શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં હજુ કેટલા દિવસ પડશે ધોધમાર વરસાદ? હવે રાજ્યના ક્યા વિસ્તારોનો વારો? જાણો મોટી આગાહી
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં હજી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદઃ ગુજરાતમાં વરસાદની મહેર શરૂ થઈ છે ને ઘણા શહેરોમાં તો એટલો વરસાદ પડ્યો છે કે જનજીવન ઠપ્પ થઈ ગયું છે. લાંબા સમય સુધી વરસાદથી અલિપ્ત રહેલા ગુજરાતીઓને આ વરસાદથી રાહત મળી છે. બીજી તરફ હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતમાં હજુ ભારે વરસાદ ચાલુ રહેશે.
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં હજી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદના હવે પછીના રાઉન્ડમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદની આગાહી કરાઇ છે. સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ પડશે એવી આગાહી પણ કરાઈ છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્ર તથા કચ્છમાં પણ હદુ સારો વરસાદ પડશે એવી આગાહી છે. ગુજરાતમાં જૂન અને જુલાઈ મહિના દરમિયાન દક્ષિણ ગુજરાતને બાદ કરતાં બીજે બધે સામાન્ય વરસાદ પડ્યો હતો. આ રાઉન્ડમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડતાં લોકોને હાશકારો થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ટેકનોલોજી
Advertisement