Gujarat Rain: 12 જિલ્લાઓમાં આજે ખાબકશે ધોધમાર વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર શરુઆત થઈ છે. છેલ્લા બે સપ્તાહથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. આજે પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.
અમદાવાદ: રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર શરુઆત થઈ છે. છેલ્લા બે સપ્તાહથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. આજે પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આજે 12 જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
આજે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
આજે રવિવારે 6 જુલાઈના રોજ ભાવનગર, અમરેલી, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે જ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજકોટ, બોટાદ, ગીર સોમનાથ, આણંદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ 5 જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. જો કે ગુજરાતના અન્ય તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યમાં આજે પણ વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં વરસાદ
રાજ્યમાં હાલ ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી સાર્વત્રિક વરસાદ નોંધાઇ રહ્યો છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 8 જુલાઇ સુધી સારા સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. 8 જુલાઇ બાદ વરસાદનું જોર ઘટી શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અરવલ્લીના ભિલોડામાં સાડા 6 ઈંચ વરસાદ વરસ્યો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 204 તાલુકામાં વરસાદ
- અરવલ્લીના ભિલોડામાં સૌથી વધારે સાડા 6 ઈંચ વરસાદ
- તાપીના વ્યારામાં પોણા 6 ઈંચ વરસાદ
- તાપીના ડોલવણમાં સવા 5 ઈંચ વરસાદ
- સુરતના પલસાણામાં 5 ઈંચ વરસાદ
- કપરાડા, સોનગઢમાં 5 ઈંચ વરસાદ
- સુરત જિલ્લામાં પોણા 5 ઈંચ વરસાદ
24 કલાકમાં રાજ્યના 50 તાલુકામાં બે ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. 24 કલાકમાં 93 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આજે રાજ્યના 12 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ-યલો એલર્ટ જાહેર કર્યું છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનું અનુમાન છે.આજે અમરેલી, ભાવનગર, નવસારીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પણ ભારે વરસાદના અનુમાનને જોતા રાજકોટ, બોટાદ, ગીર સોમનાથમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આજે આણંદ, ભરુચ, સુરતમાં વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આજે તાપી અને ડાંગ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે.





















