શોધખોળ કરો
ગુજરાતમાં બે-ત્રણ દિવસમાં ઠંડી ઘટશે પણ ફરીથી કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની આગાહી
ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં ભારે હિમવર્ષાના કારણે જનજીવન થંભી ગયું છે. શ્રીનગરમાં ઠંડીએ છેલ્લા 30 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

હવામાન વિભાગના મતે રાજ્યમાં આગામી ત્રણ ચાર દિવસમાં ઠંડી ઘટવાની શક્યતા છે. ઠંડીનો પારો બેથી ત્રણ ડિગ્રી સુધી ઘટવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જો કે ત્યાર બાદ ફરીથી કાતિલ ઠંડીનો વધુ એક રાઉંડ શરૂ થવાની હવામાન વિભાગની આગાહી છે. ઉત્તર પૂર્વથી પૂર્વ દિશાના પવનને લીધે રાજ્યમાં કડકડતી ઠંડી યથાવત છે. 5.8 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યુ છે. જ્યારે રાજ્યના સાત શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રી નીચે નોંધાયો છે. અલગ અલગ શહેરોની વાત કરીએ તો નલિયામાં 5.8 ડિગ્રી, ગાંધીનગરમાં 7 ડિગ્રી,કેશોદમાં 7.1 ડિગ્રી,અમરેલીમાં આઠ ડિગ્રી, ડિસામાં 8.8 ડિગ્રી, કંડલામાં 9 ડિગ્રી, અમદાવાદમાં 9.5 ડિગ્રી, વલસાડમાં 10 ડિગ્રી, પોરબંદરમાં 10.2 ડિગ્રી, દિવમાં 10.3 ડિગ્રી, રાજકોટમાં 10.6 ડિગ્રી, વડોદરામાં 11.8 ડિગ્રી, ભાવનગરમાં 12 ડિગ્રી, ભૂજમાં12.4 ડિગ્રી, સુરેંદ્રનગરમાં 13.2 ડિગ્રી, સુરતમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. બીજી બાજુ ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં ભારે હિમવર્ષાના કારણે જનજીવન થંભી ગયું છે. શ્રીનગરમાં ઠંડીએ છેલ્લા 30 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. શ્રીનગરમાં ઠંડીનો પારો ગગડીને માઈનસ 8.8 ડિગ્રીએ પહોંચી ગયો, જેના કારણે લોકો ઠંડીમાં બરાબરના ઠુઠવાયા છે. શ્રીનગર ઉપરાંત પહેલગામમાં માઈનસ 12 ડીગ્રી, ગુલમર્ગમાં માઈનસ 2 ડીગ્રી જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશ લદાખના લેહમાં માઈનસ 6 ડીગ્રી, કારગિલમાં માઈનસ 6 ડીગ્રી અને દ્રાસમાં માઈનસ 7 ડીગ્રી તાપમાન નોંધાયું..જમ્મુ કાશ્મીરની જેમ ઉત્તરાખંડમાં પણ જોરદાર બરફવર્ષા થઇ રહી છે. રાજસ્થાનના હિલ સ્ટેશન માઉંટ આબૂમાં કાલિત ઠંડીના કારણે ઠેર-ઠેર બરફની પરત જામી ગઇ છે. નકી લેક પાસે બોટની સીટ હોય કે, રેસ્ટોરંટની ટેબલ હોય ચારે બાજુ બરફના થર જમા થઇ ગયા છે. તો, રાજસ્થાનના ફતેહપુરમાં પારો માઈનસ 2થી 3 ડિગ્રીએ પહોંચતા ખેતરમાં ઉગેલા પાક પર પણ બરફ જમા થઇ ગઇ.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
ગુજરાત
સ્પોર્ટ્સ
ક્રિકેટ
ધર્મ-જ્યોતિષ




















