(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Monsoon: રાજ્યમાં ફરી જામશે વરસાદી માહોલ, આજે અહીં થશે મેઘમહેર
હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદમાં હળવાથી મઘ્ય વરસાદનું અનુમાન છે.
Gujarat Monsoon: છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. ઘણા સમયથી કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી રાજ્યમાં ક્યાંય પણ નોંઘપાત્ર વરસાદ નથી નોંધાયો પરતું હવે બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાતા ફરી ગુજરાતને મેઘરાજા ઘમરોળશે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજથી વરસાદી માહોલ ફરી જામશે. હવામાન વિભાગની આગાહી મુજબ 2 દિવસ રાજ્યમાં છૂટછવાયો વરસાદ પડશે. 20મી ઓગસ્ટે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે. વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુરમાં ભારે વરસાદની થઇ શકે છે.
આજે દક્ષિણના જિલ્લાઓમાં અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાત પ્રદેશના જિલ્લાઓ એટલે કે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદમાં હળવાથી મઘ્ય વરસાદનું અનુમાન છે.
Heavy Rainfall warning Dated:- 18-08-2023 pic.twitter.com/NsanOEB0Wc
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) August 18, 2023
20 ઓગસ્ટે આ જિલ્લામાં મેઘમહેરની શક્યતા
તો 20 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે. ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, નવસારી, વલસાડમાં વરસાદની શક્યતા છે.
છેલ્લા 100 વર્ષમાં સૌથી ઓછો વરસાદ ઓગસ્ટ 2023માં જોવા મળી શકે છે. અલ નીનોની અસરને કારણે દેશના ઘણા રાજ્યોમાં ચોમાસાના વરસાદમાં ભારે ઉણપ જોવા મળી રહી છે. રોયટર્સે તેના અહેવાલમાં હવામાન વિભાગના બે અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે 1901 પછી દેશમાં ઓગસ્ટ 2023માં સૌથી ઓછો વરસાદ થવાની ધારણા છે. વરસાદના અભાવે ખાદ્યપદાર્થોના ફુગાવામાં ઉછાળો જોવા મળી શકે છે. કારણ કે વરસાદના અભાવે ખરીફ પાકોના ઉત્પાદનને અસર થવાની સંભાવના છે. આ ખરીફ સિઝનમાં ચોખાથી લઈને સોયાબીનના ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે. ઓછો વરસાદ આવતા રવી સિઝનમાં ઉગાડવામાં આવતા પાકના ઉત્પાદનને અસર કરી શકે છે, જેમાં ઘઉં અને સરસવનો સમાવેશ થાય છે. ઘઉંની ખેતી માટે ખેતરોમાં ભેજ હોવો ખૂબ જ જરૂરી છે. આ ચોમાસાની સિઝનમાં ઓછા વરસાદને કારણે મોંઘવારી વધવાનો ભય છે. જુલાઈ મહિના માટે જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, છૂટક મોંઘવારી દર વધીને 7.44 ટકા અને ખાદ્ય મોંઘવારી દર 11.51 ટકા પર પહોંચી ગયો છે. લીલોતરી અને શાકભાજી ઉપરાંત ઘઉં, ચોખા અને કઠોળના ભાવ પણ વધવા લાગ્યા છે. જો ઓછો વરસાદ થશે તો મોંઘવારી વધુ વધી શકે છે.
આ પણ વાંચોઃ