Heavy Rain: 'મેઘો મુશળધાર' છતાં બનાસકાંઠાના આ બે મોટા જળાશયો 'ખાલીખમ', જાણો કેટલું છે પાણી
Heavy Rain: દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત બાદ છેલ્લા બે દિવસથી મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે
Heavy Rain: દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત બાદ છેલ્લા બે દિવસથી મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, છેલ્લા બે દિવસથી બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ સહિતના જિલ્લાઓમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે, કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે, છતાં એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. મુશળધાર વરસાદ વરસવા છતાં બનાસકાંઠાના બે ડેમોમાં જળસ્તર નહીંવત રીતે વધી રહ્યાં છે, એટલે કે હાલમાં ખાલીખમ સ્થિતિમાં છે.
બનાસકાંઠા જિલ્લા અને ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જિલ્લામાં મોટાભાગના ગામોમાં પાણી ભરાયા છે અને જનજીવન અસ્તવ્યસ્ત થયા છે. પરંતુ આ બધાની વચ્ચે બનાસકાંઠાના જળાશયોની સ્થિતિ ખરાબ છે. હાલમાં મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠા જિલ્લાના જળાશયો હજુ પણ ખાલીખમ સ્થિતિમાં જોવા મળી રહ્યાં છે, જિલ્લાના બે ડેમો, દાંતિવાડા અને સીપુ ડેમમાં પાણીની ઓછી આવક થઇ છે. હાલમાં દાંતિવાડા ડેમની હાલની સપાટી 564.86 ફૂટ સુધી જ પહોંચી છે, દાંતિવાડા ડેમમાં માત્ર 18 ટકા જળસંગ્રહ છે, જ્યારે સીપુ ડેમમાં હાલ માત્ર 10 ટકા જળસંગ્રહ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ
- મહેસાણામાં ખાબક્યો સાડા સાત ઈંચ
- પ્રાંતિજમાં ખાબક્યો સાડા છ ઈંચ
- વિસનગરમાં વરસ્યો સાડા છ ઈંચ
- હાંસોટમાં વરસ્યો પોણા છ ઈંચ
- વિજાપુરમાં વરસ્યો સાડા પાંચ ઈંચ
- લુણાવાડામાં વરસ્યો સાડા પાંચ ઈંચ
- વડગામમાં સવા પાંચ ઈંચ
- જોટાણામાં પાંચ ઈંચ
- ખંભાતમાં પોણા પાંચ ઈંચ
- તલોદમાં સાડા ચાર ઈંચ
- હિંમતનગરમાં સાડા ચાર ઈંચ
- માણસામાં સાડા ચાર ઈંચ
- મોડાસામાં સવા ચાર ઈંચ
- કપરાડામાં સવા ચાર ઈંચ
- વડોદરામાં ચાર ઈંચ
- મેઘરજમાં ચાર ઈંચ
- બાયડમાં ચાર ઈંચ
- સાંતલપુરમાં સાડા ત્રણ ઈંચ
- નડીયાદમાં સવા ત્રણ ઈંચ
- વડનગરમાં સવા ત્રણ ઈંચ
- બેચરાજીમાં ત્રણ ઈંચ
- ઊંઝામાં ત્રણ ઈંચ
- વાપીમાં ત્રણ ઈંચ
- ધરમપુરમાં પોણા ત્રણ ઈંચ
- પાલનપુરમાં પોણા ત્રણ ઈંચ
- ખાનપુરમાં અઢી ઈંચ
- દેહગામમાં અઢી ઈંચ
- વાગરામાં અઢી ઈંચ
- કડીમાં અઢી ઈંચ
- સંતરામપુરમાં અઢી ઈંચ
- ઓલપાડમાં સવા બે ઈંચ
- ભિલોડામાં સવા બે ઈંચ
- માતરમાં સવા બે ઈંચ
- ધાનેરામાં સવા બે ઈંચ
- બાવળામાં સવા બે ઈંચ
- આહવામાં સવા બે ઈંચ
- ઉમરગામ, દાંતિવાડામાં બે બે ઈંચ
- ધનસુરા, માલપુર,માંડલમાં બે બે ઈંચ
- ખેડબ્રહ્મા, અમીરગઢ, ઈડરમાં બે બે ઈંચ
- ચોર્યાસી, ડીસા, સુરત શહેરમાં બે બે ઈંચ
- ક્વાંટ, સિદ્ધપુર, મહુધામાં પોણા બે ઈંચ