શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં આ દિવસે થશે જળબંબાકાર, વીક એન્ડમાં બહાર નીકળતા પહેલા સાવધાન
જુલાઈ મહિનાની શરૂઆતથી જ વરસાદે વિરામ લીધો છે. બીજી તરફ સતત વાદળ છાયુ વાતાવરણ રહેતા બાફ વધ્યો છે.
નવી દિલ્હીઃ હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. બંગાળના દરિયા કિનારે લો પ્રેશન સક્રિય થવાથી ગુજરાતમાં સારો વરસાદ પડશે. આગામી 28 અને 29 જુલાઈના રોજ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. વલસાડ, નવસારી, દમણ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢ અને કચ્છમા 28 અને 29 જુલાઈના ભારેથી અતિભારે વરસાદ થશે.
જુલાઈ મહિનાની શરૂઆતથી જ વરસાદે વિરામ લીધો છે. બીજી તરફ સતત વાદળ છાયુ વાતાવરણ રહેતા બાફ વધ્યો છે. બપોરના સમયે ઉનાળા જે વી ગરમીથી લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યાં છે. અસહ્ય ઉકળાટ વચ્ચે લોકો ત્રાહીમ પોકારી ઉઠ્યાં છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં ચોમાસુ બેસી ગયા બાદ માત્ર દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ જોવા મલ્યો છે જ્યારે અન્ય વિસ્તારમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે. ચાલુ વર્ષે બંગાળની ખાડીમા સિસ્ટમ સક્રિય થવી જોઈએ તેટલી સિસ્ટમ જ સક્રિય ન થતા વરસાદ ખેંચાયો છે. એક બાજુ વરસાદ ખેચાયો અને બીજી બાજુ મહત્તમ તાપમાનમા નોંધપાત્ર વધારો થયો છે. મહત્તમ તાપમાને છેલ્લા 10 વર્ષના જુલાઈ મહિનાનો રેકોર્ડ તોડ્યો હતા. જો કે આ બધુ ગ્લોબલ વોર્મિગના કારણે થય રહ્યુ છે.
હવામાન નિષ્ણાતોનુ પણ માનવુ છે કે ગ્લોબલ વોર્મિગની અસર ઋતુઓ પર થય રહી છે. જેના કારણે ગરમી વધી રહી છે અને વરસાદનુ પ્રમાણ ઘટી રહ્યુ છે. જો કે વરસાદી સિસ્ટમની એક્ટિવિટી શરૂ થતા આશા છે કે લો પ્રેશર સમગ્ર ગુજરાતમા સારો વરસાદ આપશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ખેતીવાડી
Advertisement
gujarati.abplive.com
Opinion