શોધખોળ કરો
દક્ષિણ, મધ્ય ગુજરાતમાં મૂશળધાર વરસાદ, વાપીમાં સૌથી વધુ 9 ઇંચ
સુરત જિલ્લામાં પણ વરસાદ પડ્યો હતો. જિલ્લાનાં બારડોલી, પલસાણા, માંડવી, મહુવા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

Monsoon strted with a bang in the State and many waterbodies were filled to the brim. Express/Albin Mathew
અમદાવાદઃ ચોમાસુ વિધીવત શરૂ થયા બાદ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદે જોલદાર બેટિંગ શરૂ કરી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, વાપી, સુરત, નવસારી, ડાંગ સહિત તમામ વિસ્તારમાં મેઘમહેર જોવા મળી રહી છે. તો મધ્ય ગુજરાતમાં પણ વરસાદની મેઘમહેર જોવા મળી રહી છે. જો વલસાડની વાત કરીએ તો, વલસાડ જિલ્લામાં સવારે છ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી ૧૨ કલાકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વલસાડ શહેરમાં 8.2 ઇંચ, ધરમપુરમાં 5.88 ઇંચ, પારડીમાં 5.6 ઇંચ, કપરાડામાં 6 ઇંચ, ઉમરગામમાં 2.8 ઇંચ અને સૌથી વધુ વાપીમાં 9 ઇંચ વરસાદ ખાબકયો છે.
નવસારીમાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. નવસારીમાં મોડી સાંજથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વિજલપોરમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. વિજલપોરના વિઠ્ઠલ મંદિર પાસે ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડાંગ જિલ્લામાં ભારે વરસાદને લઇ દેવધા ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. સુરત જિલ્લામાં પણ વરસાદ પડ્યો હતો. જિલ્લાનાં બારડોલી, પલસાણા, માંડવી, મહુવા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. પંચમમહાલના જાબુંઘોડામાં જબરદસ્ત વરસાદ વરસ્યટો છે. જાબુંઘોડામાં દોઢ કલાકમાં અઢી ઈંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. ગોધરામાં પણ બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. તો હાલોલ, કાલોલ અને મોરવામાં પણ સારો વરસાદ વરસ્યો છે.
મહીસાગર જિલ્લામાં વરસાદની બીજી ઇનિંગ શરૂ થઈ હતી. સંતરામપુર, બાકોર સહીતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. કડાણા, ખાનપુર, લુણાવાડા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. વાવણી બાદ વરસાદ થવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દાહોદ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. દાહોદ જીલ્લામાં પવનના સુસવાટા સાથે મુશળધાર વરસાદ વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેને પગલે વાતાવરણમાં ઠડક પ્રસરી ગઈ છે.
નવસારીમાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. નવસારીમાં મોડી સાંજથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વિજલપોરમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. વિજલપોરના વિઠ્ઠલ મંદિર પાસે ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડાંગ જિલ્લામાં ભારે વરસાદને લઇ દેવધા ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. સુરત જિલ્લામાં પણ વરસાદ પડ્યો હતો. જિલ્લાનાં બારડોલી, પલસાણા, માંડવી, મહુવા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. પંચમમહાલના જાબુંઘોડામાં જબરદસ્ત વરસાદ વરસ્યટો છે. જાબુંઘોડામાં દોઢ કલાકમાં અઢી ઈંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. ગોધરામાં પણ બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. તો હાલોલ, કાલોલ અને મોરવામાં પણ સારો વરસાદ વરસ્યો છે.
મહીસાગર જિલ્લામાં વરસાદની બીજી ઇનિંગ શરૂ થઈ હતી. સંતરામપુર, બાકોર સહીતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. કડાણા, ખાનપુર, લુણાવાડા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. વાવણી બાદ વરસાદ થવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દાહોદ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. દાહોદ જીલ્લામાં પવનના સુસવાટા સાથે મુશળધાર વરસાદ વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેને પગલે વાતાવરણમાં ઠડક પ્રસરી ગઈ છે. વધુ વાંચો