શોધખોળ કરો

Amreli Rain: વાવાઝોડાને લઈ અમરેલી શહેર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ

વાવાઝોડું જેમ-જેમ નજીક આવી રહ્યું છે ત્યારે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ શરુ થયો છે. અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.

અમરેલી:  બિપરજોય વાવાઝોડું ઝડપી ગતિથી ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાના નવા ટ્રેક અનુસાર વાવાઝોડુ બિપરજોય ફક્ત કચ્છ જ નહી પરંતુ રાજ્યના અન્ય ત્રણ જિલ્લાને પણ ઘમરોળશે. કચ્છ, દ્વારકા, પોરબંદર વાવાઝોડાની ઝપેટમાં આવશે. વાવાઝોડું જેમ-જેમ નજીક આવી રહ્યું છે ત્યારે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ શરુ થયો છે. અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલી જિલ્લામાં વરસાદ શરુ થયો છે. 

અમરેલી જિલ્લાના વાતાવરણમાં બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.  અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે. અમરેલી, ધારી અને ખાંભા પંથકના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે. 

ધારીના જીરા, ડાભાળી, માધુપુર, સરસિયા તેમજ ગીર જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  ખાંભા પંથકના ભાડ અને વાકિયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે.  અમરેલી શહેર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર 3 નંબરનુ સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

ત્રણ જિલ્લામાં વાવાઝોડાથી સૌથી વધુ અસર જોવા મળશે. જામનગર અને મોરબી જિલ્લામાં પણ વાવાઝોડાની ભયાનક અસર જોવા મળશે. કંડલા પોર્ટ, ઓખા અને નવલખીમાં તેની અસર થશે.  બિપરજોય વાવાઝોડું પોરબંદરથી માત્ર 310 કિલોમીટર દૂર છે. વાવાઝોડાના ખતરાને લઈને સૌરાષ્ટ્ર-કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.  

સૌરાષ્ટ્રના દરિયા કિનારે જોવા મળી વાવાઝોડાની અસર

બિપરજોય વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. મોરબીના નવલખી બંદર ઉપર ભારે પવનના કારણે દરિયો તોફાની બન્યો હતો. નવલખી બંદર ઉપરથી 1000 લોકોને સ્થળાંતર કરાયા હતા.

વાવાઝોડાની ભયાનકતાને ધ્યાનમાં રાખીને નવલખી બંદર પર નવ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વાવાઝોડાનો ખતરો વધતા તંત્ર એલર્ટ બન્યું છે. કચ્છના દરિયા કિનારાના વિસ્તારમા સ્થળાંતર શરૂ કરવામાં આવ્યું છે. કંડલા પોર્ટ નજીકની વસાહતમા લોકોને સ્થળાંતર માટે સૂચના અપાઇ હતી.

કચ્છમાં 2 SDRF અને 2 NDRF ની ટીમ ફાળવવામાં આવી

વાવાઝોડાને લઈને કચ્છમાં બચાવ કામગીરી માટે 4 ટીમો ફાળવવામાં આવી છે. કચ્છમાં 2 SDRF અને 2 NDRF ની ટીમ ફાળવવામાં આવી છે. એક SDRF અને એક NDRFની ટીમ નલિયા ખાતે તૈનાત કરાઇ હતી તો એક NDRF ની ટીમ માંડવી ખાતે તૈનાત કરવામાં આવી હતી. SDRFની 25 લોકોની 1 ટીમ આજે સવારે ભૂજ પહોંચશે. તે સિવાય ભૂજમાં SDRF ની ટીમને સ્ટેન્ડ બાય રહેવાનો આદેશ અપાયો હતો. તે સિવાય SDRF અને NDRFની ટીમોએ દરિયાઈ વિસ્તારની મુલાકાત લીધી હતી.

ટોપ સ્ટોરી

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
ગુજરાતના આ 8 જિલ્લાઓમાં ખુલશે નોકરીના દ્વાર: 25 નવા એકમો માટે સરકારે 3903 કરોડ મંજૂર કર્યા
ગુજરાતના આ 8 જિલ્લાઓમાં ખુલશે નોકરીના દ્વાર: 25 નવા એકમો માટે સરકારે 3903 કરોડ મંજૂર કર્યા
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ
કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
Embed widget