ગુજરાતના દરિયા કાંઠા નજીક ફિશિંગ બોટમાં લાગી આગ, 7 માછીમારોને બચાવાયા
ભારતીય કોસ્ટ ગાર્ડે 7 માછીમારોને એક ફિશિંગ બોટમાંથી બચાવ્યા, જે ગુજરાતના દરિયાકાંઠાથી આશરે 50 માઈલ દૂર અરબી સમુદ્રમાં માછીમારી કરતી વખતે આગ લાગી હતી.
અમદાવાદઃ ભારતીય કોસ્ટ ગાર્ડે 7 માછીમારોને એક ફિશિંગ બોટમાંથી બચાવ્યા, જે ગુજરાતના દરિયાકાંઠાથી આશરે 50 માઈલ દૂર અરબી સમુદ્રમાં માછીમારી કરતી વખતે આગ લાગી હતી. માછીમારોને ગુજરાતના ઓખા ખાતે લાવવામાં આવી રહ્યા છે, તેમ કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું.
ભારતીય જળ સીમા નજીક બોટમાં આગ લાગી હતી. આજ સવારના સમયે લાગી બોટમાં આગ લાગી હતી. બોટ ના 7 ખલાસી નો કોસ્ટગાર્ડ જીવ બચાવ્યો. કૈલાસરાજ નામની બોટમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં કોસ્ટગાર્ડ મદદે પહોંચ્યું હતું. આગ ઉપર કાબુ મળવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો.
"India Coast Guard saved 7 fishermen from a fishing boat that had caught fire while fishing in the Arabian Sea, approximately 50 miles off the Gujarat coast. Fishermen are being brought to Okha, Gujarat," said the Coast Guard pic.twitter.com/GNkj4dxuLv
— ANI (@ANI) November 7, 2021
આગમાં બોટ બળીને ખાખ થઈ જતા જળ સમાધિ લીધી હતી. બોટમાં ડીઝલ લીકેજ થતાં આગ લાગી હતી. બોટના ઇજગ્રસ્ત માછીમારોને કોસ્ટગાર્ડે સારવાર આપી હતી. ખલાસીઓને ઓખા બંદરે લાવામાં આવશે.
અન્ય એક ઘટનામાં ગત ૨૬ તારીખે વહેલી સવારે માછીમારી માટે નીકળેલી જલપરી નામની ભારતીય બોટ પર ગઈ કાલે તા. ૬ ના અંદાજે સાંજે ૩ થી ૪ વાગ્યા આસપાસ પાકિસ્તાન મરીન દ્વારા ફાયરીંગ થયું હોવાનું વાત સામે આવી છે. જલપરી નામની આ બોટ સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના માઢવાડ ગામની હોવાનું અને નાનજી ભાઈ રાઠોડની માલિકીનું સામે આવ્યું છે. પ્રાથમિક વિગત પ્રમાણે આ જલપરી બોટના ૭ જેટલા ખલાસીઓ સવાર હતા. અરબી સમુદ્રમાં ભારતીય જળસીમામાં માછીમારી કરી રહેલ બોટ પર પાકિસ્તાનીઓ દ્વારા ધડાધડ ફાયરીંગ કરતા એક ભારતીય (મહારાષ્ટ્રીયન) માછીમારનું મૃત્યુ નીપજ્યું છે. જયારે અન્ય એકને ઇજા પહોચી છે. ત્યારે હાલ ઓખા જેટી પર આવી પહોંચેલ બોટનો સુરક્ષા એજન્સીઓ અને પોલીસે કબજો સંભાળ્યો છે અને આગળની તપાસ હાથ ધરી અને હાલ મૃત માછીમારને જામનગર પીએમ માટે ખસેડવામાં આવ્યો છે.
અરબી સમુદ્રમાં પાકિસ્તાની મરીન એજન્સીની અવારનવારની આડોડાઈ સામે આવતી રહી છે. ભારતીય જળસીમામાં ઘુસી ક્યારેક માછીમારો સાથેની ભારતીય બોટના અપહરણ તો ક્યારેક માછીમારી કરી રહેલ બોટ પર ધડાધડ ફાયરીંગ કરવામાં આવે છે. માધવડ ગામના નાનજીભાઇ રાઠોડની જલપરી નામની બોટ (રજી.નં. IND GJ-32-MM-645) ઓખા આર.કે.બંદર શીરાજી જેટી પરથી ગઇ તા.૨૬/૧૦/૨૦૨૧ ના વહેલી સવારે માછીમારી માટે નીકળેલ હતી.
આ દરમિયાન બોટના ટંડેલ દીલીપભાઇ નટુભાઇ સોલંકી સહિત કુલ ૬ (છ) ખલાસી સાથે ભારતીય જળ સીમામા ભારતીય બોર્ડર નજીક માછીમારી કરતા હોય અને ગઇ તા.૦૬/૧૧/૨૦૨૧ ના ૩ થી ૪ વાગ્યાના આસપાસ ત્યાં એક પાકીસ્તાની મરીન એજન્સીની બોટો આવી અને ઓચીંતાની જલપરી બોટ પર આડેધડ ફાઇરીંગ શરુ કર્યું હતું. જે ફાઇરીંગમા આ બોટના ટંડેલ દીલીપભાઇ નટુભાઇને ડાબી બાજુ લમણામા ફાઇરીંગથી ઇજા થયેલ અને તેની સાથેના ખલાસી શ્રીધરભાઇને બગલમા પાછળની સાઇડ ડાબી બાજુ ગોળી લાગતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અચાનક થયેલ ફાયરીંગના પગલે ટંડેલએ બોટને ઓખા બંદર તરફ વાળી હતી. આજે બપોરે આ બોટ ઓખા જેટી પર આવી પહોચતા મરીન પોલીસે સ્થળ પર પહોચી સમગ્ર ઘટનાનું પંચનામું કર્યું હતું. દરમિયાન મૃતક માછીમાર ને જામનગર તરફ રવાના કર્યા હતા. જામનગર ખાતે મૃતકની પીએમ કરાશે એમ જાણવા મળ્યું છે.