શોધખોળ કરો
Advertisement
આગામી 24 કલાકમાં ગુજરાતના આ વિસ્તારમાં વરસાદ તુટી પડશે? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત
ઉત્તર ગુજરાતના ક્ષેત્રોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઈને ચેતવણી પણ આપી છે. આ ઉપરાંત મધ્ય ગુજરાત, પંચમહાલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ: બંગાળની ખાડીના વાયા ઓરિસ્સા અને ઝારખંડ ગુજરાત તરફ ફંટાયેલા લો-પ્રેશરને કારણે દક્ષિણ ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જોવા મળ્યો છે. હવામાન ખાતાએ મંગળવારથી આગામી ત્રણ દિવસ એટલે કે ગુરુવાર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર સહિતના મધ્ય ગુજરાતનો પણ સમાવેશ થાય છે. તેમજ ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણમાં ધોધમાર વરસાદ વરસે તેવી સંભાવના છે.
જોકે IMD ગુજરાતના ડાયરેક્ટર જયંત સરકારે કહ્યું હતું, અમદાવાદ સહિત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે. હકીકતમાં અમે ઉત્તર ગુજરાતના ક્ષેત્રોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઈને ચેતવણી પણ આપી છે.
27મીએ અરવલ્લી, દાહોદ, મહિસાગર, પાટણ, બનાસકાંઠા, વડોદરા, પંચમહાલ, નર્મદા-ભરૂચ, સુરતમાં ધોધમાર વરસાદ વરસે તેવી સંભાવના છે. આ ઉપરાંત અમદાવાદમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે આગાહી વચ્ચે જે વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે.
28મીએ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, મોરબી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion