શોધખોળ કરો

ગુજરાતમાં 65 લાખ લોકોએ રસીના બન્ને ડોઝ લઈ લીધા, સૌથી વધુ બન્ને ડોઝ લેવાના મામલે મહારાષ્ટ્ર મોખરે

રાજ્યમાંથી ૧૮થી ૪૪ના વયજૂથમાંથી ૧.૧૪ કરોડ, ૪૫થી ૬૦ વયજૂથમાં ૯૪.૯૯ લાખ જ્યારે ૬૦થી વધુ વયજૂથમાં ૭૩.૯૮ લાખ લોકોએ વેક્સીન લીધી છે.

રાજ્યમાં કોરોના વેક્સિનના બંને ડોઝ લેનારાનો આંક હવે ૬૫ લાખને પાર થઇ ગયો છે. વેક્સિન લેવા માટે માન્ય ઉંમરની વસતી રાજ્યમાં ૪.૮૯ કરોડ છે. આ પૈકી ૨.૧૮ કરોડ વેક્સિનનો એક ડોઝ જ્યારે ૬૫.૧૩ લાખ લોકો વેક્સિનના બંને ડોઝ લઇ ચૂક્યા છે. એટલે કે વેક્સિન લેવા માટે માન્ય ઉંમરની ૧૩.૩૫ ટકા વ્યક્તિ ફૂલ્લી વેક્સિનેટેડ છે.

દેશના જે રાજ્યમાં સૌથી વધુ લોકોએ વેક્સિનના બંને ડોઝ લઇ લીધા હોય તેમાં મહારાષ્ટ્ર ૮૦.૪૦ લાખ સાથે મોખરે, પશ્ચિમ બંગાળ ૬૫.૬૦ લાખ સાથે બીજા અને ગુજરાત ત્રીજા સ્થાને છે.

રાજ્યમાંથી ૧૮થી ૪૪ના વયજૂથમાંથી ૧.૧૪ કરોડ, ૪૫થી ૬૦ વયજૂથમાં ૯૪.૯૯ લાખ જ્યારે ૬૦થી વધુ વયજૂથમાં ૭૩.૯૮ લાખ લોકોએ વેક્સીન લીધી છે. રાજ્યમાં મહિલા કરતાં પુરુષોમાં વેક્સિનેશનનું પ્રમાણ ૧૦ ટકા વધારે છે. જેમાં ૧.૫૪ કરોડ પુરુષ અને ૧.૨૯ કરોડ મહિલાનો સમાવેશ થાય છે. ગુજરાતમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ ૩૨.૩૪ લાખ અને ડાંગમાં સૌથી ઓછું ૬૮ હજાર ૨૫ લોકો વેક્સીન લીધી.

ગુજરાતમાં કોરોના કેસ

ગુજરાતમાં કોરોના સંક્રમણમાં (Gujarat Corona Cases) સતત ઘટાડો થઇ રહ્યો છે અને ગઈકાલે ૩1 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. રાજ્યના તમામ જિલ્લામાં ૧૦થી ઓછા દૈનિક કેસ નોંધાયા છે જ્યારે 20થી વધુ જિલ્લામાં એકપણ નવો કેસ (Corona Cases) નોંધાયો નથી.

રાજ્યમાં કેટલા છે એક્ટિવ કેસ

ગુજરાતમાં હાલ 179 એક્ટિવ કેસ (Active Cases) છે જ્યારે 6 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં ડાંગ, પાટણ, નર્મદા એવા જિલ્લા છે જ્યાં કોરોનાનો એકપણ કેસ નથી. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૯, સુરતમાંથી 7, વડોદરામાંથી 4, ભરૂચ, ભાવગર કોર્પોરેશન, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, કચ્છ, રાજકોટ કોર્પોરેશન, વડોદરામાં ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા.

ક્યાં ન નોંધાયો એક પણ કેસ

છેલ્લા ૨૪ કલાકમાં જ્યાં એકપણ નવો કેસ નોંધાયો નથી તેમાં અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાનવગર, બોટાદ, છોટા ઉદેપુર, અમદાવાદ, દાહોદ, ડાંગ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી, વલસાડનો સમાવેશ થાય છે.

કેટલા લોકોએ લીધી રસી

કોરોનાથી કુલ મરણાંક હવે ૧૦,૦૭૪ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧13 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 8,13,512 દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૮.૬9% છે.  રાજ્યમાં ગઈકાલે સાંજે પ વાગ્ય સુધીમાં 2,53,308 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા, જેની સાથે કુલ ડોઝનો આંક 2,83,68,489 થયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બનાસકાંઠા બાદ અન્ય  જિલ્લાઓનું પણ  થશે વિભાજન, જાણો  કયાં  નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં
બનાસકાંઠા બાદ અન્ય જિલ્લાઓનું પણ થશે વિભાજન, જાણો કયાં નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં
Gujarat News: હાર્દિક પટેલે આપ્યું મોટું નિવેદન, વિરમગામને લઇને કરી મોટી જાહેરાત
Gujarat News: હાર્દિક પટેલે આપ્યું મોટું નિવેદન, વિરમગામને લઇને કરી મોટી જાહેરાત
ભારતની અડધી શાળાઓમાં કોમ્પ્યુટર નથી! AIના જમાનામાં બાળકોને કેવી રીતે મળશે શિક્ષણ?
ભારતની અડધી શાળાઓમાં કોમ્પ્યુટર નથી! AIના જમાનામાં બાળકોને કેવી રીતે મળશે શિક્ષણ?
IND vs AUS: ઓસ્ટ્રેલિયા 181 રનમાં ઓલઆઉટ,ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ મચાવ્યો તરખાટ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા 181 રનમાં ઓલઆઉટ,ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ મચાવ્યો તરખાટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠા બાદ અન્ય  જિલ્લાઓનું પણ  થશે વિભાજન, જાણો  કયાં  નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં
બનાસકાંઠા બાદ અન્ય જિલ્લાઓનું પણ થશે વિભાજન, જાણો કયાં નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં
Gujarat News: હાર્દિક પટેલે આપ્યું મોટું નિવેદન, વિરમગામને લઇને કરી મોટી જાહેરાત
Gujarat News: હાર્દિક પટેલે આપ્યું મોટું નિવેદન, વિરમગામને લઇને કરી મોટી જાહેરાત
ભારતની અડધી શાળાઓમાં કોમ્પ્યુટર નથી! AIના જમાનામાં બાળકોને કેવી રીતે મળશે શિક્ષણ?
ભારતની અડધી શાળાઓમાં કોમ્પ્યુટર નથી! AIના જમાનામાં બાળકોને કેવી રીતે મળશે શિક્ષણ?
IND vs AUS: ઓસ્ટ્રેલિયા 181 રનમાં ઓલઆઉટ,ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ મચાવ્યો તરખાટ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા 181 રનમાં ઓલઆઉટ,ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ મચાવ્યો તરખાટ
Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો
Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો
Nostradamus Predictions 2025: નાસ્ત્રેદમસની 5 ખતરનાક ભવિષ્યવાણી, જે વર્ષ 2025માં થઈ શકે છે સાચી સાબિત!
Nostradamus Predictions 2025: નાસ્ત્રેદમસની 5 ખતરનાક ભવિષ્યવાણી, જે વર્ષ 2025માં થઈ શકે છે સાચી સાબિત!
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
Embed widget