શોધખોળ કરો

Guarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ અપડેટ 

રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ નાવ કાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. નાવ કાસ્ટ મુજબ આગામી ત્રણ કલાક સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ નાવ કાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. નાવ કાસ્ટ મુજબ આગામી ત્રણ કલાક સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, દેવભૂમિ દ્વારકા,  જામનગર,  મોરબી,  પોરબંદર અને  કચ્છમાં ગાજવીજ અને ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  

આ સિવાય હવામાન વિભાગે  ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં ગાજ વીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરી છે.

આગામી ત્રણ કલાક અનેક જિલ્લામાં વરસશે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ કલાક દરમિયાન  મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ,દમણ અને દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.  

આજે આ જિલ્લામાં વરસાદની આગાહી
 
હવામાન વિભાગની આગાહી મુજબ આજે, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, આણંદ અને ભરુચમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
 
આવતીકાલે બુધવારે આ જિલ્લાઓમાં થશે મેઘમહેર
 
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલે બુધવારે પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગના જણાવ્યું મુજબ કાલે, ઉત્તર ગુજરાતના બનાસકાઠા, પાટણ,મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ઉપરાંત મધ્યગુજરાતમાં ખેડા, અમદવાદના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મઘ્યમ વરસાદની શક્યતા છે.
 
બોટાદમાં રેડ એલર્ટ જાહેર
 
બોટાદ જિલ્લામાં ભારે વરસાદના કારણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.  બોટાદ કલેક્ટર દ્રારા આવતીકાલ સવારે 6 વાગ્યા સુધી બોટાદ જિલ્ માં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બોટાદ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે.  જિલ્લાના વરસેલા ભારે વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયા છે. બોટાદ જિલ્લા કલેક્ટર ડો.જેન્સી રોય દ્રારા  માહિતી આપવામાં આવી છે. બોટાદમાં  15 ઈંચ વરસાદ વરસ્યો છે. રાણપુરમાં 5 અને બરવાળામાં 9 ઇંચ જ્યારે ગઢડામાં 14 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. 

ભારે વરસાદને લઈ  ખેતરો બેટમાં ફેરવાયા

બરવાળા પંથકમાં સતત વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે.  ખેતરોમાં વાવેલ પાકો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.  ખેતરોની પ્રોટેક્શન દિવાલો તોડી પાણી વહી રહ્યા છે. વાવેતર કરાયેલા લીંબુના છોડ અડધા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. બરવાળા પંથકમાં પણ જોરદાર વરસાદ વરસ્યો છે.    

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Cabinet Oath Ceremony Live: ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી મંડળમાં 26 સભ્યો, જૂની સરકારમાંથી છ મંત્રીઓ કરાયા રિપીટ
Gujarat Cabinet Oath Ceremony Live: ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી મંડળમાં 26 સભ્યો, જૂની સરકારમાંથી છ મંત્રીઓ કરાયા રિપીટ
Gujarat Cabinet Expansion: ગુજરાતના નવા મંત્રીઓનું ફાઇનલ લિસ્ટ,  આ મંત્રીઓ થોડીવારમાં લેશે શપથ 
Gujarat Cabinet Expansion: ગુજરાતના નવા મંત્રીઓનું ફાઇનલ લિસ્ટ,  આ મંત્રીઓ થોડીવારમાં લેશે શપથ 
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ, 6 મંત્રી યથાવત, 2 કેબિનેટમાં પ્રમોટ થતાં લેશે શપથ
ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ, 6 મંત્રી યથાવત, 2 કેબિનેટમાં પ્રમોટ થતાં લેશે શપથ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : કોણ બનશે મંત્રી?
Hun To Bolish : હું તો બોલીશ : લાલ પગ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કોણ લેશે શપથ?
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Gujarat Rain Forecast : ખેડૂતો માટે માઠા સમાચાર, દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Cabinet Oath Ceremony Live: ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી મંડળમાં 26 સભ્યો, જૂની સરકારમાંથી છ મંત્રીઓ કરાયા રિપીટ
Gujarat Cabinet Oath Ceremony Live: ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી મંડળમાં 26 સભ્યો, જૂની સરકારમાંથી છ મંત્રીઓ કરાયા રિપીટ
Gujarat Cabinet Expansion: ગુજરાતના નવા મંત્રીઓનું ફાઇનલ લિસ્ટ,  આ મંત્રીઓ થોડીવારમાં લેશે શપથ 
Gujarat Cabinet Expansion: ગુજરાતના નવા મંત્રીઓનું ફાઇનલ લિસ્ટ,  આ મંત્રીઓ થોડીવારમાં લેશે શપથ 
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ, 6 મંત્રી યથાવત, 2 કેબિનેટમાં પ્રમોટ થતાં લેશે શપથ
ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ, 6 મંત્રી યથાવત, 2 કેબિનેટમાં પ્રમોટ થતાં લેશે શપથ
Gujarat Cabinet Expansion: ગુજરાતમાં દાદા સરકારનું જમ્બૉ મંત્રીમંડળ, અહીં જુઓ તમામ 26 મંત્રીઓની યાદી
Gujarat Cabinet Expansion: ગુજરાતમાં દાદા સરકારનું જમ્બૉ મંત્રીમંડળ, અહીં જુઓ તમામ 26 મંત્રીઓની યાદી
દિવાળીના તહેવારમાં જ IRCTCની વેબસાઈટ અને એપ ઠપ, બુક થઈ રહી નથી તત્કાલ ટિકિટ
દિવાળીના તહેવારમાં જ IRCTCની વેબસાઈટ અને એપ ઠપ, બુક થઈ રહી નથી તત્કાલ ટિકિટ
Philippines Earthquake: ભૂકંપનો ભયંકર આંચકો, તીવ્રતા 6.1, સુનામીનું એલર્ટ પણ જાહેર
Philippines Earthquake: ભૂકંપનો ભયંકર આંચકો, તીવ્રતા 6.1, સુનામીનું એલર્ટ પણ જાહેર
ગુજરાત મંત્રીમંડળમાં મોટો ફેરફાર, જૂનાગઢ જિલ્લામાંથી ફરી ન મળ્યું કોઈને મંત્રીપદ
ગુજરાત મંત્રીમંડળમાં મોટો ફેરફાર, જૂનાગઢ જિલ્લામાંથી ફરી ન મળ્યું કોઈને મંત્રીપદ
Embed widget