Heart Attack: મહેસાણામાં શિક્ષિકાના મોતને લઇને થયો ખુલાસો, હાર્ટ અટેકથી નહિ પરંતુ આ કારણે થયું મૃત્યુ
મહેસાણામાં શિક્ષિકાના મોતને લઇને ખુલાસો સામે આવ્યો છે. 22 વર્ષિય શિક્ષિકાનું હાર્ટ અટેકથી નહિ પરંતુ અન્ય કારણથી મોત થયું છે
મહેસાણા: મહેસાણામાં શિક્ષિકાના મોતને લઇને ખુલાસો સામે આવ્યો છે. 22 વર્ષિય શિક્ષિકાનું હાર્ટ અટેકથી નહિ પરંતુ અન્ય કારણથી મોત થયું છે. અજમા તેમણે અજમા બગડે નહિ માટે મર્ક્યુરી ગોળી મૂકેલ હતી. અજમા સાથે તે આ ગોળી પણ ગળી જતાં મોત થયું હતું.
ઉલ્લેખનિય છે કે, મહેસાણાના દેદિયસનની આર.જે.સ્કૂલની 22 વર્ષીય શિક્ષિકાનું મોત હાર્ટ અટેકથી થયાનો પહેલા અહેવાલ આવ્યો હતો, ગરબે રમીને ઘરે પરત ફર્યાં બાદ તેનુ મોત નિપજ્યુ હતું. પ્રથમ દષ્ટીએ તેમનું મોત હાર્ટ અટેકથી થયાના અહેવાલ સામે આવ્યા હતા પરંતુ હકીકત હાર્ટ અટેક નહી પરંતુ મર્ક્યરી પારાની ગોળી હતી. જેના કારણે તેનું નિધન થયું.
ઉલ્લેખનિય છે કે, નવરાત્રિને લઇને સ્કૂલમાં શનિવારે પ્રિ નવરાત્રિ સેલિબ્રેશન હતું. ઋચિકા શાહ નામની શિક્ષિકા પણ આ સેલેબ્રશનમાં ગયા હતા અને ગરબે ઘૂમીની પરત ઘરે આવ્યા બાદ અજમા ખાવાની સાથે આ પારો ગળી જતાં તેનું મોત થયું હતું.
તો બીજી તરફ વડોદરના પાદરામાં યવકનું હાર્ટ અટેકના કારણે મોત થયું છે,. પાદરાની અરિહંત કોમ્પલેક્ષમાં યુવક અચાનક જ ઢળી પડ્યો હતો બાદ તેને તાબડતોબ હોસ્પિટલ લઇ જવાયો હતો. તબીબે હાર્ટ અટેકથી મોત થયાનો ખુલાસો કર્યો હતો. યુવકના અચાનક ઢળી પડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.
સાત દિવસ પહેલા સુરેન્દ્રનગર વિસ્તારમાંથી વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હોવાની માહિતી સામે આવી હતી. સાયલાના સુદામડામાં 25 વર્ષીય કલ્પેશ ચાવડા નામના યુવકનુ મોત નિપજ્યું હતું. પોલીસ ભરતી માટે દોડવાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો તે દરમિયાન દોડતા દોડતા જ અચાનક યુવક રસ્તા પર ઢળી પડતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. સાયલા સરકારી હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરે હાર્ટએટેકના કારણે યુવકનુ મોત નિપજ્યું હોવાનુ જાહેર કર્યો હતો. આ પહેલીવાર નથી, જ્યારે રાજ્યનાં 20થી 25 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોય. તેવા અનેક કેસ છે.
રાજકોટમાં 1 થી 4 ઓક્ટોબર સુધીમાં 63 લોકોને હાર્ટ એટેક આવ્યા
રાજ્યમાં હાર્ટ એટેકના કેસોમાં સતત અને ઝડપી વધારો નોંધાઇ રહ્યો છે, રાજકોટમાંથી સામે આવેલી વિગતો અનુસાર, અહીં છેલ્લા અઠવાડિયામાં હ્રદય રોગના હુમલાના બનાવો 63ને પાર થઇ ગયા છે. આ આંકડો માત્ર ઓક્ટોબર મહિનાના પહેલા ચાર દિવસનો જ છે. ચાલુ વર્ષે આ કેસો 4500ને પાર થઇ જાય તો નવાઇ નહીં રહે.
રાજકોટમાં હ્રદય રોગના હુમલાના કોસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તાજા રિપોર્ટ પ્રમાણે, રાજકોટમાં ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં એટલે કે 1 થી 4 ઓકટોબર સુધીમાં હાર્ટ એટેકના 63 બનાવો સામે આવ્યા છે, જે ચિંતાનો વિષય બન્યો છે. ચાલુ વર્ષમાં સૌથી વધુ હાર્ટ એટેકના કેસો સપ્ટેમ્બર માસમાં 451 જેટલા નોંધાયા હતા, અને સૌથી ઓછા કેસો જૂન માસમાં 324 હાર્ટ એટેક કેસો નોંધાયા હતા. હાર્ટ એટેકના કેસોની વાર્ષિક વાત કરીએ તો વર્ષ 2021માં 2087 કેસો, 2022માં 3458 કેસો નોંધાયા હતા, જ્યારે ચાલુ વર્ષે 4 ઓકટોબર સુધીમાં 3512 નોંધાયા નોંધાઇ ચૂક્યા છે. ચાલુ વર્ષે આ આંકડો 4500ને પાર પહોંચે તેવી પુરેપુરી શક્યતા છે.
આ પણ વાંચો
Gujarat Rain forecast: આજે અને આવતી કાલે રાજ્યના આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી