Chhota Udaipur: છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ, નદી નાળા છલકાયા
રાજ્યમાં આજે પણ મેઘરાજા મહેરબાન થયા છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે આજે છોટા ઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

છોટાઉદેપુર : રાજ્યમાં આજે પણ મેઘરાજા મહેરબાન થયા છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે આજે છોટા ઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને લઈ નદી નાળાઓ છલકાયા છે. છોટા ઉદેપુરમાં ભારે વરસાદને લઈ તમામ નદી નાળાઓમાં પાણીની ભારે આવક થઈ છે.
બોડેલીમાં ધોધમાર વરસાદ
બોડેલીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા પાણી ભરાય ગયા હતા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચલાકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બોડેલી, અલીખેરવા, જબુગામ, માકણી, સૂર્યાધોડા સહીતના ગામોમાં વરસાદ પડ્યો છે.
વ્યારામાં ધોધમાર વરસાદ વરસ્યો
આજે તાપી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. તાપી જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. વ્યારામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. વ્યારા તાલુકામાં 3.5 ઇચ જેટલો વરસાદ પડતા નદીઓ બે કાંઠે થઈ છે. વ્યારાથી જેતપુર મદાવને જોડતો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. મીંઢોળા નદીમાં ભરપૂર પાણીની આવકને પગલે લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ થયો છે.
ભારે વરસાદને લઈ વાહનવ્યવહાર પર અસર
તાપી જિલ્લામાં વરસાદ વચ્ચે 25 જેટલા પંચાયત હસ્તકના રસ્તા બંધ છે. વ્યારા 10 વાલોડ 2 સોનગઢ 11 અને ડોલવણ તાલુકામાં 2 માર્ગે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.
બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 100 તાલુકામાં વરસાદ
રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે આજે પણ વહેલી સવારથી જ રાજ્યમાં વરસાદ માહોલ છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. આજે બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 100 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 4.45 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે
કપરાડા અને ધરમપુરમાં 3.5 ઈંચ વરસાદ પડ્યો છે.
12 જુલાઇ સુધી ધોધમાર વરસાદની અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતમાં આગામી12 જુલાઇ સુધી ધોધમાર વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર અનેક વિસ્તારોમાં 8 થી 10 ઈંચ વરસાદ ખાબકશે. ઉત્તર ગુજરાતના અનેક ભાગો જળમગ્ન થવાની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા ભૂક્કા બોલાવશે. 18 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.




















