શોધખોળ કરો

Rain Update:સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટીંગ, વરસાદે વેર્યો વિનાશ, ગીર સોમનાથમાં આજે રેડ એલર્ટ

Rain Update:ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. સૂત્રાપાડામાં આઠ ઈંચ વરસાદથી અનેક ખેતરો બેટમાં ફેરવાયા છે.. સૂત્રાપાડાના કનેહર વિસ્તારના અનેક ખેતરો બેટમાં ફેરવાયા છે.

Rain Update: ગુજરાતમાં વરસાદની ફરી રીએન્ટ્રીએ ગરબાના રંગમાં ભંગ પાડ્યો છે. ગઇકાલથી સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની એન્ટ્રીએ ગરબા પંડાલને પાણી પાણી કરી દીધા હતા. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શકયતાને જોતા આજે પણ રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં આજે વરસાદનું રેડ એલર્ટ છે.

ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. સૂત્રાપાડામાં આઠ ઈંચ વરસાદથી અનેક ખેતરો બેટમાં ફેરવાયા છે.. સૂત્રાપાડાના કનેહર વિસ્તારના અનેક ખેતરો બેટમાં ફેરવાયા છે.ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સૂત્રાપાડા પંથકમાં મોડીરાત્રે ધોધમાર વરસાદ  વરસ્યો.  છેલ્લા 24 કલાકમાં વેરાવળમાં 5,કોડીનાર, તલાલામાં 4-4 ઈંચ, ઉના અને ગીર ગઢડામાં 3-3 ઈંચ વરસાદ વરસ્યો.

ગીર સોમનાથમાં ભારે વરસાદના પગલે  રાવલ ડેમમાં પાણીની આવક થઇ છે. રાવલ ડેમના ચાર દરવાજા 0.90 મીટર ખોલાયા છે. જેના પગલે  ગીર ગઢડા,ઉના તાલુકાના ગામોને  એલર્ટ કરાયા છે. તાલાલના આંબળાશ ગામમાં  પાણી ભરાયા છે.ગામના માર્ગો પર નદીની જેમ પાણી વહેતા થયા છે. તલાલા પંથકમાં વરસ્યો ચાર ઈંચ વરસાદ વરસ્યો છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાત પર પહોંચતા રાજયમાં અતિભારે વરસાદનો દૌર શરૂ થયો છે. આ સિસ્ટમ કાલે દક્ષિણ ગુજરાતમાં પહોંચતા ગઇકાલથી દક્ષિણ  ગુજરાતમાં મેઘરાજાએ તોફાની અંદાજમાં એન્ટ્રી કરી હતી. સુરત, વલસાડ, નવસારીમાં ધોધમાર વરસાદ વરસ્યો. આ સિસ્ટમની અસરથી ગઇકાલ બપોર બાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ મેઘાવી માહોલ જામ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતાં કેટલીક જગ્યાએ ગરબાનું આયોજન રદ કરવામાં આન્યું હતું. આ સિસ્ટમની અસરથી ગુજરાતમાં આગામી 2 ઓક્ટોબર સુધી સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. આ સિસ્ટમ આગળ જતાં અરબી સમુદ્રમાં ગયા બાદ વધુ મજબૂત બને તેવી પણ એક શક્યતા છે. જો આ સિસ્ટમ વધુ  મજબૂત બનશે તો વાવાઝડું પણ સર્જાઇ શકે છે. જો કે આ સિસ્ટમ અરબી સમુદ્રમાં પહોંચતા જ ઓમાન તરફ ફંટાઇ જશે જેથી આપણે  વાવાઝોડાનો ખતરો નથી.  જો કે આ સિસ્ટમની અસરથી ગઇકાલથી જ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શરૂઆત થઇ ગઇ છે. આ સિસ્ટમની અસર સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને થશે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગમાં ભારે વરસાદ વરસશે. આ સિવાય દિવ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે. ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ખેડા,આણંદમાં પણ ભારે વરસાદ વરસશે.                            

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

યુવાધનને બચાવવા ગૃહ વિભાગનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
યુવાધનને બચાવવા ગૃહ વિભાગનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ
પ્રેમી પંખીડા માટે માઠા સમાચાર: લગ્ન રજીસ્ટ્રેશનમાં 30 દિવસનો નવો નિયમ લાવશે ગુજરાત સરકાર
પ્રેમી પંખીડા માટે માઠા સમાચાર: લગ્ન રજીસ્ટ્રેશનમાં 30 દિવસનો નવો નિયમ લાવશે ગુજરાત સરકાર
GUJCET 2026 Registration: આજથી ગુજકેટ માટે ફોર્મ ભરવાનું શરૂ, છેલ્લી તારીખ ચૂકી ન જતા; જાણો ફી અને પ્રક્રિયા
GUJCET 2026 Registration: આજથી ગુજકેટ માટે ફોર્મ ભરવાનું શરૂ, છેલ્લી તારીખ ચૂકી ન જતા; જાણો ફી અને પ્રક્રિયા
Advertisement

વિડિઓઝ

GSSSB Bharti 2025 : ગૌણ સેવા પસંદગી મંડળે ભરતીની કરી જાહેરાત
Rajkot news: રાજકોટમાં બે યુવતીએ પી લીધું ફિનાઈલ, ત્રણ યુવતી સહિત ચાર સામે લગાવ્યો આરોપ
Dahod News: દાહોદના સંજેલી આરોગ્ય કેન્દ્રમાં ગંભીર બેદરકારીનો આરોપ લાગ્યો
Mehsana news: સ્કૂલનો શિક્ષક બન્યો શેતાન, મહેસાણામાં શિક્ષકે ચાર વિદ્યાર્થીને માર્યો માર
Chhota Udaipur news: બોડેલી નજીક રેલવે ફાટકમાં ટેકનિકલ ક્ષતિ સર્જાતા મોટી દુર્ઘટના ટળી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુવાધનને બચાવવા ગૃહ વિભાગનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
યુવાધનને બચાવવા ગૃહ વિભાગનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ
પ્રેમી પંખીડા માટે માઠા સમાચાર: લગ્ન રજીસ્ટ્રેશનમાં 30 દિવસનો નવો નિયમ લાવશે ગુજરાત સરકાર
પ્રેમી પંખીડા માટે માઠા સમાચાર: લગ્ન રજીસ્ટ્રેશનમાં 30 દિવસનો નવો નિયમ લાવશે ગુજરાત સરકાર
GUJCET 2026 Registration: આજથી ગુજકેટ માટે ફોર્મ ભરવાનું શરૂ, છેલ્લી તારીખ ચૂકી ન જતા; જાણો ફી અને પ્રક્રિયા
GUJCET 2026 Registration: આજથી ગુજકેટ માટે ફોર્મ ભરવાનું શરૂ, છેલ્લી તારીખ ચૂકી ન જતા; જાણો ફી અને પ્રક્રિયા
IPL 2026 Auction: મથીશા પાથિરાના બન્યો સૌથી મોંઘો ખેલાડી, જાણો કોલકાતાએ કેટલા કરોડમાં ખરીદ્યો 
IPL 2026 Auction: મથીશા પાથિરાના બન્યો સૌથી મોંઘો ખેલાડી, જાણો કોલકાતાએ કેટલા કરોડમાં ખરીદ્યો 
IPL 2026: 25 કરોડમાં વેચાયેલા કેમેરોન ગ્રીનને મોટું નુકસાન! પગારમાંથી ₹7.2 કરોડ કપાશે, જાણો કેમ?
IPL 2026: 25 કરોડમાં વેચાયેલા કેમેરોન ગ્રીનને મોટું નુકસાન! પગારમાંથી ₹7.2 કરોડ કપાશે, જાણો કેમ?
IPL 2026 Auction:કૈમરુન ગ્રીને તોડ્યા  તમામ રેકોર્ડ, KKR એ 25.20 કરોડમાં ખરીદ્યો 
IPL 2026 Auction:કૈમરુન ગ્રીને તોડ્યા  તમામ રેકોર્ડ, KKR એ 25.20 કરોડમાં ખરીદ્યો 
IPL 2026 Auction: હરાજીમાં અનસોલ્ડ રહ્યા પૃથ્વી શો, જૈક ફ્રેઝર મૈકગર્ક અને ડેવોન કૉનવે, કોઈએ ન લગાવી બોલી
IPL 2026 Auction: હરાજીમાં અનસોલ્ડ રહ્યા પૃથ્વી શો, જૈક ફ્રેઝર મૈકગર્ક અને ડેવોન કૉનવે, કોઈએ ન લગાવી બોલી
Embed widget