શોધખોળ કરો

જૂનાગઢ: પતિએ પત્નીની હત્યા કરી મૃતદેહને જમીનમાં દાટી દીધો, આ રીતે ફૂટ્યો ભાંડો

વિસાવદરના પ્રેમપરા ગામે હ્યદયને હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. અહીં પતિએ પત્નીની હત્યા કરી મૃતદેહને જમીનમાં દાટી દીધો હતો. દોઢેક માસ પહેલા પતિએ પત્નીની હત્યા કરી શેઢાળીના દરમાં મૃતદેહને દાટી હતો.

જૂનાગઢ : વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામે હ્યદયને હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. અહીં પતિએ પત્નીની હત્યા કરી મૃતદેહને જમીનમાં દાટી દીધો હતો. દોઢેક માસ પહેલા પતિએ પત્નીની હત્યા કરી શેઢાળીના દરમાં મૃતદેહને દાટી હતો. જો કે, પોલીસે પતિની કડકાઈથી પૂછપરછ કરતા હત્યા અંગે ભાંડો ફૂટ્યો હતો. ત્યાર બાદ પોલીસે ખાડો ખોદી તપાસ કરતા મહિલાના મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા. હવે મહિલાના અવશેષોને ડી.એન.એ ટેસ્ટ માટે મોકલાશે. પોલીસે આરોપી પતિ જીવરાજ જગુ માથાસુરીયા વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

જામનગરમાં બાળકને ઠપકો આપવાની બાબતે બે જૂથ વચ્ચે અથડામણ, એકની હત્યા
જામનગર: શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. ગતરાત્રીના ડિફેન્સ કોલોની વિસ્તારમાં એક યુવાનની હત્યા કરવામાં આવી છે. મૃતકનું નામ ભરત ગઢવી છે.  બાળકને ઠપકો આપવાની બાબતે બે જૂથ વચ્ચે બોલાચાલી થયા પછી થયેલ મારામારીની ઘટના હત્યામાં ફેરવાઈ હતી. આ ઘટનામાં એક યુવાન ઇજાગ્રસ્ત થયો છે. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિને થાળે પાડી હતી.

શિક્ષણ જગત શર્મસાર, ટ્યુશન શિક્ષકે વિદ્યાર્થીનીનો વિડીયો ઉતારી કલાસરૂમમાં જ અનેકવાર દુષ્કર્મ આચર્યું
Dahod : દાહોદ જિલ્લામાં શિક્ષક જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. ઝાલોદમાં પોતાના ટ્યુશન કલાસીસમાં આવતી વિદ્યાર્થીનીનો  વિડીયો ઉતારી બ્લેકમેલ કરી શિક્ષકે તેના પર દુષ્કર્મ આચર્યું હતું. કહેવાય છે ગુરુ એ બાળકનું ભવિષ્ય ઉજ્વળ કરે પણ દાહોદ જિલ્લામાં એક શિક્ષકે તો પોતાની વિધાર્થીનું ભાવિ બગાડ્યું છે. ઝાલોદ ગામમાં આવેલ “હેતા“ કલાસીસમાં એક વિદ્યાર્થીની ભણતરમાં આગળ વધવા માટે આ કલાસમાં જોડાઈ હતી. જોકે પહેલેથી જ આ “હેતા કલાસ”ના સંચાલકમાં આ કિશોરી માટે મનમાં ખોટા વિચારો હતા. 

કલાસના સંચાલક નૈનેશ ભુરજી ડામોરે કોઈપણ ભોગે તેનો બદ ઈરાદો પાર પાડવા માટે વિદ્યાર્થીની વોશરૂમ ગઈ તે વખતે કિશોરી પર આ શિક્ષકની નજર હતી તેનો વિડીયો ઉતારી લીધો હતો. બાદમાં આ વિડીયો પીડિત કિશોરીને બતાવી વિડીયો  વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી ઘબરાઈ ગયેલી કિશોરી એ આ વિડિઓ વાયરલ કરવાની ના પાડી હતી. જોકે કલાસ સંચાલક શિક્ષકે તેને બ્લેકમેલ કરી ડરાવી ધમકાવીને તેના કલાસરૂમમાં વિદ્યાર્થીની સાથે અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું અને જો કોઈને કહીશ તો મારી નાખીને બદનામ કરવાની ધમકી પણ આપી હતી.

સમગ્ર ઘટના ત્યારે બહાર આવી જ્યારે લીમડી હોસ્પિટલના ગાયનેક ડોકટરે ઝાલોદ એ.એસ.પી વિજયસિંહ ગુર્જરને જાણ કરી હતી કે બે શિક્ષકો એક વિદ્યાર્થીની ને લઇને ગર્ભ પડાવવા માટે અલગ અલગ દવાખાનામાં ફરી રહ્યા છે. ત્યારે પોલીસે બંને પર વોચ ગોઠવી હતી.બીજી બાજુ પીડિતાને ઉલટી અને ચક્કર આવતા પીડીતાએ તેની માતાને વાત કરી હતી, ત્યારે પિડીતાએ તેની માતાને સમગ્ર હકીકતની વાત કરતા તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Niti Aayog: નીતિ આયોગની નવી ટીમ બનાવવામાં આવી, PM મોદી અધ્યક્ષ
Niti Aayog: નીતિ આયોગની નવી ટીમ બનાવવામાં આવી, PM મોદી અધ્યક્ષ
સસ્પેન્ડેડ પોલીસકર્મી નીતા ચૌધરીની લીમડી પાસેથી ધરપકડ, બુટલેગરના સગાને ત્યા રોકાઈ હોવાનો ખુલાસો
સસ્પેન્ડેડ પોલીસકર્મી નીતા ચૌધરીની લીમડી પાસેથી ધરપકડ, બુટલેગરના સગાને ત્યા રોકાઈ હોવાનો ખુલાસો
Make In India: વિશ્વમાં વધી રહ્યો છે ભારતમાં બનેલી વસ્તુઓનો દબદબો, જાણો વિગત
Make In India: વિશ્વમાં વધી રહ્યો છે ભારતમાં બનેલી વસ્તુઓનો દબદબો, જાણો વિગત
Farmer Loan Waiver: આ રાજ્યની સરકારે કર્યુ ખેડૂતોનું દેવું માફ, 18 જુલાઈ સુધીમાં થઈ જશે પેમેન્ટ
Farmer Loan Waiver: આ રાજ્યની સરકારે કર્યુ ખેડૂતોનું દેવું માફ, 18 જુલાઈ સુધીમાં થઈ જશે પેમેન્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News | પલસાણામાં ખેડૂતોનો ચક્કાજામ, વીજ લાઈન નાખવાની કામગીરીનો વિરોધHu to Bolish |  હું તો બોલીશ | ક્યારે અટકશે વ્યાજખોરોનો આતંક?Hu to Bolish |  હું તો બોલીશ | કેમ સડી સાયકલ? પૈસાનું પાણી પાર્ટ-2Kheda News: તંત્રની ભૂલના કારણે દેશનું ભવિષ્ય ખુલ્લા આકાશ નીચે અભ્યાસ કરવા બન્યા મજબૂર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Niti Aayog: નીતિ આયોગની નવી ટીમ બનાવવામાં આવી, PM મોદી અધ્યક્ષ
Niti Aayog: નીતિ આયોગની નવી ટીમ બનાવવામાં આવી, PM મોદી અધ્યક્ષ
સસ્પેન્ડેડ પોલીસકર્મી નીતા ચૌધરીની લીમડી પાસેથી ધરપકડ, બુટલેગરના સગાને ત્યા રોકાઈ હોવાનો ખુલાસો
સસ્પેન્ડેડ પોલીસકર્મી નીતા ચૌધરીની લીમડી પાસેથી ધરપકડ, બુટલેગરના સગાને ત્યા રોકાઈ હોવાનો ખુલાસો
Make In India: વિશ્વમાં વધી રહ્યો છે ભારતમાં બનેલી વસ્તુઓનો દબદબો, જાણો વિગત
Make In India: વિશ્વમાં વધી રહ્યો છે ભારતમાં બનેલી વસ્તુઓનો દબદબો, જાણો વિગત
Farmer Loan Waiver: આ રાજ્યની સરકારે કર્યુ ખેડૂતોનું દેવું માફ, 18 જુલાઈ સુધીમાં થઈ જશે પેમેન્ટ
Farmer Loan Waiver: આ રાજ્યની સરકારે કર્યુ ખેડૂતોનું દેવું માફ, 18 જુલાઈ સુધીમાં થઈ જશે પેમેન્ટ
Video: આવું મોત કોઈને ન આવે, છત પર ઉભેલો વ્યક્તિ અચાનક બની ગયો રાખ, વીડિયો જોઈને મોઢું રહી જશે ખુલ્લું
Video: આવું મોત કોઈને ન આવે, છત પર ઉભેલો વ્યક્તિ અચાનક બની ગયો રાખ, વીડિયો જોઈને મોઢું રહી જશે ખુલ્લું
Oman Muscat Shooting: ઓમાનમાં મસ્જિદ પાસે ફાયરિંગ, એક ભારતીય સહિત છ લોકોનાં મોત
Oman Muscat Shooting: ઓમાનમાં મસ્જિદ પાસે ફાયરિંગ, એક ભારતીય સહિત છ લોકોનાં મોત
Rajkot Rain: ધોધમાર વરસાદથી રાજકોટ થયું જળબંબાકાર,એસ્ટ્રોન ચોકનું નાળું થયું બંધ, વાહન ચાલકો પરેશાન
Rajkot Rain: ધોધમાર વરસાદથી રાજકોટ થયું જળબંબાકાર,એસ્ટ્રોન ચોકનું નાળું થયું બંધ, વાહન ચાલકો પરેશાન
Chandipura Virus: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં પણ ફેલાયો બાળકો માટે જીવલેણ ચાંદીપુરા વાયરસ, જાણો કેટલો છે મૃત્યુદર
Chandipura Virus: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં પણ ફેલાયો બાળકો માટે જીવલેણ ચાંદીપુરા વાયરસ, જાણો કેટલો છે મૃત્યુદર
Embed widget