શોધખોળ કરો

15-16 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી? કઈ-કઈ જગ્યાએ પડી શકે ધોધમાર વરસાદ?

આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 15 અને 16 ઓગષ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે.

આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 15 અને 16 ઓગષ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. બે દિવસ બાદ વરસાદમાં સામાન્ય ઘટાડો થશે પરંતુ પુનઃ વધુ વરસાદ આવશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે. જેના કારણે આગામી દિવસોમાં તેની તીવ્રતા વધશે. કચ્છ ઉપર પણ સીસ્ટમ સેટ થયેલી છે. જેના કારણે વ્યાપક વરસાદ વરસશે. 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી 70 ટકા વરસાદ થયો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે નર્મદા, સુરત-તાપી-જામનગર, રાજકોટમાં અતિભારે વરસાદ પડી શકે છે. સુરેંદ્રનગર-દાહોદ, આણંદ-મહિસાગર-પંચમહાલમાં અતિભારે વરસાદ પડી શકે છે. વડોદરા, છોટાઉદેપુર, ડાંગ નવસારી, વલસાડ-દમણ-ભાવનગરમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ડાંગ, નવસારી-ગીર સોમનાથ, દ્વારકા-સોમનાથ-જૂનાગઢ-મોરબીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ખેડા મહેસાણા-પાટણ સાબરકાંઠામાં પણ ધોધમાર વરસાદ વરસી શકે છે. જ્યારે અમદાવાદમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ ગુજરાતમાં વરસાદી માહાલ જામ્યો છે ત્યારે આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે જેની વચ્ચે હાલ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે દક્ષિણ પાકિસ્તાનમાં સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના વિવિધ વિસ્તારમાં છેલ્લા કેટલાંક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હાલ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે બે દિવસમાં બંગાળની ખાડીના ઉત્તરી ભાગોમાં લો-પ્રેશર બની રહ્યું છે. જેને કારણે દક્ષિણ-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં 17 ઓગસ્ટ સુધી દરિયો ના ખેડવા માછીમારોને સૂચના આપવામાં આવી છે જ્યારે દરિયામાં વરસાદ અને ભારે પવનના કારણે હાઈ ટાઇડ રહેશે. 45થી 65 કિમિની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 15, 16 અને 17 ઓગસ્ટ સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસશે. જેમાં બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, દાહોદ, મહિસાગર, ભરૂચ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, દ્વારકા, સુરત, વડોદરા, તાપી, નવસારી, નર્મદા, જૂનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, જામનગર, ભાવનગર, ગાંધીનગર, મહેસાણા તેમજ કચ્છમાં પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ શક્યતાઓ વ્યક્ત કરી છે.

ટોપ સ્ટોરી

થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત
ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત
Chhota Udepur: વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપના રજનીબેન રાઠવાની જીત 
Chhota Udepur: વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપના રજનીબેન રાઠવાની જીત 
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ
બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ
Embed widget