શોધખોળ કરો
ગુજરાતના કેટલા ડેમ હાઈ એલર્ટ પર છે અને કેટલી નદી અને તળાવો ઓવરફ્લો છે? જાણો
આગામી બે દિવસમાં ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી કરી છે. સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યનું અને સ્થાનિક વહીવટીતંત્ર સુસજ્જ છે.

આગામી બે દિવસમાં ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી કરી છે. સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યનું અને સ્થાનિક વહીવટીતંત્ર સુસજ્જ છે. ઉપરાંત 13 NDRFની ટીમો તૈનાત કરી દેવાઈ છે. અને SDRFની 11 તથા NDRFની 2 ટીમો એમ અન્ય 13 ટીમો રિઝર્વ રાખવામાં આવી છે.
રાજ્યના 205 જળાશયો પૈકી 108 જળાશયો હાઈ એલર્ટ પર, 14 જળાશયો એલર્ટ પર અને 17 જળાશયોને વોર્નિંગ આપવામાં આવી છે. 100 ટકાથી વધુ ભરાયેલા ડેમ 68 છે. રાજ્યમાં કુલ 44 નદીઓ અને 41 મોટા તળાવ ઓવરફલો થયા છે.
નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી પાણીની આવક થઈ રહી છે. ડેમમાં બે લાખ ક્યુકેસ પાણીની આવક થઈ રહી છે. હાલ નર્મદા ડેમ 65.63 ટકા ભરાયો છે. હાલ નર્મદાની સપાટી 126.89 મીટરે પહોંચી છે. દર કલાકે જળ સપાટી 10 સેન્ટિમીટરનો વધારો થઈ રહ્યો છે.
રાજ્યમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આજે બનાસકાંઠા, પાટણ, મોરબી અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તો સાબરકાંઠા, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે આવતીકાલે મોરબી અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગના મતે 26 તારીખથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 94.57 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સારા ચોમાસાના પગલે રાજ્યના 95 ટકા વિસ્તારમાં વાવેતર પણ પૂર્ણ થઈ ચૂક્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બોલિવૂડ
Advertisement
