શોધખોળ કરો

રાજ્યમાં હજુ કેટલા દિવસ રહેશે વરસાદી માહોલ, હવામાન વિભાગે શું કરી છે આગાહી?

આગાહીને કારણે ખેડૂતોને પોતાની જણસ સુરક્ષિત સ્થળે ખસેડી લેવાની સૂચના આપવામાં આવી છે.મધ્ય પૂર્વ અરેબિયન સમુદ્ર પર લો પ્રેશર સાથે હવાનું સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા રાજ્યભરના વાતાવરણમાં પલટો આવ્યો હતો

ગાંધીનગરઃ રાજ્યમાં આગામી બે દિવસ ખેડૂતો માટે મુશ્કેલીભર્યા રહેશે. પૂર્વી મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ હોવાના કારણે આગામી 48 કલાક રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટબન્સ કારણે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે અને વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો છે. આગામી બે દિવસ પવનની ગતિ સામાન્ય કરતા વધુ રહેશે. હવામાન વિભાગે હજુ પણ બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

આગાહીને કારણે ખેડૂતોને પોતાની જણસ સુરક્ષિત સ્થળે ખસેડી લેવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં 18થી 21 નવેમ્બર સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

મધ્ય પૂર્વ અરેબિયન સમુદ્ર પર લો પ્રેશર સાથે હવાનું સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા રાજ્યભરના વાતાવરણમાં પલટો આવ્યો હતો.  કારતક માસમાં અષાઢી માહોલ થઈ જતા રાજ્યના 15 તાલુકામાં એક ઈંચ, જ્યારે 30 તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.  કમોસમી વરસાદને પગલે કપાસ, ઘઉં, રાયડો, મકાઈ, તુવેરના પાકને નુકસાન થયું છે. ગુરૂવારે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની સૌથી વધુ અસર જોવા મળી હતી. જેમાં નર્મદા જિલ્લાના તિલકવાડામાં સોથી વધુ 2.83 ઈંચ, સાબરકાંઠાના ઈડરમાં 2.59 ઈંચ, વડાલીમાં 2.36 ઈંચ, મહેસાણાના ખેરાલુમાં 2.04 ઈંચ, જ્યારે સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 1.81 ઈંચ સાથે સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. આ સિવાય સતલાસણા, પોસિના, વિજયનગર, રાધનપુર, સાંતલપુર, નાંદોદ, ઊંઝા, બારડોલી, વાપી, વડનગરમાં વરસાદ નોંધાયો હતો. સુરતના બારડોલીમાં એક ઈંચથી વધુ કમોસમી વરસાદ વરસ્યો હતો. જ્યારે કામરેજ, માંગરોલ, મહુવામાં પણ વરસાદ વરસ્યો હતો. અન્ય તાલુકાઓમાં પણ છુટોછવાયો વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતામાં પ્રસરી છે.

ગુજરાતમાં કોરોનાના મૃતકોના પરિવારને વળતર મુદ્દે પડતી હાલાકીથી સુપ્રીમ કોર્ટ નારાજ

કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર,  રાજ્યમાં જાણો કેટલા કલાક કમોસમી વરસાદની કરાઈ  આગાહી ? 

ગુજરાતમાં વધતા કોરોના સંક્રમણ અને રાત્રિ કર્ફ્યુ મુદ્દે આરોગ્ય મંત્રીએ શું આપ્યું મોટું નિવેદન?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget