શોધખોળ કરો
Advertisement
આગામી 24 કલાકમાં ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ થશે અતિભારે વરસાદ? જાણો વિગત
મહત્વની વાત એ છે કે, આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાત, કચ્છ, દીવ અને સૌરાષ્ટ્રના ભાવનગર-અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
અમદાવાદ: સોમવાર રાતથી જ ગુજરાતના વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે અને રાતે જ ગુજરાતમાં ઘણી જગ્યાએ ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો હતો. મહત્વની વાત એ છે કે, આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાત, દીવ અને સૌરાષ્ટ્રના ભાવનગર-અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દીવ અને સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીમાં પણ અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વરસાદ સાથે ભારે પવન પણ ફૂંકાશે તેવું કહેવું છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે અમદાવાદ સહિત ગુજરાતમાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં કડાકા-ભડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. અનેક જગ્યાએ ભારે વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં 4 ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. ઉના અને ગીરમાં 4-4 ઈંચ, દિવમાં 2.5 ઈંચ અને ગિર ગઢડામાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. ઉના અને ગીરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને લઈને ગીર ગઢડાના શાંગાવાડી નદીમાં પૂર આવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion