શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ? કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ ખાબક્યો?
હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરતના ઉમરપાડામાં 9 ઈંચથી વધુ વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી
અમદાવાદ: હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરતના ઉમરપાડામાં 9 ઈંચથી વધુ વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણાં વિસ્તારોમાં 1 ઈંચથી લઈને 9 ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ધોધમાર વરસાદને પગલે નદી, નાળાઓ છલકાઈ ગયા હતાં.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. સુરતના ઉમરપાડામાં 9 ઈંચથી વધુ વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સુરતના માંગરોળમાં 5.5, નવસારીમાં 5.2, જલાલપોરમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો જેને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં અનરાધાર 1થી 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. વિસાવદરમાં 4, મહુવામાં 3, કેશોદમાં 3, ભેસાણમાં 3, જૂનાગઢમાં 2.5 ઈંચ વરસાદ પડ્યો હતો. જૂનાગઢના માણાવદર, મેંદરડા, બગસરા, દ્વારકા, ભાણવડમાં 1.5 ઈંચ વરસાદ પડ્યો હતો.
વડોદરામાં 2, વલસાડ, ઉમરગામ અને વાપીમાં 1.7 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદ પડવાના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદ અને ઉપરવાસમાંથી ભારી માત્રામાં પાણીની આવક થતાં સંખ્યાબંધ ડેમ ઓવરફ્લો થઈ ગયા હતા જેને લઈને ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતાં.
જૂનાગઢના જિલ્લામાં સતત વરસાદના કારણે માંગરોળના ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. સતત વરસી રહેલા વરસાદથી ઘેડ પંથક બેટમાં ફેરવાઈ ગયું છે. ઘેડ પંથકમાં જ્યાં જોવો ત્યાં સર્વત્ર પાણી જ પાણી છે. ઘેડ પંથક બેટમાં ફેરવાઈ જતાં અનેક રોડ-રસ્તા બંધ થઈ ગયા છે તો ખેડૂતોના ખેતરો તળાવમાં ફેરવાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement