શોધખોળ કરો

Cyclone Biparjoy:  વાવાઝોડાની અસર વચ્ચે  વેરાવળ અને સુત્રાપાડામાં  જળબંબાકાર, અનેક જગ્યાએ પાણી ભરાયા

સૂત્રાપાડા તાલુકામાં ભારે પવન સાથે  ધોધમાર વરસાદ વરસ્યો છે.  વેરાવળ અને સુત્રાપાડા  જળબંબાકાર થયા.

ગીર સોમનાથ : સૂત્રાપાડા તાલુકામાં ભારે પવન સાથે  ધોધમાર વરસાદ વરસ્યો છે.  વેરાવળ અને સુત્રાપાડા  જળબંબાકાર થયા.  અહીં 2 ઈંચથી વધુ વરસાદ ખાબકતા અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. શહેરના હાર્દસમા સટ્ટાબજાર,  સુભાષ રોડ,  તપેશ્વર રોડ સહિતના માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. 

Cyclone Biparjoy:  વાવાઝોડાની અસર વચ્ચે  વેરાવળ અને સુત્રાપાડામાં  જળબંબાકાર, અનેક જગ્યાએ પાણી ભરાયા

કલાકો સુધી પાણી ન ઓસરતા રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.  ભારે પવન સાથે વરસાદ વરસતા કેટલીક જગ્યાએ વૃક્ષ પણ ધરાશાયી થયા હતા.  ઉનાથી વેરાવળ જતાં રોડ પર વૃક્ષ ધરાશાયી થતાં એક બાઈકચાલક ફસાયો હતો.  સદનસીબે તેને સામાન્ય ઈજા થઈ હતા. જૂનાગઢ જિલ્લામાં પણ  વરસાદી માહોલ રહ્યો છે. માંગરોળ અને માળિયા હાટીના તાલુકામાં વરસાદ વરસ્યો છે.  કેશોદમાં પણ  વરસાદ વરસ્યો છે.  કેશોદના અજાબ, અગતરાઈ અને સોંદરડા ગામમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે.  

વાવાઝોડાને લઈ અમરેલી શહેર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

બિપરજોય વાવાઝોડું ઝડપી ગતિથી ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાના નવા ટ્રેક અનુસાર વાવાઝોડુ બિપરજોય ફક્ત કચ્છ જ નહી પરંતુ રાજ્યના અન્ય ત્રણ જિલ્લાને પણ ઘમરોળશે. કચ્છ, દ્વારકા, પોરબંદર વાવાઝોડાની ઝપેટમાં આવશે. વાવાઝોડું જેમ-જેમ નજીક આવી રહ્યું છે ત્યારે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ શરુ થયો છે. અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલી જિલ્લામાં વરસાદ શરુ થયો છે.

અમરેલી જિલ્લાના વાતાવરણમાં બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.  અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે. અમરેલી, ધારી અને ખાંભા પંથકના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે.

વાવાઝોડાને લઈ સૌથી મોટા સમાચાર,  આ તારીખે માંડવી-કરાચી વચ્ચે ટકરાશે

ગુજરાત પર વાવાઝોડા બિપરજોયનો ખતરો વધ્યો છે. 15 જૂને વાવાઝોડું જખૌ પોર્ટ પરથી પસાર થાય તેવું ભારતીય હવામાનનું અનુમાન છે. 15 જૂને બપોર સુધીમાં પસાર થઇ શકે છે. 14 અને 15મી જૂને બિપરજોય વાવાઝોડુ માંડવી-કરાચી વચ્ચે ટકરાશે. ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડાના કારણે ભારે પવન જોવા મળી રહ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં  ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. 

અરબ સાગરમાં સર્જાયેલું વાવાઝોડું બિપરજોયે અતિ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.  ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  અગાઉ યલો એલર્ટ જાહેર કરાયું હતુ. વાવાઝોડાના કારણે દરિયો તોફાની બન્યો છે. ઊંચા મોજા ઉછળી રહ્યા છે. 

સર્પાકાર આકારમાં અત્યંત પ્રચંડ ચક્રવાતી તોફાન બિપરજોય આગળ વધી રહ્યું છે.  6 જૂનથી અત્યાર સુધીમાં 11 વખત વાવાઝોડાએ  દિશા બદલી છે. ગુજરાત પર વાવાઝોડાના સૌથી વધુ જોખમ છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીરસોમનાથ,કચ્છ સહિતના વિસ્તારમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
દરરોજ માત્ર આ એક  ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
દરરોજ માત્ર આ એક ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | શહેરમાં જોડાઈને પણ દુ:ખીHu to Bolish | હું તો બોલીશ | પુલની પોલખોલKheda News: ખનન માફિયાઓ બેફામ, એબીપી અસ્મિતાના અહેવાલ ખાણ ખનીજ વિભાગના અધિકારીએ દાવોGir Somnath Demolition: જામવાળા-ગાજર ગઢડાને જોડતા રોડ પર ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
દરરોજ માત્ર આ એક  ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
દરરોજ માત્ર આ એક ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Milk And Dates Benefits: દૂધ અને ખજૂર સાથે ખાવાના ફાયદા જાણી ચોંકી જશો
Milk And Dates Benefits: દૂધ અને ખજૂર સાથે ખાવાના ફાયદા જાણી ચોંકી જશો
Jioએ યૂઝર્સનું ટેન્શન વધાર્યું, જૂલાઈથી 25 ટકા મોંઘા થશે મોબાઈલ રિચાર્જ,ચેક કરો ટેરિફ પ્લાન 
Jioએ યૂઝર્સનું ટેન્શન વધાર્યું, જૂલાઈથી 25 ટકા મોંઘા થશે મોબાઈલ રિચાર્જ,ચેક કરો ટેરિફ પ્લાન 
Jio New 5g Plans: રિલાયન્સ જિયોએ અનલિમિટેડ 5G ડેટા પ્લાનની કરી જાહેરાત, જાણો ક્યારથી થશે લાગુ
Jio New 5g Plans: રિલાયન્સ જિયોએ અનલિમિટેડ 5G ડેટા પ્લાનની કરી જાહેરાત, જાણો ક્યારથી થશે લાગુ
Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ
Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ
Embed widget