Heavy Rain Alert: રાજસ્થાન સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, IMDએ આપી ચેતવણી
Weather Updates: દેશભરમાં હાલ ચોમાસું પૂરજોશમાં જામ્યું છે. હવામાન વિભાગે 20 જુલાઇ સુધી ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. જાણીએ વિગતવાર વેધર અપડેટ્સ

Weather Updates: દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં વરસાદ ચાલુ છે અને હવામાન વિભાગે 18 જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ઉત્તર પ્રદેશના 13 જિલ્લાઓ અને બિહારના ઘણા ભાગોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. પર્વતીય રાજ્યોમાં પણ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. હિમાચલ પ્રદેશમાં 17 જુલાઈ સુધી ચેતવણી જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં પણ 20 જુલાઇ સુધી વરસાદનું અનુમાન છે.
દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં વરસાદનો દોર ચાલુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવારે પણ દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદની સંભાવના છે. એટલું જ નહીં, 18 જુલાઈ સુધી હળવો થી મધ્યમ વરસાદ ચાલુ રહેશે.
યુપી-બિહારમાં હવામાન કેવું રહેશે?
ઉત્તર ભારતની વાત કરીએ તો, ઉત્તર પ્રદેશ, બિહાર, હિમાચલ, ઉત્તરાખંડ, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આજે આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે. આજે ઉત્તર પ્રદેશના 13 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.હવામાન વિભાગે બહરાઈચ, બલરામપુર, ગોંડા, આઝમગઢ, જૌનપુર, મહારાજગંજ, વારાણસી, ચંદૌલી, મિર્ઝાપુર, આંબેડકર નગર, ચંદૌલી, પ્રયાગરાજ, બલિયામાં ભારે વરસાદની આગાહી કરી છે.
મધ્યપ્રદેશ-રાજસ્થાનમાં ભારે વરસાદની ચેતવણી
મધ્યપ્રદેશમાં આજે હવામાનમાં ફેરફાર થવાની સંભાવના છે. આજે રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. કેટલીક જગ્યાએ તાપમાન સામાન્ય કરતા થોડું ઓછું રહી શકે છે, જેના કારણે ભેજ પણ જળવાઈ રહેશે.રાજસ્થાનની વાત કરીએ તો, હવામાન વિભાગે કોટા, જયપુર, અજમેર, જયપુર અને જોધપુર વિભાગના જિલ્લાઓમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
મહારાષ્ટ્ર-ગોવામાં પણ ભારે વરસાદની આગાહી .
13થી 15 જુલાઈ દરમિયાન, કોંકણ અને ગોવામાં અલગ અલગ સ્થળોએ, ગુજરાતના ઘાટ વિસ્તારો, મધ્ય મહારાષ્ટ્રમાં ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે. આગામી 7 દિવસ દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં ઘણી જગ્યાએ વાવાઝોડા અને વીજળી સાથે હળવો વરસાદ પડી શકે છે. 13 થી 18 જુલાઈ દરમિયાન આસામ અને મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ, ત્રિપુરામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.




















