શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતના કયા-કયા વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડશે? હવામાન વિભાગે બીજી શું કરી આગાહી? જાણો વિગત
હવામાન વિભાગ અનુસાર વરસાદી સિસ્ટમ હજુ સક્રિય હોવાથી ઉત્તર ગુજરાતમાં તેની અસર જોવા મળશે. ઉત્તર ગુજરાતમાં બંગાળની ખાડીની લો-પ્રેશર સિસ્ટમને લઈ બુધવાર સાંજ બાદ વરસાદી માહોલ જામ્યો
ગાંધીનગર: ઉત્તર ગુજરાતમાં બંગાળની ખાડીની લો-પ્રેશર સિસ્ટમને લઈ બુધવાર સાંજ બાદ વરસાદી માહોલ જામ્યો હતો. ત્યાર બાદ મોડી રાતથી ધીમે ધીમે સાર્વત્રિક વરસાદની શરૂઆત થઈ હતી. ગુરૂવાર આખો દિવસ સાર્વત્રિક વરસાદની સ્થિતિ યથાવત રહી હતી. શુક્રવાર બપોર સુધી જોવા મળી હતી. ત્યાર બાદ ધીમેધીમે વાદળો વિખરાયા હતા.
આ 48 કલાકમાં 11 તાલુકામાં સૌથી વધુ 4થી 9 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. જેમાં પોશીનામાં 8.6 ઈંચ, હારીજમાં 8 ઇંચ, સતલાસણામાં 6.48 ઇંચ, અમીરગઢમાં 5.56 ઇંચ, ખેડબ્રહ્મામાં 5.44 ઇંચ, દાંતામાં 5 ઇંચ, સિધ્ધપુરમાં 4.68 ઇંચ, પાલનપુરમાં 4.6 ઇંચ, વડગામ અને ઊંઝામાં 4.16 ઇંચ, ભિલોડા અને હિંમતનરમાં 4 ઇંચ વરસાદ વરસ્યો હતો.
બે દિવસના વરસાદમાં મહેસાણા જિલ્લામાં સતલાસણા તાલુકાના ભાલુસણાથી નાનીભાલુ જતો રોડ ધોવાયો હતો. સાબરકાંઠા જિલ્લામાં તાજપુર કુઈમાં એક મકાન અને બડોલીમાં દુકાન ધરાશાયી થયું હતું. ઈરના દેત્રોલી ગામની નદીમાં ઘોડાપૂર આવતાં સંર્પક વિહોણું બન્યું હતું.
રાજકોટમાં ગુરુવાર સાંજથી શુક્રવાર સાંજ સુધીના 24 કલાકમાં બે ઇંચ જેટલું પાણી વરસી ગયું હતું. ભાવનગરમાં શુક્રવારે એક ઇંચ વરસાદ પડી ગયો હતો. જ્યારે સિહોરમાં અડધા ઇંચથી વધુ અને તળાજા, જેસર અને ઘોઘામાં હળવા ઝાપટા વરસી ગયા હતા.
વડોદરામાં શુક્રવારે શહેરમાં વરસાદનું પુન:આગમન થયું હતું.સવારે 6 વાગ્યાથી લઇને રાત્રે 8 વાગ્યા સુધીના 14 કલાકના સમયગાળામાં શહેરભરમાં 14 મી.મી વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગ અનુસાર વરસાદી સિસ્ટમ હજુ સક્રિય હોવાથી ઉત્તર ગુજરાતમાં તેની અસર જોવા મળશે. ગુજરાતમાં છુટોછવાયો વરસાદ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion