શોધખોળ કરો

Patan: પાણીની પાઇપ લાઈનમાંથી માનવ અવશેષો મળવાને મામલે જાણો શું થયો મોટો ખુલાસો

પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં પાણીની પાઇપ લાઈનમાંથી માનવ અવશેષો મળવાને મામલે  પાટણ એસપી વિશાખા ડબરાલ દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી છે.

પાટણ: પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં પાણીની પાઇપ લાઈનમાંથી માનવ અવશેષો મળવાને મામલે  પાટણ એસપી વિશાખા ડબરાલ દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી છે.   પીએમ રિપોર્ટ મુજબ આ માનવ અવશેષો યુવતીના  હોવાનું સામે આવ્યું છે.  અવશેષો પર કોઈ ઇજાના નિશાન નહિ હોવાનું પીએમ રિપોર્ટમાં સામે આવ્યું છે.  

પીએમ રિપોર્ટ મુજબ હત્યાના કોઈ પુરાવા મળ્યા નથી.  પોલીસ તપાસમાં મળેલ દુપટ્ટો ગુમ થનાર યુવતીનો હોવાનો પરિવારનો સ્વીકાર છે.  પાણીની ટાંકી તરફ જતી યુવતી સીસી ટીવીમાં જોવા મળી  તે ગુમ થનાર યુવતી અંગે પોલીસ તપાસ ચાલુ કરી છે. 

21 થી 40 વર્ષની યુવતીના અવશેષો હોવાનું અનુમાન છે.  લાશ પાણીના ટાંકામાં રહેતા ડીકમ્પોઝ થવા પામી.  પાણીની પાઇપ લાઈનમાં લાશ અથડાતા ટુકડા થયાં હોવાનું પીએમ રિપોર્ટમાં સામે આવ્યું છે. 

માનવ અવષેશો અને ગુમ યુવતીના કેટલાક પુરાવા મળતા આવે છે.  માનવ અવષેશો ગુમ યુવતીના હોવાનું અનુમાન છે.  ગુમ યુવતીના માતા-પિતાના DNA રીપોર્ટ આવ્યા બાદ જ સમગ્ર ઘટના અંગે રહસ્ય ખુલશે.   

સુરતના સચિન વિસ્તારમાં 22 વર્ષના યુવકની ઘાતકી હત્યા

સુરતમાં ફરી હત્યાની ઘટના સામે આવી છે. શહેરના સચિન વિસ્તારની હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. 22 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે. અજાણ્યા ઇસમો દ્વારા યુવકને ચાકુના ઘા મારી હત્યા કરી હતી. ઘટનાની જાણ થતા સચીન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક યુવકનું નામ અક્રમ વસીમ હાસ્મી છે. જૂની અદાવતમાં હત્યા થઈ હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સુરતમાં પિતાએ ખેલ્યો ખુની ખેલ

સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પિતા દ્વારા પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હુમલો છે. પિતાએ કરેલા હુમલામાં પુત્રીનું થયું છે. પિતાએ 17થી વધુ ઘા મારી પુત્રીની હત્યા કરી નાખી છે. આ ઘટના સુરતના કડોદરા સત્યમ નગર ખાતે બની છે. પિતાએ પરિવારના પાંચ સભ્યો પર હુમલો કર્યો છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે ટેરેસ પર સુવા બાબતે પતિ પત્ની વચ્ચે ઝગડો થયો હતો. જે બાદ આવેશમાં આવીને દીકરી,ત્રણ દીકરા અને પત્ની પર હુમલો કર્યો હતો. મોટા છરા વડે આધેડે ઘરના સભ્યો પર હુમલો કર્યો હતો. માતાને બચાવવા જતા દીકરી મોતને ભેટી હતી. દીકરીના મોઢા અને હાથ પર 17 જેટલા ઘા મારવામાં આવ્યા હતા. હાલમાં બે દીકરા અને પત્ની સારવાર હેઠળ છે. કડોદરા પોલીસે પિતા રામાનુજ સાહુને ડિટેન કર્યો છે. દીકરી ચંદા સાહુનું મોત નિપજ્યું છે.

સુરતમાં વધુ એક બાળકી પિંખાઈ

સુરત શહેરના વેસુ વિસ્તારમાં વીઆઈપી રોડ પર નંદનવન ટુની બાજુમાં નવી બંધાતી બિલ્ડીંગમાં કામ કરતા  12 વર્ષની દીકરી પર ત્યાં જ કામ કરતા વિધર્મી યુવકે નજર બગાડી હતી. બાર વર્ષની કિશોરીને લલચાવી ફોસલાવી તેvs ત્યાંથી ભગાડી જઈ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. જેથી બનાવને પગલે કિશોરીના પરિવારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિધર્મી યુવક સામે બળાત્કારનો ગુનો નોંધી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય
Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય
Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા
સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ

વિડિઓઝ

Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
Embed widget