શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત, ભાણવડમાં ધોધમાર છ ઈંચ વરસાદ
દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં ધોધમાર 6 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા હતા.
દેવભૂમિ દ્વારકા: સૌરાષ્ટ્રમાં સતત મેઘમહેર યથાવત છે. દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં ધોધમાર 6 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા હતા. દેવભૂમિ દ્વારકાના ખંભાળીયામાં બે કલાકમાં ચાર ઈંચ વરસાદ વરસતા લોકોના ઘરમાં વરસાદી પાણી ઘુસ્યા છે. દ્વારકા જિલ્લામાં છેલ્લા છ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. ખંભાળીયામાં ધોધમાર વરસાદ વરસતા રામનાથ સોસાયટી, યોગેશ્વરનગર, ધરમપુર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. સોસાયટીઓમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સૌરાષ્ટ્રમાં મેઘ હવે કહેર વરસાવી રહ્યો છે ત્યારે ધરતીપુત્રોની ચિંતા પણ વધારો થયો છે. મોટાભાગના જિલ્લાઓમાં ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતી છે. મગફળી, કપાસ જેવા પાકોને મોટું નુકસાન થાય તેવી ખેડૂતોને ભીતિ છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે સૌરાષ્ટ્રભરમાં મેઘમહેર યથાવત છે. રાજકોટમાં આજે વહેલી સવારથી સમગ્ર શહેરમાં પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે ભાદર ડેમ 2ના દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારો અને ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દુનિયા
આરોગ્ય
Advertisement