ગુજરાતમાં ઇટાલિયાને હટાવાયા આમ આદમી પાર્ટીના પ્રમુખ પદેથી, જાણો કોણ બન્યા નવા પ્રદેશ પ્રમુખ
ગુજરાત આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં મોટો ફેરફાર, જાણો ગોપાલ ઇટાલિયાની જગ્યાએ કોને બનાવાયા અધ્યક્ષ
![ગુજરાતમાં ઇટાલિયાને હટાવાયા આમ આદમી પાર્ટીના પ્રમુખ પદેથી, જાણો કોણ બન્યા નવા પ્રદેશ પ્રમુખ Ishudan Garhvi was made the president of Aam Aadmi Party Gujarat ગુજરાતમાં ઇટાલિયાને હટાવાયા આમ આદમી પાર્ટીના પ્રમુખ પદેથી, જાણો કોણ બન્યા નવા પ્રદેશ પ્રમુખ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/11/964c27d8bf4547e10a017f964d1090011670747021774488_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
AAP Gujarat: આમ આદમી પાર્ટીના ગુજરાત નેતૃત્વમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ગોપાલ ઇટાલિયાને અધ્યક્ષ પદ પરથી હટાવવામાં આવ્યા છે તેમની જગ્યાએ ઇશુદાન ગઢવીને આમ આદમી પાર્ટી ગુજરાતના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો જીત્યાં છે. વિધાનસભામાં કંઈ ખાસ પરિણામ ન મળ્યા બાદ હવે પાર્ટી ફરીવાર લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઈ છે. તે ઉપરાંત આગામી સમયમાં ગુજરાતમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ઝંપલાવે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતાં. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની રેલીમાં સેંકડો લોકો જોડાતા હતાં. તે છતાં પણ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવી જેવા નેતાઓને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ ચૂંટણીમાં રાજકીય નિષ્ણાંતોના મતે આમ આદમી પાર્ટીના કારણે જ કોંગ્રેસને કારમો પરાજય મળ્યો છે. પરંતુ હવે
સૌ નવનિયુક્ત પદાધિકારીઓ ખૂબ ખૂબ અભિનંદન. pic.twitter.com/ypDxC0bEEZ
— AAP Gujarat (@AAPGujarat) January 4, 2023
હાલમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતની ચૂંટણી લડીને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મેળવી લીધો છે. ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીએ વીસાવદર, ગારિયાધાર, જામજોધપુર, બોટાદ અને ડેડીયા પાડા બેઠક પરથી જીત મેળવી છે. ડેડિયાપાડા બેઠક પરથી જીતનાર ધારાસભ્ય ચૈતર વસાવાએ ધારાસભ્ય તરીકે એક પછી એક મુદ્દાઓને ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. તેમણે પાણી અને વીજળી સહિતના મુદ્દે તંત્રને ચીમકી આપીને લોકોને સુવિધાઓ આપવા માટે જણાવ્યું છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)