શોધખોળ કરો

Gir somnath: વેરાવળમાં ફરી મેઘરાજાએ કરી જમાવટ, અનેક વિસ્તારો થયા જળમગ્ન

ગીર સોમનાથ જિલ્લામાં અડધા દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી થતા લોકોના જીવ પડીકે બંધાયા છે.

ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લામાં અડધા દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી થતા લોકોના જીવ પડીકે બંધાયા છે.  વેરાવળ શહેર અને તાલુકામાં આજે વહેલી સવારથી ફરી વરસાદી માહોલ જામ્યો હતો.  વેરાવળ શહેરમાં બે કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસી ગયો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.  સૂત્રાપાડામાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. બે કલાકમાં અહીં બે ઈંચ વરસાદ વરસી ગયો છે. 

મુશળધાર વરસાદના કારણે ખેડૂતો ચિતિંત

વેરાવળ શહેર અને તાલુકાના નાવદ્રા, ઈન્દ્રોય, સોનારીયા સહિતના ગામમાં મુશળધાર વરસાદના કારણે ખેડૂતો ચિતિંત બન્યા છે. આ તરફ સોમનાથ મહાદેવ મંદિર વિસ્તારમાં પણ આજે ધોધમાર વરસાદ વરસ્યો છે.  થોડા દિવસોમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે.  ત્યારે શ્રાવણી પર્વ પહેલા જ સોમનાથ મહાદેવ પર જળાભિષેક કરી રહ્યા છે.  

લીલાશાહનગર સોસાયટીમાં પણ ગોઠણડૂબ પાણી

આ તરફ ફરી મુશળધાર વરસાદના કારણે વેરાવળના ભાલકા વિસ્તારમાં આવેલું જગવિખ્યાત કૃષ્ણ ભગવાનનું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.  મંદિર આસપાસની અનેક સોસાયટીમાં કેડસમા પાણી ભરાઈ ગયા હતા. જ્યારે સોમનાથ ટોકીઝ, હુશેન રોડ બેટમાં ફેરવાઈ ગયો હતો. અહીં રોડ-રસ્તા, દુકાનો બધુ જ  જળમગ્ન છે.  વેરાવળના લીલાશાહનગર સોસાયટીમાં પણ ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા હતાં.  આ સોસાયટીમાં અંદાજિત 100થી વધુ ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. ઘરમાં પાણી ભરાતા લોકોની ઘરવખરીને નુકસાન થયું છે.  અહીંના સ્થાનિકોનો આરોપ છે કે પાણીના નિકાલના અભાવે દર વર્ષે ચોમાસામાં આજ સ્થિતિ સર્જાઈ છે.

સિઝનનો અત્યાર સુધીમાં 38.28 ટકા વરસાદ

રાજ્યમાં અત્યાર સુધીમાં વરસેલા સિઝનના વરસાદની વાત કરીએ તો રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 38.28 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 57.10 ટકા તો કચ્છમાં સિઝનનો અત્યાર સુધીમાં  51.10 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં  40.50 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 23.09 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં માત્ર 23.86 ટકા  વરસાદ વરસી ચૂક્યો છે.  

NDRFની 10 ટીમો તૈનાત

અધિકારીઓએ જણાવ્યું કે અસરગ્રસ્ત જિલ્લાઓમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની 10 ટીમો તૈનાત કરવામાં આવી છે અને ફસાયેલા લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવા માટે બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ભારે વરસાદના કારણે 16 જળાશયો ભરાયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Scholarship Scam: જૂનાગઢમાં સ્કોલરશીપ કૌભાંડનો પર્દાફાશ, સંસ્થાના સંચાલકે વિદ્યાર્થીઓના લાખો રૂપિયા કર્યા ચાઉં
Scholarship Scam: જૂનાગઢમાં સ્કોલરશીપ કૌભાંડનો પર્દાફાશ, સંસ્થાના સંચાલકે વિદ્યાર્થીઓના લાખો રૂપિયા કર્યા ચાઉં
ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ: આરોગ્ય મંત્રીની સ્પષ્ટતા, નિયમ ભંગ કરનાર સામે થશે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ: આરોગ્ય મંત્રીની સ્પષ્ટતા, નિયમ ભંગ કરનાર સામે થશે કડક કાર્યવાહી
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ

વિડિઓઝ

આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
Embed widget