શોધખોળ કરો

પંચમહાલ અને મ.ગુજરાત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જાંબુઘોડામાં 6 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો

વરસાદની આગાહી વચ્ચે પંચમહાલ, મહિસાગર અને મધ્ય ગુજરાતમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને નદી-નાળા છલકાઈ ગયા હતા જ્યારે ઘણી જગ્યાના કોઝવે પર વરસાદી પાણી ફરી વળતાં અવર-જવર બંધ થઈ ગઈ હતી.

હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે વરસાદની આગાહી વચ્ચે પંચમહાલ, મહિસાગર અને મધ્ય ગુજરાતમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને નદી-નાળા છલકાઈ ગયા હતા જ્યારે ઘણી જગ્યાના કોઝવે પર વરસાદી પાણી ફરી વળતાં અવર-જવર બંધ થઈ ગઈ હતી. પંચમહાલના જાંબુઘોડમાં સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે જ્યારે પાવીજેતપુરમાં બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતાં. મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર સહિતના અનેક વિસ્તરોમાં વરસાદ પડી રહ્યો છે. પંચમહાલના જાંબુઘોડામાં સાડા પાંચ ઈચ વરસાદ ખાબક્યો છે તો પાવીજેતપુરમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. છોટા ઉદેપુરના બોડેલીમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. પંચમહાલાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જાંબુઘોડમાં સવારે 6થી અત્યાર સુધી સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. શિવરાજપુરા નજીક પાસેથી પસાર થતી ઢાઢર નદીમાં નવા નીર આવ્યા છે. આ સાથે જ હાલોલના તલીયા વેરી, વાવડી, રાયણખાડ ગામ પાસેથી પસાર થતી નદીઓમાં પણ નવા નીર આવ્યા છે. છોટા ઉદેપુર જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. સવારથી અત્યાર સુધી પાવીજતેપુરમાં બે ઈંચ વરસાદ પડ્યો છે તો બોડેલી અને છોટા ઉદેપુરમાં પણ બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેના કારણે પાવીજેતુરના ગઢ, વસંત ગઢ, સેલવા ગામાનો કોઝવે પર પાણી ફરી વળ્યાં છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છોટા ઉદેપુરના પાવીજેતપુરના મોટીબેજ ગામમાં ભારે વરસાદના કારણે કોઝવે પર પાણી ભરાયા છે. કોઝ વે પર પાણી ભરાતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને આસપાસના ગામના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે ગઢ ગામ પાસેના કોઝવે પર પાણી ફરી વળ્યાં છે. કોઝવે પર પાણી ફરી વળતાં મુવાડા, સેલવા, જામ્બા, સેલવા સહિતના ગામોના લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. વડોદરા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વાઘોડિયા, પાદરા અને વડોદરા શહેરમાં વરસાદ નોંધાયો. વડોદરાના પાદરામાં પણ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. રિફાઈ કોલોની જાસપુર રોડ જેવા વિસ્તારમાં પાણી ભરાયા છે. આ સાથે જ પાદરાના તળાવોમાં પણ પાણી ન જળ સ્થર વધ્યા છે. જોકે સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. વડોદરા શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ શરૂ થયો છે. વાઘોડિયામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક સોસાયટીમાં વરસાદ શરૂ થયો છે. આ સાથે જ મુખ્ય બજારોમાં પણ વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. પંચમહાલ જિલ્લાના દેવડેમમાં નવા નીરની આવક થઈ છે. ઉપરવાસમાં વરસાદને પગલે ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે અને ડેમની સપાટી 87.70મીટર પર પહોંચી છે. ડેમમાં હાલ 20 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ત્યારે ડેમની રુલ લેવલ સપાટી જાળવા ડેમમાંથી પાણી છોડવામાં આવી શકે છે. ઉપરવાસ અને ઘોઘમ્બામાં પડેલ ભારે વરસાદને કારણે કરાડ ડેમમાં પાણી આવક થઈ છે. ડેમની જળ સપાટીમાં એક મીટરનો વધારો થયો છે અને ડેમની જળ સપાટી 134.60 મીટર પર પહોંચી છે.

ટોપ સ્ટોરી

Ahmedabad: દિવાળી પહેલા ગુજરાતમાં ફૂડ વિભાગની મેગા ડ્રાઈવ, જામનગરમાં 324 કિલો ભેળસેળયુક્ત ઘી ઝડપાયું
Ahmedabad: દિવાળી પહેલા ગુજરાતમાં ફૂડ વિભાગની મેગા ડ્રાઈવ, જામનગરમાં 324 કિલો ભેળસેળયુક્ત ઘી ઝડપાયું
પાટીદાર યુવાનોમાં દારૂ-ડ્રગ્સના દૂષણ પર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન
પાટીદાર યુવાનોમાં દારૂ-ડ્રગ્સના દૂષણ પર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
થરા અને ઓખા નગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી, જાણો કોને મળી કઈ જવાબદારી?
થરા અને ઓખા નગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી, જાણો કોને મળી કઈ જવાબદારી?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: દિવાળી પહેલા ગુજરાતમાં ફૂડ વિભાગની મેગા ડ્રાઈવ, જામનગરમાં 324 કિલો ભેળસેળયુક્ત ઘી ઝડપાયું
Ahmedabad: દિવાળી પહેલા ગુજરાતમાં ફૂડ વિભાગની મેગા ડ્રાઈવ, જામનગરમાં 324 કિલો ભેળસેળયુક્ત ઘી ઝડપાયું
ગાંધીનગરમાં વનકર્મીઓના આંદોલનનો આવશે અંત, રિસ્ક એલાઉન્સ, મહેકમના મુદ્દા ઉકેલાયા
ગાંધીનગરમાં વનકર્મીઓના આંદોલનનો આવશે અંત, રિસ્ક એલાઉન્સ, મહેકમના મુદ્દા ઉકેલાયા
US Midterm Election Results: મિડ ટર્મ ચૂંટણીમાં રિપબ્લિકનની હાર બાદ ટ્રમ્પની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- '...તો અમારી જીત થાત'
US Midterm Election Results: મિડ ટર્મ ચૂંટણીમાં રિપબ્લિકનની હાર બાદ ટ્રમ્પની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- '...તો અમારી જીત થાત'
Ahmedabad: અમદાવાદના સૈજપુરમાં સિક્યોરિટી ગાર્ડ પર ટોળાનો હુમલો, 7 આરોપીની ધરપકડ
Ahmedabad: અમદાવાદના સૈજપુરમાં સિક્યોરિટી ગાર્ડ પર ટોળાનો હુમલો, 7 આરોપીની ધરપકડ
OTT: આ અઠવાડિયે OTT પર સાઉથ ફિલ્મોનો જલવો, રિલીઝ થઈ રહી છે એકથી એક 8 ધાંસૂ મૂવી
OTT: આ અઠવાડિયે OTT પર સાઉથ ફિલ્મોનો જલવો, રિલીઝ થઈ રહી છે એકથી એક 8 ધાંસૂ મૂવી
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાનું કાવતરુ, પેસેન્જર ટ્રેન પસાર થયા બાદ ટ્રેક પર વિસ્ફોટ
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાનું કાવતરુ, પેસેન્જર ટ્રેન પસાર થયા બાદ ટ્રેક પર વિસ્ફોટ
Tensions: ઈરાન પર અત્યારે હુમલો કરવાનો પ્લાન નથી, ટ્રમ્પ બોલ્યા- 'અમને તે બધુ જ મળી રહ્યું છે જે અમે...'
Tensions: ઈરાન પર અત્યારે હુમલો કરવાનો પ્લાન નથી, ટ્રમ્પ બોલ્યા- 'અમને તે બધુ જ મળી રહ્યું છે જે અમે...'
OnePlus: ફોન નાનો, પરંતુ કેમેરા પાવર દમદાર, OnePlus 16Tને લઈ મોટો ખુલાસો
OnePlus: ફોન નાનો, પરંતુ કેમેરા પાવર દમદાર, OnePlus 16Tને લઈ મોટો ખુલાસો
Embed widget