ભાદરવામાં અનરાધાર વરસાદ, છેલ્લા 24 કલાકમાં 100 તાલુકામાં વરસાદ ખાબક્યો, જાણો ક્યાં સૌથી વધુ પડ્યો
હવામાન વિભાગના મતે બંગાળની ખાડીમાં લો- પ્રેશર સક્રીય છે જેના કારણે ગુજરાતમાં વરસી રહ્યો છે ભારે વરસાદ અને હજુ ભારે વરસાદ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે.
Gujarat Rain Data: ઓગસ્ટ મહિનાના વિરામ બાદ સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. 24 કલાકમાં રાજ્યના 100 તાલુકાઓમાં 1થી 10 ઈંચ વરસાદ વરસ્યો છે અને હજુ પણ આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તેમાં પણ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં તો વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના મતે બંગાળની ખાડીમાં લો- પ્રેશર સક્રીય છે જેના કારણે ગુજરાતમાં વરસી રહ્યો છે ભારે વરસાદ અને હજુ ભારે વરસાદ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે. જેથી માછીમારોને પણ દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 204 તાલુકામાં ખાબક્યો વરસાદ
છેલ્લા 24 કલાકમાં ગોધરામાં સાડા નવ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં શહેરામાં સાડા નવ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં મહીસાગરના વીરપુરમાં સવા નવ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં તલોદમાં સવા આઠ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં બાયડમાં સવા આઠ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ધનસુરામાં સવા આઠ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં મોરવા હડફમાં સાડા સાત ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં લુણાવાડામાં સાત ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં પ્રાંતિજમાં સાત ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં કપડવંજમાં સવા છ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં મહુધામાં છ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં લીમખેડામાં છ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં કડીમાં છ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં બાલાસિનોરમાં પોણા છ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં કઠલાલમાં પોણા છ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં મેઘરજમાં સાડા પાંચ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં નડીયાદમાં સવા પાંચ ઈંચ ઈવરસાદ
છેલ્લા 24 કલાકમાં માણસામાં સવા પાંચ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં દહેગામમાં પોણા પાંચ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ગળતેશ્વરમાં સવા ચાર ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં સંતરામપુરમાં ચાર ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં મોડાસામાં ચાર ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં જાંબુઘોડામાં પોણા ચાર ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં પોણા ચાર ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં હિંમતનગરમાં પોણા ચાર ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ડેસરમાં પોણા ચાર ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં સિંગવડમાં પોણા ચાર ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ઉમરેઠમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ધાનપુરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં વિજયનગરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં હાલોલ, દસક્રોઈ, આણંદમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં મહેમદાવાદ, ગરબાડા, કલોલમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ખાનપુર, પાવી જેતપુર, પાટણમાં સવા ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં વિસનગર, કલોલ ઝાલોદમાં સવા ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં સંજેલી, ભિલોડા, દેવગઢબારીયામાં સવા ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ગાંધીનગર, ઠાસરા, બેચરાજીમાં ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં વંથલી, વિજાપુર, ડીસામાં પોણા ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ખેડબ્રહ્મા, દસાડા, કડાણામાં પોણા ત્રણ ઈંચ વરસાદ