શોધખોળ કરો

Rain Update:જૂનાગઢ જિલ્લામાં ધોધમાર, અનેક વિસ્તાર જળમગ્ન, હસનાપુર ડેમ ઓવરફ્લો

Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાને મેઘરાજાએ ઘમરોળ્યું. જૂનાગઢ પણ વરસાદથી તરબોળ થયું. જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.

Rain Update:જૂનાગઢ જિલ્લામાં આજે મેઘરાજાએ ધુવાધાર બેટિંગ  કરી, સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આજે જૂનાગઢમાં 2.9 ઈંચ વરસાદ વરસ્યો છે.  શહેરમાં વરસ્યો 2.09 ઈંચ,વડિયામાં 1.77, વંથલીમાં 1.73 ઈંચ,સોનગઢમાં 1.73 ઇંચ વરસાદ વરસ્યો. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તાર જળમગ્ન થતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. કાળા ડિંબાગ વાદળો વચ્ચે વરસાદ વરસતાં વિઝિબિલિટી પણ ડાઉન થઇ હતી જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. ભારે વરસાદના કારણે વાહન વ્યવવહાર અવરોધાતા ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ઝાંઝરડા રોડ પર ગરનાળામાં પાણી ભરાયું છે. ભવનાથ તરફ જતા રસ્તા પર પણ પાણી ભરાયા છે. જૂનાગઢના માળિયા હાટીનામાં અંડરબ્રિજ  સ્વિમિંગ પુલ બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. ધોધમાર વરસાદથી આખો અંડરબ્રિજ થયો પાણીમાં ગરકાવ થઇ ગયો છે. નોંધનિય છે કે, 3.5 કરોડના ખર્ચે  અંડરબ્રિજ પાણીમાં તૈયાર થયો હતો.

આજના દિવસમાં જૂનાગઢમાં 1.77 ઈંચ વરસાદ વરસ્યો છે. આજના દિવસમાં જૂનાગઢ શહેરમાં 1.77 ઈંચ વરસાદ વરસ્યો, ભારે વરસાદના કારણે દામોદર કુંડમાં પાણી વધતા લોકો માટે  પ્રતિબંધ મૂકાયો છે. દામોદર કુંડમાં પિતૃ તર્પણ માટે પ્રવેશબંધી કરાઇ છે. દામોદર કુંડથી લોકોને દૂર ખસેડવામાં આવી રહ્યા છે.દામોદર કુંડમાં  જળબંબાકારના કારણે દામોદર કુડં પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.દામોદર કુંડ પર SDRFની ટીમ પણ તૈનાત કરાઇ છે. ધોધમાર વરસાદથી ફરી જૂનાગઢની  નદીઓએ  રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સોનરખ અને કાળવા નદીમાં પાણીની ભારે આવક થતાં નદી ગાંડીતૂર બની છે.ગિરનાર પર્વત પર ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે.  ભારે વરસાદના કારણે  જૂનાગઢનો હસનાપુર ડેમ ઓવરફ્લો થયો છે.

જટાશંકરમાં પ્રવાસી ફસાયા

ભારે વરસાદના કારણે ઝરણાની વચ્ચે ગિરનાર પર્વત પર જટાશંકર ખાતે ફરી એકવાર પ્રવાસી ફસાયા હતા. જેમને વન વિભાગની ટીમે રેસ્કયૂ કરી બહાર કાઢ્યા હતા.   કોઝવે સુધી પાણી પહોચતા પ્રવાસીઓ ફસાયા હતા. ભારે વરસાદના કારણે જ જંગલના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. જટાશંકર મહાદેવ મંદિર અને વિલિંગ્ડન ડેમ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે.  પ્રવાસીઓ અને ભાવિકોની સુરક્ષાને લઈ જિલ્લા કલેકટરે નિર્ણય કર્યો છે.               

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Cyclone Ditwah: ભારે વરસાદ વચ્ચે તમિલનાડુમાં સ્કૂલ-કોલેજ બંધ, અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર
Cyclone Ditwah: ભારે વરસાદ વચ્ચે તમિલનાડુમાં સ્કૂલ-કોલેજ બંધ, અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર
Vladimir Putin: પુતિનના ભારત પ્રવાસ પર થશે મોટી ડિફેન્સ ડીલ! ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન
Vladimir Putin: પુતિનના ભારત પ્રવાસ પર થશે મોટી ડિફેન્સ ડીલ! ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન
તમારા ફોનમાં 'સંચાર સાથી' એપથી શું ઈચ્છે છે સરકાર? વિપક્ષે ઉઠાવ્યા સવાલ
તમારા ફોનમાં 'સંચાર સાથી' એપથી શું ઈચ્છે છે સરકાર? વિપક્ષે ઉઠાવ્યા સવાલ
8th Pay Commission: શું DA  અને બેસિક પેને લઈને સરકારનું મોટું નિવેદન? સંસદમાં આપી જાણકારી
8th Pay Commission: શું DA અને બેસિક પેને લઈને સરકારનું મોટું નિવેદન? સંસદમાં આપી જાણકારી
Advertisement

વિડિઓઝ

Swami Pradiptananda Saraswati : લગ્ન સમયે 3 સંતાનનો સંકલ્પ લેવો જોઇએ
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે સોનું-ચાંદી ?
Harsh Sanghavi : સરદાર સાહેબની ગાથાને કોંગ્રેસ દબાવી રહી હતી, નાયબ મુખ્યમંત્રીના કોંગ્રેસ પર પ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : સમુહલગ્નમાં CMનો કોમનમેન અંદાજ
Hun To Bolish : હું તો બોલીશ : સેમ્પલના નામે તમાશો ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Ditwah: ભારે વરસાદ વચ્ચે તમિલનાડુમાં સ્કૂલ-કોલેજ બંધ, અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર
Cyclone Ditwah: ભારે વરસાદ વચ્ચે તમિલનાડુમાં સ્કૂલ-કોલેજ બંધ, અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર
Vladimir Putin: પુતિનના ભારત પ્રવાસ પર થશે મોટી ડિફેન્સ ડીલ! ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન
Vladimir Putin: પુતિનના ભારત પ્રવાસ પર થશે મોટી ડિફેન્સ ડીલ! ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન
તમારા ફોનમાં 'સંચાર સાથી' એપથી શું ઈચ્છે છે સરકાર? વિપક્ષે ઉઠાવ્યા સવાલ
તમારા ફોનમાં 'સંચાર સાથી' એપથી શું ઈચ્છે છે સરકાર? વિપક્ષે ઉઠાવ્યા સવાલ
8th Pay Commission: શું DA  અને બેસિક પેને લઈને સરકારનું મોટું નિવેદન? સંસદમાં આપી જાણકારી
8th Pay Commission: શું DA અને બેસિક પેને લઈને સરકારનું મોટું નિવેદન? સંસદમાં આપી જાણકારી
Air Pollution: અમદાવાદની હવા બની અત્યંત ઝેરી, એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
Air Pollution: અમદાવાદની હવા બની અત્યંત ઝેરી, એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
પાંચ વર્ષમાં કેટલી ખાનગી કંપનીઓ થઈ બંધ? સરકારે સંસદમાં આપી જાણકારી
પાંચ વર્ષમાં કેટલી ખાનગી કંપનીઓ થઈ બંધ? સરકારે સંસદમાં આપી જાણકારી
Gujarat IPS Promotion: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 6 IPS અધિકારીઓને મળી બઢતી; મનોજ શશિધર અને રાજુ ભાર્ગવ બન્યા DG
Gujarat IPS Promotion: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 6 IPS અધિકારીઓને મળી બઢતી; મનોજ શશિધર અને રાજુ ભાર્ગવ બન્યા DG
પબજી રમતો હતો બેરોજગાર પતિ, ના પાડવા પર કરી દીધી પત્નીની હત્યા, છ મહિના અગાઉ કર્યા હતા લગ્ન
પબજી રમતો હતો બેરોજગાર પતિ, ના પાડવા પર કરી દીધી પત્નીની હત્યા, છ મહિના અગાઉ કર્યા હતા લગ્ન
Embed widget