શોધખોળ કરો

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ

મુનિ જણાવે છે કે નવરાત્રીના નવ દિવસ દરમિયાન લોકો દરરોજ અલગ અલગ કપડાં, મેકઅપ અને શોખ ધરાવે છે.

Navratri Controversial Video Viral: જૈન મુનિ વિજય બોધિસૂરીશ્વરજી મહારાજનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ નવરાત્રી ઉત્સવ વિશે વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા છે. વીડિયોમાં જૈન સંત નવરાત્રીને 'લવરાત્રિ' તરીકે સંબોધે છે અને તેના નકારાત્મક પરિણામો વિશે ચેતવણી આપે છે.

મુનિ જણાવે છે કે નવરાત્રીના નવ દિવસ દરમિયાન લોકો દરરોજ અલગ અલગ કપડાં, મેકઅપ અને શોખ ધરાવે છે. તેમના મતે, નવરાત્રી પછીના ત્રણ મહિનામાં ગર્ભપાત (એબોર્શન) માટેની લાંબી કતારો જોવા મળે છે. મુનિએ એક ડૉક્ટરનો હવાલો આપતા કહ્યું કે નવરાત્રી બાદ ગર્ભપાતના કેસોમાં નોંધપાત્ર વધારો થાય છે.

આ વીડિયો સામાજિક માધ્યમો પર ઝડપથી ફેલાયો છે અને ઘણા લોકોએ જૈન મુનિના નિવેદનો પર પ્રતિક્રિયા આપી છે.

સ્વામીનારાયણના સંતે પણ નવરાત્રીને લઈને કર્યો બફાટ

માતાની આરાધનાના આ અવસર પર સ્વામીનારાયણના એક સંતે આપેલા નિવેદને ભારે ચર્ચા જગાવી છે. અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રિ અંગે નિવેદન આપ્યું છે. જેનો વીડિયો સામે આવ્યા બાદ ચકચાર મચી છે.

અનુપમ સ્વરૂપ સ્વામીએ પોતાના નિવેદનની શરુઆત કરતા કહ્યું કે, ખેતરમાં ઘાસના ઢગલામાં આગ લાગે તો ખેડૂત પાણી કે ધુળથી આગ બુઝાવવા ન જાય પણ જેટલા પુળા ખેંચીને  બચાવી લેવાય તેટલા બચાવવાનો પ્રયત્ન કરે. વર્તમાન સમયમાં સમાજમાં વ્યસનરૂપી અને ફેશનરૂપી,ઈર્ષ્યા શો ઓફ,અહંકાર,કામ,ધાર્મિકતામાં પણ નાસ્તિકતા રૂપી અગ્નિ જે ભડકે બળે છે તે બધાને સુધારવા જઈએ તો કંઈ ભેગુ ન થાય પણ જેટલા સમજે તેને બચાવી લેવા કે ભડકતી આગથી ઉગારી લેવા તે સાધુપુરૂષનું કામ છે.

ગુજરાતીઓ આપના પ્રિય તહેવાર નવરાત્રિને લોકો લવરાત્રિ કહે છે. નવ દિવસનો નાઈટ ફેશન શો, માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓની પુજાના દિવસો આવ્યા. ભોળી દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ એ પણ લીગલ નોટીસ સાથે. મેં સાંભળ્યુ કે, સમાજનું સૌથી મોટુ દૂષણ એટલે છૂટાછેડા. એક પોસ્ટમાં કોઈકે લખ્યુ કે, સમય ઓછો અપાતો હશે, બેડ બીહેવીયર,ઓછી વાતચીત, ડીસરીસ્પેકટ,
વધચી જતી જરૂરિયાત.

એમાં કોઈકે લખ્યુ કે નવરાત્રિના કારણે છૂટાછેડા થાય છે. લખનારે કંઈક વિચારીને જ લખ્યુ હશેને. જે નવરાત્રિ ગુજરાતીઓની ઓળખાણ છે તે લવરાત્રિ તરીકે ઓળખાય તે કેવી લાચારી. જે નવરાત્રિમા માતાજીના નવ રૂપોની પુજા થાય,ઉપાસના થાય તે નવરાત્રિમાં મહિલાઓને રાવણની નજરે જોવાય તે કેવી લાચારી. નવરાત્રિમાં જે સ્ત્રીને દેવી સ્વરૂપે જોવામાં આવતી, નારી તુ નારાયણી તરીકે જોવામાં આવતી તે સ્ત્રીને મનોરંજનના સાધાન કે ટીકીટના વધુ ભાવ લેવાના સાધન તરીકે જોવામાં આવે, ભૂખ્યા ભેડિયાઓની વચ્ચે સસલું રમતુ મુકવામાં આવે તેમ ગરબે રમાડવામાં આવે તે કેવી લાચારી.

બાપને ખબર છે કે દીકરી ગરબે રમવા જાય છે છતાં ભલામણના બે શબ્દો કહી નથી શકતો તે કેવી લાચારી. હરણને ખબર છે કે આ જંગલમાં અસંખ્ય દીપડા અને વરૂઓ રખડે છે છતાં હરણ એટલે ફરવા જાય કે પોતે શાકાહારી છે એટલે કોઈ તેનો શિકાર નહીં કરે અને હરણ એકલું જ ફરવા નીકળી પડે છે આ તે કેવી લાચારી. સાચુ કહુ તો આમાં આપણી બહેન દીકરીઓનો વાંક છે. પહેલાના જમાનમાં નવરાત્રિમાં બહેનોના ચહેરા પર લજ્જા,શરમ અને નીચી નજર રૂપી પડદા હતા અને પહેરવેશ પણ સાક્ષાત જગદંબા,ખોડલ,ઉમિયા,જેવો હતો આજના જમાનામાં લજ્જા અને શરમ સાવ ગઈ અને પહેરવેશના નામે  તો માત્ર અંગપ્રદર્શન જ રહ્યા, આ તે કેવી લાચારી.

પહેલાના જમાનામાં શરૂઆતમાં માતાજીની આવતી કરી ગરબા કીર્તનો અને માતાજીની સ્તુતિ ગવાતા આજના જમાનામાં કિર્તનો ગવાય છે પણ નામમાત્રના અને ગવાય છે ફટાણા, કટાણા અને બોલીવુડના ગીતો, જેનો માતાજી સાથે દૂર દૂર સુધીનો સંબધ નથી હોતો. આપણે ત્યા કોઈ કાર્ય થાય તો તેનો હેતુ પહેલા જોવામાં આવે છે જાણવામાં આવે છે હેતુ શુધ્ધ હોય તો જ કાર્ય કરવામાં આવે છે. હાલના સમયમાં નવરાત્રિમાં રમવામાં આવતી નવરાત્રિનો હેતુ કોઈ પુરૂષ કે સ્ત્રી કહી શકે ખરા. માતાજીની પુજા,ભક્તિ,સેવા,ઉપાસના પ્રસન્નતા આશીર્વાદ આ નવરાત્રિનો હેતુ હતો આજની નવરાત્રિમાં આમાંથી કશુ જ રેહેવા પામ્યુ છે ખરૂ. 

આ પણ વાંચોઃ

હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Pune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTVVadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી

Embed widget