શોધખોળ કરો

Patan Rain: સતત બીજા દિવસે પાટણ જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

પાટણ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  ભારે પવન સાથે પાટણ શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  

પાટણ: પાટણ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  ભારે પવન સાથે પાટણ શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  ધોધમાર વરસાદ વરસતા પાટણ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. પાટણના ગુલશનનગર, મદની ફ્લેટ, મન્નત સોસાયટી, આનંદનગર વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો  છે. 

પાટણ જિલ્લામાં સતત બીજા દિવસે અવિરત વરસાદ વરસી રહ્યો છે.  સાંતલપુરમા વહેલી સવારથી અત્યાર સુધી 1.5 ઈંચ વરસાદ ખાબક્યો છે.  અવિરત વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમા પાણી ભરાવાનું શરૂ થયું છે.  સાંતલપુર, વારાહી, ઉનડી, ગોતરકા, મઢુત્રા, વોવામાં વરસાદ વરસ્યો છે.  વરસાદને લઈ ખેડૂતોમાં હરખની હેલી છે. 

પાટણ જિલ્લામાં વહેલી સવારથી  વરસાદ જામ્યો છે.  જિલ્લામાં તમામ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે.  સરસ્વતી તાલુકામાં 6થી  8માં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે.  પાટણમાં દોઢ ઇંચ,  શંખેશ્વર 1ઇંચ અન્ય તાલુકામાં 04 મિમીથી અડધા ઇંચ સુધી વરસાદ વરસ્યો છે.  સાંતલપુર તાલુકામાં 4થી  8 વાગ્યા સુધીમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. 

આજે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે. જેમાં પોરબંદર, દ્વારકા,  જામનગર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય ગીર સોમનાથ, જૂનાગઢ, મોરબીમાં પણ ભારે વરસાદની સંભાવના છે.  હવામાન વિભાગ મુજબ નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી માટે આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી અને યલો એલર્ટ છે.

રાજ્યના 206 પૈકી 75 જળાશયો એલર્ટ પર

રાજ્યના 206 પૈકી 75 જળાશયો એલર્ટ પર છે.  90 ટકાથી વધુ ભરાયેલા 52 જળાશયો હાઈએલર્ટ પર છે. 80થી 90 ટકા ભરાયેલા 11 જળાશયો એલર્ટ પર છે., તો 70થી 80 ટકા ભરાયેલા 12 જળાશયો વોર્નિંગ પર છે. રાજ્યના 207 પૈકી 45 જળાશયો  છલોછલ છે.  સૌરાષ્ટ્રના 35, કચ્છના છ તો દક્ષિણ ગુજરાતના ચાર જળાશયો સંપૂર્ણ ભરાઇ ચૂક્યાં છે.  કુલ 207 જળાશયોમાં હાલ 49.50 ટકા જળસંગ્રહ છે.

રાજ્યના કુલ 127 રસ્તાઓ બંધ થયા

ગુજરાતમાં મોનસૂન  (monsoon)એક્ટિવ છે પરંતુ તેની પેર્ટન બદલાઇ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ઘમરોળ્યાં બાદ હવે ઉતર ગુજરાતમાં વરસાદ (rain) ધરાને ધરવી રહ્યો છે.  જો કે ભારે વરસાદ કેટલીક જગ્યાએ આફત રૂપ બન્યો છે. ભાર વરસાદના કારણે અનેક ગામો વીજળી ગૂલ છે તો કેટલાક રસ્તા પણ બંધ છે. ભારે વરસાદના પગલે  રાજ્યના કુલ 127 રસ્તાઓ બંધ થયા છે. જેમાં  9 સ્ટેટ હાઈવે અને 113 પંચાયતના રસ્તાઓનો સમાવેશ થાય છે.  આ તમામ રસ્તાઓ ભારે વરસાદના  કારણે ઠપ્પ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Advertisement
ABP Premium

વિડિઓઝ

National Green Tribunal: ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ કરશો તો થશે સજાHun To Bolish : હું તો બોલીશ : ગુલાટ મારતો આતંકHun To Bolish : હું તો બોલીશ : માફિયાઓ સામે દાદાનો દમBZ Group Scam: રોકાણકારોના ફસાયેલા નાણાં મુદ્દે CID ક્રાઈમના DIGનું મોટુ નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
Embed widget