શોધખોળ કરો

Gujarat Rain:  આગામી 24 કલાક 5 જિલ્લા માટે ભારે, જૂનાગઢ, અમરેલી, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના અનુમાન મુજબ હાલ 2 વરસાદી સિસ્ટમ શ્યોર અને સાઈસર  સક્રિય છે, જેના પગલે 2 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે.

ગાંધીનગર:  હવામાન વિભાગના અનુમાન મુજબ હાલ 2 વરસાદી સિસ્ટમ શ્યોર અને સાઈસર  સક્રિય છે, જેના પગલે 2 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે. આગામી 24 કલાક 5 જિલ્લા માટે ભારે છે. જૂનાગઢ, અમરેલી, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી મેઘમહેર છે.   અમદાવાદમાં પણ આજે સામાન્યથી ભારે વરસાદનો અનુમાન છે. આગામી 2 દિવસ રાજ્યમાં પવનની ગતિ 30 કિમી આસપાસ રહ્શે. અતિભારે વરસાદના અનુમાનના પગલે આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં 3 જુલાઈથી વરસાદનું જોર ઘટશે. 

ગુજરાત માટે આગામી 24 કલાક ભારે રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. અમરેલી, જૂનાગઢ,નવસારી, વલસાડ, દમણ,સુરતમાં આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Rain:  આગામી 24 કલાક 5 જિલ્લા માટે ભારે, જૂનાગઢ, અમરેલી, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની આગાહી

જૂનાગઢ જિલ્લામાં જળબંબાકાર

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આજે સતત બીજા દિવસે પણ મેઘ મહેર યથાવત છે. વિસાવદર તાલુકાના મોણીયા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. મોણીયા ગામને સડક સાથે જોડતા માર્ગ ઉપર પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો. 

જૂનાગઢ શહેરમાંથી પસાર થતી સોનરખ નદી ભારે વરસાદના કારણે બે કાંઠે થઈ છે. ગિરનાર પર્વત પરના વરસાદથી સોનરખ નદીમાં પાણીની આવક થઈ છે.  સોનરખ નદી બે કાંઠે થતા અનેક ગામડાઓ એલર્ટ પર છે.  ઉપરવાસમાં સારા વરસાદના કારણે આઠ ડેમ ઓવરફ્લો થતાં જૂનાગઢ જિલ્લાના 41 ગામ એલર્ટ પર છે. 

Gujarat Rain:  આગામી 24 કલાક 5 જિલ્લા માટે ભારે, જૂનાગઢ, અમરેલી, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની આગાહી

જૂનાગઢના ભેસાણ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  2 કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.  ઉપરવાસમાં ભારે વરસાદથી ભેસાણમાં જનજીવન પ્રભાવિત થયું છે. અનેક ખેતરો બેટમાં ફેરવાયા છે.  નદી-નાળાઓમાં પાણીની ભારે આવક થઈ છે.  

રાજયમાં ભારે વરસાદ બન્યો આફતરૂપ, કુલ આ 218 રસ્તા કરાયા બંધ

રાજયમાં ભારે વરસાદના પગલે કુલ 218 રસ્તા બંધ કરવામાં આવ્યાં છે.  9 સ્ટેટ હાઈવે અને પંચાયત હસ્તકના 198 રોડ વરસાદના કારણે બંધ કરવામાં આવ્યાં છે. સૌથી વઘુ નવસારીમાં 67 માર્ગો બંધ કરવામાં આવ્યાં છે. તો રાજયમાં કુલ 32 રૂટ રદ કરાયા છે. 32 રૂટની 104 ટ્રીપ વરસાદના કારણે બંધ કરવામાં આવી છે. વરસાદી પાણી ફરી વળતા અનેક ઠેકાણે રસ્તાઓને ભારે નુકસાનના અહેવાલ છે.

ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદના કારણે  ઉનાની રૂપેણ અને માલણ નદીમાં પૂર આવ્યું છે. નદી  બે કાંઠે વહેતી થઇ છે.  ખત્રીવાડા ગામના કોઝવે પર પણ નદીના પાણી ફરી વળ્યા  છે.  સનખડાથી ખત્રીવાડા તરફનો રસ્તો બંધ થયો છે.  વાહન વ્યવહાર ખોરવાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ગીર સોમનાથમાં ગીર ગઢડામાં મૂશળધાર વરસાદના કારણે ચીખલ કુબા નેસમાં આવેલ રાવલ ડેમના વધુ 2 દરવાજા ખોલવામાં આવતા  ઉનાના 19 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Republic Day: રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની તાપી જિલ્લામાં કરાશે ઉજવણીKhyati Hospital Scandal: કુખ્યાત કાર્તિક પટેલને લઈ પોલીસ પહોંચી ખ્યાતિ હોસ્પિટલAmbalal Patel Prediction: ગુજરાતના રાજકારણમાં પક્ષપલટાની મોસમ થશે શરૂ, અંબાલાલ પટેલની રાજકીય આગાહીBorsad Murder : બોરસદમાં પ્રેમ પ્રકરણમાં યુવકની જાહેરમાં હત્યા, જુઓ કોણે કરી નાંખી હત્યા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
RG Kar Rape And Murder: કોલકતા ડોક્ટર હત્યા કેસમાં દોષીને આજે મળશે સજા, ફાંસી કે આજીવન કેદ
RG Kar Rape And Murder: કોલકતા ડોક્ટર હત્યા કેસમાં દોષીને આજે મળશે સજા, ફાંસી કે આજીવન કેદ
સૈફ અલી ખાનને હોસ્પિટલ પહોંચાડનાર રિક્ષા ડ્રાઈવરને ઈનામમાં મળ્યા હજારો રુપિયા  
સૈફ અલી ખાનને હોસ્પિટલ પહોંચાડનાર રિક્ષા ડ્રાઈવરને ઈનામમાં મળ્યા હજારો રુપિયા  
RBI ની નવી ગાઈડલાઈન, કરોડો યૂઝર્સને ફ્રોડથી રાહત, માત્ર આ બે નંબર પરથી આવશે બેંકિંગ કોલ 
RBI ની નવી ગાઈડલાઈન, કરોડો યૂઝર્સને ફ્રોડથી રાહત, માત્ર આ બે નંબર પરથી આવશે બેંકિંગ કોલ 
Government Jobs 2025: આ રાજ્યમાં 1 લાખથી વધુ પદો માટે ભરતી, એક ક્લિકમાં ચેક કરો તમામ ડિટેલ્સ  
Government Jobs 2025: આ રાજ્યમાં 1 લાખથી વધુ પદો માટે ભરતી, એક ક્લિકમાં ચેક કરો તમામ ડિટેલ્સ  
Embed widget