Rain Forecast: રાજ્યભરમાં મેઘરાજાની જમાવટ, આગામી 3 કલાક આ જિલ્લામાં પડશે ભારે વરસાદ
હાલ રાજ્યમાં ત્રણ વરસાદી સિસ્ટમ એક્ટિવ હોવાથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાકમાં કેટલાક જિલ્લા માટે ભારે વરસાદની આગાહી કરી છે.
Rain Forecast:હાલ રાજ્યમાં ત્રણ વરસાદી સિસ્ટમ એક્ટિવ હોવાથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાકમાં કેટલાક જિલ્લા માટે ભારે વરસાદની આગાહી કરી છે.
રાજ્યભરમાં હાલ મેઘરાજાએ જમાવટ કરી છે. સમગ્ર રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સામાન્યથી ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 3 કલાક રાજ્યભરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદનો અનુમાન છે.
ક્યા જિલ્લામાં વરસાદનો અનુમાન
હવામાન વિભાગના અનુમાન મુજબ બનાસકાંઠા, કચ્છ, મોરબી,સુરેન્દ્રનગર, પાટણ, સાબરકાંઠા, ગાંઘીનગર, ખેડા,
અમદાવાદ, ભરૂચ, સુરતમાં વરસાદની આગાહી કરી છે. રાજકોટ, જામનગર, પોરબંદરમાં પણ વરસાદની આગાહી કરી છે. જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથ સહિત મહેસાણા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં ગાજવીજ સાથે વરસાદનો અનુમાન છે. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, ભાવનગર, બોટાદ, દીવ, દ્વારકામાં પણ મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 224 તાલુકામાં નોંધાયો વરસાદ
- જામનગર તાલુકામાં સાડા ચાર ઈંચ વરસાદ
- ગીર સોમનાથના તાલાલામાં સવા ચાર ઈંચ વરસાદ
- મહેસાણાના વિજાપુરમાં ચાર ઈંચ વરસાદ
- ગીર સોમનાથના વેરાવળમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
- સુરતના માંડવીમાં ત્રણ ઈંચ વરસાદ
- હારીજ, મોરબી તાલુકામાં પોણા ત્રણ ઈંચ વરસાદ
- વાંસદા, હિંમતનગર, ભૂજમાં સવા બે ઈંચ વરસાદ
- સુત્રાપાડા, ટંકારા, હળવદમાં સવા બે ઈંચ વરસાદ
- માંગરોળ, બારડોલી, ઉમરપાડામાં સવા બે ઈંચ વરસાદ
- ખેરગામ, ખેડબ્રહ્મા, ડોલવણમાં સવા બે ઈંચ વરસાદ
- ગાંધીનગર, માળીયા હાટીનામાં બે ઈંચ વરસાદ
- સુબીર,માણસા, અબડાસામાં પોણા બે ઈંચ વરસાદ
- પ્રાંતિજ, પોરબંદર, કોડીનારમાં પોણા બે ઈંચ વરસાદ
- માળીયામીયાણા, વઘઈ, કલ્યાણપુરમાં પોણા બે ઈંચ વરસાદ
- કુતિયાણા, ગોધરા, દ્વારકામાં પોણા બે ઈંચ વરસાદ
- નખત્રાણા, સોજીત્રા, વલસાડમાં દોઢ ઈંચ વરસાદ
- રાણાવાવ, ઉના, તારાપુરમાં દોઢ ઈંચ વરસાદ
- ધ્રોલ, ગીર ગઢડા, દસક્રોઈમાં દોઢ ઈંચ વરસાદ
- લખપત, સંખેડા, કેશોદમાં સવા ઈંચ વરસાદ
- સાવરકુંડલા, લાઠી, દહેગામમાં સવા ઈંચ વરસાદ
- જાંબુઘોડા, બાયડ, બરવાડામાં સવા સવા ઈંચ વરસાદ
- પેટલાદ, આંકલાવ, કલોલ, સમી, વાલોડમાં સવા ઈંચ વરસાદ
- 13 તાલુકમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો
- 17 તાલુકામાં પોણા ઈંચથી વધુ વરસાદ વરસ્યો