શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં કાલથી બે દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, જાણો ગુજરાતમાં ક્યા પડી શકે છે ભારે વરસાદ ?
રાજ્યમાં હાલ વરસાદી માહોલ યથાવત છે. હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગાંધીનગર: રાજ્યમાં હાલ વરસાદી માહોલ યથાવત છે. હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમા આગામી બે દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 2 અને 3 ઓગસ્ટે વરસાદનું જોર વધશે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે.
5 ઓગસ્ટની આસપાસ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે. આ કારણે 5,6,7 ઓગસ્ટે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં અત્યાર સુધી 42 ટકા વરસાદ પડી ચૂક્યો છે.
ગુજરાતમાં ગઈકાલે છેલ્લા 24 કલાકના આંકડા અનુસાર 135 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આ 24 કલાકમાં સૌથી વધારે વરસાદ પંચમહાલના હાલોલમાં ત્રણ ઇંચ જેટલો નોંધાયો છે.
ગઈકાલના આંકડા અનુસાર સુરેન્દ્રનગરના ચોટીલામાં બે જ કલાકમાં અઢી ઈંચથી વધુ વરસાદ પડ્યો. જ્યારે અરવલ્લીના ધનસુરા અને દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમા છેલ્લા બે કલાકમાં બે ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement