શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રની કઈ નદીમાં પૂર આવ્યું? ગીર સોમનાથમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? જાણો વિગત
ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથમાં નોંધાયો છે. ગીર સોમનાથમાં 7 ઈંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો છે જ્યારે હાલ પણ વરસાદ ચાલુ છે. ભારે વરસાદને કારણે ગીર સોમનાથની હિરણ નદીમાં ધોડાપૂર આવ્યું છે.
સોમનાથ: અરબી સમુદ્વમાં ઉદભવેલું ‘વાયુ’ વાવાઝોડું હવે ગુજરાતનાં દરિયા કિનારે ટકરાશે નહીં પરંતુ હવે તે દરિયાઇ માર્ગે ઓમાન તરફ ફંટાઈ ગયું છે. વાવાઝોડાની દિશા બદલાઈ છે તેમ છતાં પણ ગુજરાત પર હજુય ખતરો ટળ્યો નથી. ગુજરાતનાં દરિયાકાંઠે આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને સરકારે આ બાબતની ગંભીરતા લઈને વધુ 48 કલાક સુધી હાઈ એલર્ટ યથાવત રાખ્યું છે.
ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથમાં નોંધાયો છે. ગીર સોમનાથમાં 7 ઈંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો છે જ્યારે હાલ પણ વરસાદ ચાલુ છે. ભારે વરસાદને કારણે ગીર સોમનાથની હિરણ નદીમાં ધોડાપૂર આવ્યું છે. અત્યાર સુધીમાં સાત ઈંચ વરસાદ વરસી ગયો છે. તલાલમાં પણ વાહન વ્યવહાર ખોરવાયો છે. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથમાં નોંધાયો છે. ગીર સોમનાથમાં 7 ઈંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો છે જ્યારે હાલ પણ વરસાદ ચાલુ છે. ભારે વરસાદને કારણે ગીર સોમનાથની હિરણ નદીમાં ધોડાપૂર આવ્યું છે. અત્યાર સુધીમાં સાત ઈંચ વરસાદ વરસી ગયો છે. તલાલમાં પણ વાહન વ્યવહાર ખોરવાયો છે.
ભારે વરસાદને પગલે સોમનાથ મંદિર નજીક આવેલા શોપિંગ સેન્ટરની દુકાનોમાં ઠીંચણ સમા પાણી ભરાઈ ગયા હતાં. ભરાયેલા પાણી ધીરે ધીરે ઉતરી રહ્યાં છે. આટલાં પાણીમાં પણ સોમનાથનાં લોકોએ મોટાભાગની દુકાનો રાબેતા પ્રમાણે ચાલુ રાખી છે.
કોડિનારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં. જ્યારે સુત્રાપાડામાં ભારે વરસાદે વિરામ લીધા બાદ આજે સવારે ફરીથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
આઈપીએલ
રાજકોટ
Advertisement
gujarati.abplive.com
Opinion