શોધખોળ કરો

kheda Rain:  નડિયાદ શહેરમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

નડિયાદમાં સવારે 2 થી 6 વાગ્યા સુધીમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે.  ભારે વરસાદના પગલે નડિયાદના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

નડિયાદ: નડિયાદમાં સવારે 2 થી 6 વાગ્યા સુધીમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે.  ભારે વરસાદના પગલે નડિયાદના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.  રેલવે અંડર પાસના ચારેય ગરનાળામાં પાણી ભરાતા પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના લોકોને મુશ્કેલી પડી રહી છે.  શહેરના નીચાણ વાળા વિસ્તારો રબારી વાસ, પીજ ભાગોળ, પીજ રોડ, વૈશાલી રોડ, ઇન્દિરા નગરી, જેવા વિસ્તારોમાં પાણી ભરાયાં છે.  

સવારે 6 વાગ્યા સુધી જિલ્લામાં વરસાદ

નડિયાદ 5 ઇંચ
મહુધા 3 ઇંચ
વસો 3.5 ઇંચ
કઠલાલ 1 ઇંચ
ખેડા 1.5 ઇંચ
મહેમદાવાદ 1.5 ઇંચ

હવામાન વિભાગ દ્વારા પણ ખેડા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે વહેલી સવારથી જ ખેડામાં વરસાદી માહોલ છે. જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે.  નડીયાદ શહેરમાં પણ વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. 5 ઈંચ જેટલો શહેરમાં વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. 

ગુજરાતમાં છેલ્લા 24  કલાકમાં 116 તાલુકામાં મેઘમહેર

ગુજરાતમાં છેલ્લા 24  કલાકમાં 116 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 116 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે જાહેર કરેલા આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ નડીયાદમાં સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સીઝનનો 55.04 ટકા વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ કચ્છમાં 75.69 ટકા, તો સૌરાષ્ટ્રમાં સીઝનનો અત્યાર સુધીમાં 73.68 ટકા વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સીઝનનો અત્યાર સુધીમાં 66.71 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો મધ્ય ગુજરાતમાં સીઝનનો 34.68 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સીઝનનો અત્યાર સુધીમાં ફક્ત 29.69 ટકા વરસાદ નોંધાયો છે.

ધોધમાર વરસાદને પગલે રાજ્યના 20 તાલુકામાં અત્યાર સુધીમાં 100 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. દ્વારકામાં સૌથી વધુ 237.66 ટકા તો માણાવદર અને પોરબંદરમાં અત્યાર સુધીમાં 150 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. 11 તાલુકામાં ચોમાસાની સીઝનનો હજુ સુધી ફક્ત 20 ટકાથી પણ ઓછો વરસાદ વરસ્યો છે. 

જાણો ક્યા તાલુકામાં કેટલા ઇંચ વરસાદ વરસ્યો?

-નડીયાદમાં સાડા ચાર ઈંચ  

- વાસોમાં પોણા ચાર ઈંચ

- દાહોદ તાલુકામાં પોણા ચાર ઈંચ  

- સંતરામપુરમાં સાડા ત્રણ ઈંચ  

- ખેડાના મહુધામાં ત્રણ ઈંચ  

- ઝાલોદમાં પોણા ત્રણ ઈંચ

-મોરવાહડફમાં બે ઈંચ

- લુણાવાડામાં બે ઈંચ

- સિંગવડમાં બે ઈંચ  

- દાહોદના ફતેપુરામાં બે ઈંચ

- મહીસાગરના કડાણામાં બે ઈંચ  

- પેટલાદમાં દોઢ ઈંચ

- આણંદમાં દોઢ ઈંચ

- સોજીત્રામાં દોઢ ઈંચ

- મહેમદાવાદમાં દોઢ ઈંચ  

- ખેડામાં સવા ઈંચ  

- લીમખેડામાં સવા ઈંચ  

- મહીસાગરના વિરપુરમાં સવા ઈંચ

- દેવગઢબારીયામાં સવા ઈંચ

- કપડવંજમાં એક ઈંચ

- ખેડાના માતરમાં એક ઈંચ

- ખેડાના કઠલાલમાં એક ઈંચ

- ગોધરામાં એક ઈંચ

- ડાંગના આહવામાં એક ઈંચ  

- વિજયનગરમાં એક ઈંચ

- બાલાસિનોરમાં એક ઈંચ

- નવસારીના વાંસદામાં પોણો ઈંચ

- દાહોદના સંજેલીમાં પોણો ઈંચ

- વડોદરાના કરજણમાં પોણો ઈંચ

- છોટા ઉદેપુરમાં પોણો ઈંચ

- ઈડરમાં પોણો ઈંચ

- દાહોદના ધાનપુરમાં પોણો ઈંચ

- ડાંગના વઘઈમાં પોણો ઈંચ

- અરવલ્લીના મેઘરજમાં પોણો ઈંચ

- સુરતના ઉમરપાડામાં પોણો ઈંચ  

- મહીસાગરના ખાનપુરમાં પોણો ઈંચ

- ખંભાતમાં અડધો ઈંચ

- તારાપુરમાં અડધો ઈંચ

- સુબીરમાં અડધો ઈંચ

- ડેડીયાપાડા, ઉમરેઠમાં અડધો ઈંચ  

- ગળતેશ્વર, ગરબાડામાં અડધો ઈંચ

ટોપ સ્ટોરી

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
ગુજરાતના આ 8 જિલ્લાઓમાં ખુલશે નોકરીના દ્વાર: 25 નવા એકમો માટે સરકારે 3903 કરોડ મંજૂર કર્યા
ગુજરાતના આ 8 જિલ્લાઓમાં ખુલશે નોકરીના દ્વાર: 25 નવા એકમો માટે સરકારે 3903 કરોડ મંજૂર કર્યા
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
Embed widget