરાવ્યું, સીરીઝમાં 3-0થી કર્યું ક્લીન સ્વીપ
Rajkot Rain: રાજકોટ જિલ્લાના જસદણમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
Rajkot Rain: રાજકોટ જિલ્લાના જસદણમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની કરી આગાહી
Gujarat Rain: અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની કરી આગાહી
સફેદ સાડીમાં આ અંદાજમાં ઝહીર ઈકબાલની દુલ્હન બની સોનાક્ષી સિન્હા, જુઓ કપલની પ્રથમ તસવીરો
સફેદ સાડીમાં આ અંદાજમાં ઝહીર ઈકબાલની દુલ્હન બની સોનાક્ષી સિન્હા, જુઓ કપલની પ્રથમ તસવીરો
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાએ જમાવટ બોલાવી, સાવરકુંડલા, ધારી, લાઠી,ખાંભામાં વરસાદ
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાએ જમાવટ બોલાવી, સાવરકુંડલા, ધારી, લાઠી,ખાંભામાં વરસાદ
Gir Somnath Rain: ગીર સોમનાથના તાલાલા પંથકમાં બે ઈંચ વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Gir Somnath Rain: ગીર સોમનાથના તાલાલા પંથકમાં બે ઈંચ વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Embed widget