શોધખોળ કરો
Advertisement
જૂન મહિનામાં જ અનરાધાર મેઘમહેર, છેલ્લાં 6 વર્ષમાં સૌથી વધારે વરસાદ પડ્યો, જાણો વિગતે
23 જૂન સુધીમાં રાજ્યમાં કચ્છ જિલ્લાના માંડવીમાં સૌથી વધારે એટલે કે 78 ટકા જેટલો વરસાદ પડી ગયો છે જ્યારે સૌથી ઓછો વરસાદ કચ્છના લખપતમાં ઝીરો ટકા રહ્યો છે.
અમદાવાદઃ કોરોનાના કહેરની વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. આ વર્ષે જૂન મહિનામાં જ સારો એવો વરસાદ પડી ગયો છે. 23 જૂન સુધીમાં રાજ્યમાં સરેરાશ 4.5 ઇંચ એટલે કે સીઝનનો કુલ 14 ટકા વરસાદ પડી ગયો છે. જ્યારે આ જ સમયગાળામાં ગયા વર્ષે માત્ર બે ઇંચ એટલે કે સીઝનનો માત્ર 6 ટકા જ વરસાદ પડ્યો હતો.
23 જૂન સુધીમાં રાજ્યમાં કચ્છ જિલ્લાના માંડવીમાં સૌથી વધારે એટલે કે 78 ટકા જેટલો વરસાદ પડી ગયો છે જ્યારે સૌથી ઓછો વરસાદ કચ્છના લખપતમાં ઝીરો ટકા રહ્યો છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ત્યાં સરેરાશ 10 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 8 ટકા તો સૌરાષ્ટ્રમાં 20 ટકા વરસાદ પડ્યો છે.
આ સમય ગાળા દરમિયાન 123 તાલુકા એવા રહ્યા છે જ્યાં બેથી 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો તો 78 તાલુકાઓમાં 5થી 10 ઇંચ વરસાદ પડ્યો છે. 6 તાલુકાઓ એવા છે જ્યાં 10 ઇંચથી પણ વધારે વરસાદ ખાબક્યો છે જ્યારે 43 તાલુકાઓમાં ઓછો એટલે કે બે ઇંચથી પણ ઓછો વરસાદ નોંધાયો છે. છેલ્લા 5 વર્ષમાં આ સમય સુધીનો સૌથી વધારે વરસાદ છે. આ પહેલા વર્ષ 2015 અને 2017ના જૂન મહિનાના છેલ્લા સપ્તાહમાં સારો એવો વરસાદ પડ્યો હતો.
રાજ્યમાં હાલમાં જળાશયોમાં પણ 48 ટકા પાણીનો સંગ્રહ છે. સરદાર સરોવરમાં 62 ટકા જળસંગ્રહ છે અને 125.17 મીટર પાણીની સપાટી છે.
આગામી અઠવાડિયામાં દક્ષિણ ગુજરાતમાં નવસારી, તાપી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર વિસ્તાર અને કચ્છનાં કેટલાક વિસ્તારમાં સામાન્યતઃ હળવાથી ભારે વરસાદ થવાની આગાહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion