શોધખોળ કરો

બગદાણા કેસમાં જયરાજ આહિરને મળ્યા જામીન, 14 દિવસ બાદ થશે જેલમુક્ત

નવનીત બાલધિયા પર હુમલાના કેસમાં જયરાજ આહિરને જામીન મળ્યાં છે. 14 દિવસ બાદ જયરાજ આહિર જેલ બહાર આવશે.જાણીએ વધુ વિગત

બગદાણાની ઘટનામાં 14 દિવસ બાદ જયરાજ આહિરને જામીન મળ્યાં છે. તેઓ  જેલ બહાર આવશે, મહુવાની કોર્ટે જયરાજ આહિરને  જામીન આપ્યાં છે. SITએ જયરાજ આહિરની ધરપકડ કરી હતી. અગાઉ આઠ આરોપીના જામીન મંજૂર થયા હતા. હવે  જયરાજ આહિર સહિત સાત આરોપીના જામીન મંજૂર થયા છે. નવનીત બાલધિયા પર હુમલો કરવના કેસમાં જયરાજ આહીર, નાજુ કામળીયા, કાના ભીખાભાઇ કામળિયા, સંજય બેચરભાઈ ચાવડા, દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકી અને અજય ઉર્ફે મોટો મનજીભાઈ ભાલીયાની ગઈકાલે મહુવા કોર્ટમાં તેના વકીલ મારફત જેલમુક્ત થવા જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બન્ને પક્ષોના વકીલો દ્વારા લાંબી દલીલો કરવામાં આવી હતી. જેમા આજે કોર્ટે આરોપીઓના જામીન મંજૂર કર્યા છે.

શું છે સમગ્ર ઘટના
29 ડિસેમ્બર, 2025ની રાતે નવનીત બાલધિયા નામના કોળી યુવક પર આઠ લોકોએ  હુમલો કર્યો હતો.  નવનીત બાલધિયાએ બગદાણા મંદિર અને ટ્રસ્ટને લગતા કેટલાક મુદ્દાઓ ઉઠાવ્યા હતા, જે બાદ તેમના પર જીવલેણ હુમલો થયો હતો. આ હુમલામાં જયરાજ આહીર અને તેના સાથીદારોના નામ ખુલતા પોલીસે તેમની ધરપકડ કરી હતી. 

કોણ છે જયરાજ આહીર?

જયરાજ આહીર ભાવનગર પંથકમાં યુવા ભાજપ નેતા અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તરીકે જાણીતા છે. ઉપરાંત તે લોકસાહિત્યકાર માયા આહીરના પુત્ર પણ છે. સોશિયલ મીડિયા પર તે મોટી ફેનફોલોઇંગ ધરાવે છે. ઉપરાંત ભાવનગર ભાજપમાં પણ હાલ તે સક્રિય છે. 

કોણ છે નવનીત બાલધિયા?

નવનીત બાલધિયા: નવનીત બાલધિયા એક સામાજિક કાર્યકર હોવા ઉપરાંત કોળી આગેવાન છે. બગદાણાના ટ્રસ્ટ મામલે માયા આહીર દ્વારા મુંબઇમાં એક ડાયરામાં ચુક થયા બાદ તેણે માયા આહીરને ફોન કરીને માફી મંગાવ્યા બાદ આ ઓડિયો વાયરલ થયો હતો. ત્યાર બાદ માયા આહીરના પુત્ર દ્વારા કથિત રીતે નવનીત બાલધીયા પર હુમલો કરવામાં આવ્યો. ત્યાર બાદ આ સમગ્ર મામલો વિવાદિત બન્યો હતો. 

ઉલ્લેખનિય છે કે,  આ મામલે 21 જાન્યુ.એ સાડાત્રણ કલાક પૂછપરછ ચાલી હતી.ત્રણ દિવસ અગાઉ પણ બગદાણાના કોળી યુવક નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસમાં લોકગાયક માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને સમન્સ પાઠવતાં SIT સમક્ષ હાજર થયા હતા. . બગદાણા નવનીત બાલધિયા હુમલા કેસ મામલે SIT દ્વારા જયરાજ આહીરની સાડાત્રણ કલાક લાંબી મેરેથોન પૂછપરછ કરાઈ હતી. એ સમયે SIT સમક્ષ નિવેદન આપી બહાર આવેલા જયરાજ આહીરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, SIT દ્વારા મને જે પણ સવાલ કરાયા છે એના મેં જવાબ આપ્યા છે. આ કેસ સંબંધિત ભવિષ્યમાં પણ જ્યારે મને બોલાવવામાં આવશે ત્યારે હું જવાબ આપવા હાજર રહીશ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
વંદનાબા ચુડાસમાને શૂટિંગમાં 'જયદિપસિંહજી સિનિયર એવોર્ડ', નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માન
વંદનાબા ચુડાસમાને શૂટિંગમાં 'જયદિપસિંહજી સિનિયર એવોર્ડ', નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માન
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

Embed widget